ઘણાખરા ચોર લુટારો એવી રીતે ચોરી કરવાના ઇરાદાઓ બનાવી લે છે કે, જે ક્યારેય સામાન્ય માણસને મનમાં વિચાર પણ ન આવે. તાજેતરમાં સુરતમાં થયેલી એક ચોરી લૂંટફાંટના બનાવોમાં એક સીસીટીવી ફૂટેજ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. સુરતના અડાજણ વિસ્તારમાંથી સામે આવ્યો છે. જ્યાં સીકેવીલા સોસાયટીમાં એક ખેડૂત પરિવાર રહે છે..
પરિવારના મોભી તેજસ પટેલ ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. એક દિવસ સવારમાં તેમના ઘરે ત્રણ લોકો પાલિકાના કર્મચારી કહીને આવ્યા હતા અને કહ્યું કે પાણીની ટાંકી ચેક કરવી છે. હાલ ચોમાસાનો સમય હોવાથી ઘરે-ઘરે પાલિકાના કર્મચારીઓ પાણીમાં કેટલી સ્વચ્છતા રહેલી છે તેવું ચેકિંગ કરવા માટે આવતા હોય છે..
તેઓને થયું કે, હકીકતમાં પાલિકાના કર્મચારી જશે એટલા માટે તેઓએ તેમને ઘરમાં ઘૂસવા દીધા હતા. ત્રણેય લોકોએ પાલિકાઓનો યુનિફોર્મ પણ પહેર્યો હતો એટલું જ નહીં પરંતુ તેમની પાસે પાલિકાનો આઈકાર્ડ પણ હોવાથી ઘરના મોભી તેમને ઘરની અંદર ચેકિંગ કરવા માટે આવવા દીધા હતા. આ ત્રણેય યુવકો પાણી એ ટાંકી ચેક કરવા ગયા હતા.
અને ચેક કર્યા બાદ ત્યાંથી નીકળી ગયા હતા. થોડીવાર રહીને તેજસ પટેલને કોઈ કામ માટે ઘરની બહાર જવું પડે એમ હતું એટલા માટે તેઓ ઘરની બહાર નીકળી ગયા અને ઘરમાં માત્ર મહિલાઓ જ હતી. તેજસ પટેલને બહાર જતાં જોઈને આ ત્રણેય બદમાશોએ વિચાર્યું કે ઘરના મોભી બહાર જતા રહ્યા છે. અને હવે ઘરે માત્ર મહિલાઓ છે..
મહિલાઓને દબોચી લઈને ચોરી લુંટફાટ કરવી વધુ આસાન બની જશે. એટલા માટે ફરી વખત તેઓ તેમના ઘરે પાછા આવ્યા હતા. અને ગાર્ડનમાં રહેલા પાણીને ચેક કરવાની વાતચીત કરી હતી. મહિલાને પણ થયું કે નક્કી આ પાલિકાના કર્મચારીઓ છે. એટલા માટે તેણે તેમને ઘરમાં જવા દીધા હતા.
પરંતુ ગાર્ડન ચેક કરવાની બહાને એક યુવક ઘરના ગેટ ઉપર, બીજો યુવક ગાર્ડન પાસે જ્યારે ત્રીજો યુવક વચ્ચેના ભાગ પર ઊભો રહ્યો હતો. અને જોત જોતામાં તો તેણે આ મહિલાનું ગળું દબાવીને તેને કેફી પદાર્થ સુંઘવાડી દીધો હતો. આ પદાર્થ સુંઘતા જ મહિલાને બેભાન કરવાનો પ્રયત્ન કરી લીધો હતો. અને ત્યારબાદ કિંમતી ચીજ વસ્તુઓ અને લૂંટવાનો ઇરાદો બનાવી લીધો હતો.
પરંતુ મહિલા ખૂબ જ ચાલાક હતી. તેણે આ પદાર્થ સુંઘતાની સાથે જ પોતે બેભાન થઈ ગઈ હોય તેવું નાટક કર્યું હતું. ત્યારબાદ ત્રણેય યુવકોએ જોયું કે મહિલા બેભાન થઈ ગઈ છે. એટલા માટે તેઓ કીમતી ચીજવસ્તુ ગોતવા લાગ્યા હતા. એવામાં મહિલા ઉભી થઈ ગઈ હતી અને બહાર દોડીને બૂમોબૂમ કરી દીધી હતી..
જેને કારણે આજુબાજુના લોકો તાત્કાલિક ત્યાં દોડી આવ્યા અને આ ત્રણેય લૂંટારો અને રંગે હાથે પકડવા માટે તેમની પાછળ દોડ્યા હતા પરંતુ ત્યાંથી ભાગી નીકળ્યા હતા. આ તમામ ઘટના સોસાયટીના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ ચૂકી છે. જેને લઈને અડાજણ પોલીસમાં અરજી આપીને આગળની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.
આવા ચોર લુંટારાઓ જે ઘરમાં માત્ર એકલી મહિલાઓ રહે છે. તેવા ઘરને નિશાને બનાવે છે. કારણ કે એકલી મહિલાઓને ગમે તેમ કરીને પોતાની જાણમાં ફસાવી લેવી ખૂબ જ સહેલી માને છે. પરંતુ તમને જણાવી દઈએ કે આજકાલના સમયમાં મહિલાઓને ચકમો આપીને ચોરી લૂંટફાટ કરવી મુશ્કેલી જ નહીં પરંતુ નામુમકીન છે. કારણ કે દિન પ્રતિ દિન મહિલાઓની ચતુર ચાલાકીથી ખૂબ જ આગળ વધી રહી છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]