Breaking News

પંચર પડેલા કન્ટેનરની પાછળ કાર ધડાકાભેર ઘુસી જતા 4 વ્યક્તિના દર્દનાક મોત, મોટી આફત તૂટી પડતા પરિવારનો માળો વિખાયો..!

આજકાલ અકસ્માતના બનાવવા ખૂબ જ વધી રહ્યા છે. રોજ જુદા-જુદા તાલુકાઓના હાઇવે વિસ્તારોમાંથી કેટલા બધા અકસ્માતના બનાવો સામે આવે છે. જેમાં કેટલાય પરિવારોને પોતાના કીમતી સભ્યો ખોવાનો વારો આવે છે. ગઈકાલે ખેડા જીલ્લામાંથી પસાર થતાં અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે ઉપર મહેમદાવાદ પાસે ખૂબ જ ગમખ્વાર અકસ્માત સર્જાયો છે..

આ અકસ્માત સર્જાયા બાદ હાઈવે ઉપર એક ભાગમદ દોડ મચી ગઈ છે. આ હાઈવે ઉપર એક કન્ટેનર ઊભું હતું. તેની પાછળ પૂર ઝડપે આવતી એક કાર ઘુસી જતા જીવલેણ અકસ્માતના દ્રશ્યો સર્જાયા હતા. આકસ્માત રાતના 08:00 વાગ્યા આસપાસ મહેમદાવાદ પાસે આવેલા રિલાયન્સ પેટ્રોલ પંપ નજીક બન્યો છે..

અકસ્માતનો ભોગ બનનાર કાર અમદાવાદ થી વડોદરા તરફ જઈ રહી હતી. એવામાં હાઇવે ઉપર અકસ્માત નડતા તેમાં સવાર ચાર વ્યક્તિઓના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મૃત્યુ થયા છે. જેમાં મૃત્યુ પામનાર બે મહિલા એક પુરુષ તેમજ એક અઢી વર્ષની બાળકીનો પણ સમાવેશ થાય છે..

જ્યારે આ અકસ્માતની જાણ પેટ્રોલિંગ કરનાર પોલીસકર્મીઓ ને થઇ ત્યારે તેઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા અને ત્યારબાદ ક્રેન મારફતે આ કારને કન્ટેનરમાંથી બહાર કાઢવામાં આવી હતી. આ ઉપરાંત તમામ મૃતદેહોને કારમાંથી હેમખેમ રીતે બહાર કાઢી તેમને સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા હતા.

આ તમામ મૃતક વ્યક્તિઓ અમદાવાદના વટાવવા વિસ્તારમાં રહેતા હોવાની માહિતી સામે આવી છે. પોલીસે ફરિયાદને આધારે ગુના દાખલ કરીએ આ અકસ્માતની વધુ કામગીરી હાથ ધરી છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે, હાઇવે ઉપર કન્ટેનરમાં પંચર પડ્યું હતું. તેણે કોઈ પણ પ્રકારની આડશ રાખ્યા વગર જ સાઈડમાં કન્ટેનરને ઊભું રાખી દીધું હતું..

લાઈટો પણ ચાલુ હતી નહીં. એટલા માટે કાર ચાલકને આ વાહન દેખાયું નહીં અને તેમની કાર ઘુસી ગઈ હતી. જેમાં એક જ પરિવારના ત્રણ સભ્યોની સાથે સાથે કાર ડ્રાઈવરનું પણ મૃત્યુ થયું છે. અકસ્માતમાં જયશ્રીબેન કિરીટભાઈ પુરાણી, જૈની આશિષભાઈ પુરાણી, કૃતિ આશિષભાઈ પુરાણી તેમજ અકબરખાન ફીરદોશખાન પઠાણ કે જે કાર ડ્રાઇવર હતો તેમનું મૃત્યુ થયું છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *