હવેના સમયમાં લોકો પૈસા માટે એક બીજાનો જીવ લેવા માટે પણ તૈયાર થાય જતાં હોય છે. સુરેન્દ્રનગર જિલ્લામાં પૈસાના લેવડદેવડની બાબતમાં ત્રણ ચાર વ્યક્તિઓએ એકઠા થઈને સંજય નામના એક યુવકની છરીના ઘા મારી હત્યા કરી દીધી હતી. ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લામાં દૂધની ડેરીની પાછળ આવેલા મફતીયાપરામાં એક જ જ્ઞાતિના બે પરિવારો રહેતા હતા..
એક પરિવારમાં સંજય તેની પત્ની અને ત્રણ બાળકો રહેતા હતા. તેમજ સામેના પરિવારમાં પણ પાંચથી વધુ સભ્યો રહેતા હતા. સંજય થોડા સમય પહેલા બીજા પરિવારના ભાવિનભાઈ નામના વ્યક્તિ પાસેથી ૫૦ હજાર રૂપિયા ઉધાર લીધા હતા. પરંતુ ત્યારબાદ સંજયના પરિવારની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાને કારણે તે સમયસર 50 હજાર રૂપિયા ચૂકવી શક્યો નહીં..
જેના કારણે બન્ને પરિવારોમાં વારંવાર તકરાર થતી હતી. પરંતુ ગઈકાલે ભાવિનભાઈ સમાધાન કરવા માટે સંજયને પોતાના ઘરે બોલાવ્યો હતો. જ્યારે સંજય ભાવિનના ઘરે ગયો ત્યારે તેણે જોયું કે તેના પરિવારના પાંચ થી વધુ સભ્યો ઘાતક હથિયારો લઈને તૈયાર ઊભા હતા. સંજય વાતચીત કે સમાધાન કરે તે પહેલાં જ તેમણે સંજય પર છરી વડે હુમલો કરવાનું શરૂ કર્યું હતું..
તેમાં ભાવિન, રવિ અને રાહુલે સંજયને છરીના ઘા માર્યા હતા. જેના કારણે સંજય ખૂબ જ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. આ વાતની જાણ સંજયના પરિવારને થતાં તેઓ તરત જ ભાવિનના ઘરે પહોંચી ગયા હતા. ત્યારબાદ સંજયના પરિવારજનોએ તરત જ 108 બોલાવી ને સંજયને નજીકના હોસ્પિટલમાં દાખલ કર્યો હતો..
પરંતુ ઈજા ખૂબ જ ગંભીર હોવાને કારણે થોડી સારવાર બાદ જ સંજયનું મૃત્યુ થયું હતું. જેથી તેના પરિવારજનોએ બી ડિવિઝન પોલીસને જાણ કરી હતી. તેથી પોલીસ તરત જ ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે આ ઘટના અંગે વધુ તપાસ કરતા જાણવા મળ્યું કે, જ્યારે સંજય ભરતભાઈ પનારા, વિનોદભાઈ પનારા, વિપુલભાઈ, કમલેશભાઈ સાથે ભાવિનના ઘરે સમાધાન માટે ગયો હતો..
ત્યારે ભાવિન, સોમાભાઈ, રવી, રાહુલ, દશરથ, તેમજ ભાવિનભાઈના પત્ની છરી તેમજ ધારિયા સહિતના તેજ હથિયારો સાથે સંજયના પરિવાર પર હુમલો કર્યો હતો. ઘરેલુ આ હુમલામાં સંજયનો ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. તેમજ સંજય સાથે આવેલા કમલેશભાઈને ખૂબ જ ગંભીર રીતે ઇજા થઇ હતી. કમલેશભાઈને તરત જ નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા..
પરંતુ ખૂબ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હોવાના કારણે થોડી સારવાર બાદ જ તેમનું મૃત્યુ થયું હતું. જેથી પોલીસ દ્વારા નોંધાયેલ હુમલાનો કેસ હત્યામાં ફેરવાઇ ગયો હતો. પોલીસ દ્વારા તમામ આરોપીઓની ધરપકડ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. તેમજ સંજયનું મોત થતા તેની પત્ની અને તેના ત્રણેય બાળકો આધાર વગર ના બની ગયા છે. આ ઉપરાંત એક જ પરિવાર માંથી બે વ્યક્તિના મોત થતાં પરિવારમાં દુઃખનો માહોલ છવાઇ ગયો છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]