Breaking News

પડોશી કેહતો કે, “મારી સાથે લગ્ન કરી લે નહીતો એસીડ ફેંકીને તને ભડાકે દઈશ” અને પછી જે થયું તે જાણીને બધાની આંખો પહોળી થઈ ગઈ..!

પડોશી સુખ અને દુઃખની ઘડી આવી પડીએ સૌપ્રથમ આપણી સાથે ઉભા રહે છે અને દરેક મુશ્કેલીઓમાંથી બહાર કાઢવા માટે આપણી મદદ કરે છે. પરંતુ અત્યારે એક એવા પડોશીની કાળી કરતુતો સામે આવી છે જેને જાણ્યા બાદ સૌ કોઈ લોકોની આંખો ફાટી ગઈ છે. આ ઘટના ઉત્તર પ્રદેશના મેરઠની છે..

અહીં નોચંદી વિસ્તારમાં આવેલા શાસ્ત્રીનગરમાં મધુ નામની એક યુવતી તેના દાદી સાથે રહે છે. તેના માતા પિતાનું ઘણા વર્ષો પહેલાં જ અવસાન થઈ ગયું છે. તે અનાથ હોવાથી તેના દાદી સાથે રહે છે. અને તે પરિવારનું ભરણપોષણ જણાવવા માટે એક પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરીને પૈસા કમાતી હતી..

પરંતુ તેઓ જ્યારે રહેતા હતા, ત્યાં પડોશમાં જ રહેતો એક સચિન નામનો યુવક છેલ્લા કેટલાક સમયથી તેને હેરાન પરેશાન કરતો હતો. જ્યારે મધુ નોકરીએ જતી હતી. ત્યારે યુવક તેની પાછળ પાછળ જઈને તેને હેરાનગતિ પહોંચાડી રહ્યો હતો. તેમજ ન કહેવાના શબ્દો કહીને કમેન્ટ પણ કરતો હતો. તે તેના દોસ્તોની સાથે મળી ઘણી બધી વાર મધુની લાજ લૂંટવાનો પણ પ્રયાસ કર્યો હતો..

અને વારંવાર તેના ઉપર દબાવો બનાવતો કે, તારે મારી સાથે લગ્ન કરવા પડશે નહીં. તો હું તારા ઉપર એસિડ ફેંકી ને તને ભડાકે દઈ દઈશ. આ ધમકીભર્યા શબ્દો સાંભળતાની સાથે જ આ યુવતી ખૂબ જ ડરી જતી હતી. તે આ તમામ બાબતો સહન કરતી હતી. પરંતુ એક દિવસ તેણે તેની દાદીને જણાવ્યું કે, પડોશમાં રહેતો સચિન નામનો યુવક તેને હેરાનગતી પહોંચાડી રહ્યો છે..

ત્યારે મધુની દાદી તરત જ તેને પડોશમાં પહોંચી ગઈ અને ત્યાં જઈને આ યુવકનું લઈ લીધું હતું અને આ યુવકના માતા-પિતાને પણ જણાવ્યું કે, જો તમારા દીકરાને સાચવવાની ત્રેવડ હોય તો જ તમે તમારા દીકરાને ઘરની બહાર પગ મુકવા દેજો. કારણ કે તમારા દીકરા એવી હરકતો કરી રહ્યો છે કે, જે સામાન્ય વ્યક્તિને ખૂબ જ મુશ્કેલી પહોંચાડી રહી છે..

તેઓ અત્યારે તેમને લાડ પ્રેમથી સમજાવી રહ્યા છે. પરંતુ જો તેની હરકતોમાં કોઈ સુધારો નહીં આવે તો કાયદાકીય કાર્યવાહી પણ કરવી પડશે. મધુની દાદીએ યુવકના ઘરે જઈને કડક શબ્દોમાં ઠપકો આપી દીધો હતો. જેનું આ યુવકને માઠુ લાગી જતા તે ખૂબ જ ગુસ્સે ભરાયો અને બીજા દિવસે મધુને ફોન કરીને ધમકી આપવા લાગ્યો કે, જો તે તેની સાથે લગ્ન નહીં કરે..

તો તેના જન્મદિવસના દિવસે જ તને ઘરેથી અપહરણ કરી લેવામાં આવશે. તારા ચહેરા ઉપર ફેંકીને તને ભડાકે દઈ મોતને ઘાટ ઉતારી દઈશ. આ ઉપરાંત તારા ભાઈને પણ હું મારી નાખીશ એવું કહેતા જ આ યુવતી ખૂબ જ ડરી ગઈ હતી અને તરત જ તે પોલીસ સ્ટેશનને પહોંચી છે અને આ યુવકની અકલ ઠેકાણે કરવા માટે તેની સામે ફરિયાદ પણ નોંધાવી દીધી છે..

આવા ઘણા બધા નરાધમ લોકો પોતાની મનમાની કરીને મન ફાવે તેમ વર્તન કરી રહ્યા છે. જાહેરમાં આ પ્રકારની વાતચીત અને વર્તન એ સામાન્ય વ્યક્તિ માટે મુશ્કેલી ભર્યું સાબિત થાય છે. હવે ડર્યા વગર તેનો સામનો કરવા માટે પોલીસની મદદ લીધી છે. પોલીસે ગુનો નોંધી આ યુવકને પકડવાની કામગીરી શરૂ કરી દીધી છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

શ્રાવણમાં દાન ઉઘરાવવા આવેલા 2 સાધુને જોઈ મહિલાને શંકા ગઈ, પીછો કરીને હકીકત જાણતા જ દેખાયું એવું કે જાણીને દરેકે ચેતવું જોઈએ..!

શ્રાવણ મહિનો સૌથી પવિત્ર મહિનો કહેવાય છે, આ મહિનાની અંદર દરેક ભક્તો અને શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *