પડોશી ખેતર પાસેથી પસાર થતા તારને ઓચિંતું અડકાઈ જતા ખેડૂતનો ફટાકડો બોલી ગયો, દર્દનાક મોતથી છવાયો ચારે કોર માતમ..!

ખેતીના વ્યવસાયમાં ડગલેને પગલે ખૂબ જ સાહસ રહે છે. આ ઉપરાંત જીવને જોખમ પણ રહેતું હોય છે. કારણ કે શિયાળો, ઉનાળો હોય કે ચોમાસું હોય અને ત્રણેય ઋતુમાં ખેડૂતો ક્યારે ખેતરે જવાનો ભૂલતા નથી. ચોમાસામાં ઝેરીલા જીવજંતુઓનો ડર રહે છે, તો ઉનાળામાં બળબળતા તાપમાન કામ કરવું પડે છે.

તો શિયાળામાં પણ ઠુંઠવાઈને ખેતરે જવું પડતું હોય છે. આ સાથે સાથે ખેતીના ઓજારો તેમજ અન્ય ચીજ વસ્તુઓ જેવી કે, વીજળી અને પાણીથી પણ બચીને રહેવું પડે છે. અત્યારે છત્તીસગઢના બિલાસપુરમાં એક ખેડૂતને ખૂબ જ માઠો અનુભવ સહન કરવાનું વારો આવ્યો છે. અહીં લીમતારા પંચાયત પાસે ખાપરી ગામ આવેલું છે..

આ ગામમાં સંકુલાલ ટંડન પોતાના પરિવાર સાથે રહે ખેતરમાં કામકાજ કરતા હતા. તેઓ રોજ સવારે પોતાના ખેતરે ડાંગર કાપવા માટે નીકળી જતા અને રાત્રે પરત આવતા હતા. પરંતુ એક દિવસ એ સવારે તેઓ જ્યારે ખેતરે ગયા ત્યારે તેમનું કારમુ મોત થયું છે. તેમની પડોશમાં રહેલા ખેતરમાં બોરવેલના પાણી ખેંચવા માટે વીજળીની લાઇન દોડાવવામાં આવી હતી..

તેમના પડોશી ખેતર પાસે ઈલેક્ટ્રીક લાઈનનું કનેક્શન ન હોવાને કારણે તે અન્ય વીજળીના કનેક્શનમાંથી વાયરો દોડાવીને પોતાના ખેતરમાં ઇલેક્ટ્રિસિટી લાવી રહ્યો હતો. આ તમામ બાબતોથી સંકુલાલ ટંડન અજાણ હતો. તે પોતાના ખેતર ડાંગર કાપવા માટે ગયો અને ત્યાં અજાણ્યો વાયર જોઈને તેને દૂર ફેંકવાની કોશિશ કરતો હતો..

એ માટે આ વાયરને અડકી જતા તેના શરીરના ફટાકડો બોલી ગયો હતો. એટલો બધો જોરદાર કરંટ લાગ્યો કે, તેનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. આ બનાવ સવારના સમયે બન્યો હતો. પરિવારને કહ્યું કે, રાત્રે સંકુલાલ ટંડન ખેતરેથી પાછા આવે છે. પરંતુ રાત્રીના સમયે પરત ન આવતા તેઓએ શોધખોળ શરૂ કરી હતી..

એમાં જે બીજા દિવસે સવારે તેમના ખેતર પાસે શોધખોળ કરવા જતા તેમનો મૃતદેહ પડેલો દેખાયો હતો. આ ઘટનાની જાણકારી મળતા જ તેમના પરિવારજનો ત્યાં પહોંચ્યા અને ત્યારબાદ પોલીસને પણ બોલાવવામાં આવી હતી. પોલીસે ઘટના સ્થળની તપાસ શરૂ કરી હતી. અને ત્યારબાદ તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવી દેવામાં આવ્યો હતો..

તેમના પરિવારના સભ્યો ખૂબ જ રોજે ભરાયા હતા કારણ કે તેમની પડોશમાં રહેલા ખેતરોનો માલિક ગેરકાયદેસર લઈને વાયરો દોડાવતો હતો અને જેના કારણે સંકુલાલ ટંડનનું મૃત્યુ થયું છે. પોલીસે તપાસ કરીને કાર્યવાહી કરવાની ખાતરી આપી છે. આ ઉપરાંત વળતરની રકમ મેળવવાની પણ વાતો કરી છે..

પોલીસે સલાહ આપી ત્યારબાદ પરિવાર શાંત થયો છે. ખેડૂતનું કારમુ મોત થતા પરિવારજનો ખૂબ જ દુઃખી થયા છે. કારણ કે તેમના પરિવારમાં આ ખેડૂત સમગ્ર ઘરનું ભરણપોષણ કરતો હતો. પરંતુ હવે તેના મૃત્યુ થયા બાદ તેમના પરિવારને કોણ સાચવશે તેને લઈ અને સ્નેહીજનો પણ ખૂબ જ દુઃખી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

Leave a Comment