થોડા થોડા દિવસે મહિલાઓ સાથે અત્યાચારના હચમચાવી દે તેવા બનાવો છાશવારે સામે આવવા લાગ્યા છે. મહિલાઓની સુરક્ષા અને સુખાકારી અંગે સરકાર માત્ર વાતો જ કરતી હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે રોજ રોજ પોલીસ સ્ટેશનમાં એવા ઘણા બધા ગુનાઓ નોંધાઈ છે જેમાં મહિલાઓ પર અત્યાચાર થતો હોય..
અત્યારે ઉત્તર પ્રદેશમાંથી એક એવો બનાવ સામે આવ્યો છે જે સાંભળતાની સાથે જ ભલભલા લોકોના રુંવાડા બેઠા થઈ ગયા છે. રોલી ગુપ્તા અને મનોજ ગુપ્તા નામના પતિ-પત્ની રાજીખુશીથી હરદોઈ જિલ્લાના માઘૌગંજમાં વિસ્તારમાં રહેતા હતા. તેઓના ઘરની પાસે લવી ત્રિવેદી નામનો એક યુવક રહેતો હતો. લવી ત્રિવેદી વારંવાર રોલી ગુપ્તાને ખૂબ જ હેરાન ગતિ પહોંચાડી રહ્યો હતો..
શરૂઆતમાં તો રોલીએ આ તમામ બાબતો સહન કરતી હતી. પરંતુ એક દિવસ તેણે તેના પતિને પણ આ બાબતની જાણ કરી હતી પતિએ લવી ત્રિવેદીને ઠપકો આપવાનું વિચાર્યું હતું. પરંતુ લવી ત્રિવેદી એકનો બે ન થયો ન હતો. અને અવાર-નવાર રોલીના ઘર પાસે આવીને તેને હેરાન ગતિ પહોંચાડતો હતો..
એક દિવસ પાડોશીની હરકતોથી કંટાળીને રોલી અને તેના પતિએ પોતાના બાળકો સાથે બીજા એરિયામાં રહેવા માટે જતા રહ્યા હતા. પરંતુ આ નરાધમ પાડોશી એ જગ્યા પર પણ આવી પહોંચ્યો હતો. એક દિવસ જ્યારે પતિ પોતાના ધંધા વ્યવસાય જતો હતો ત્યારે પાછળથી લવી ત્રિવેદી તેના ઘરમાં ઘૂસી ગયો હતો.
ઘરમાં પોતાની સાથે જ રોલી ગુપ્તા ખૂબ જ ડરી ગઈ હતી કારણકે લવી ત્રિવેદી પોતાની સાથે પોતાના પિતાને પણ લઈને ઘરમાં ઘૂસી આવ્યો હતો. અને મારપીટ કરવા લાગ્યો હતો. ત્યારબાદ લવી ત્રિવેદીએ રોની ગુપ્તાનું નાક પણ કાપી નાખ્યું હતું. અને તેને પટેને પટે મારપીટ કરી હતી.
જ્યારે આ બાબતની જાણ આસપાસના પાડોશીઓએ રોલીના પતિને કરી ત્યારે તેનો પતિ તાત્કાલિક ઘરે દોડી ગયો હતો. ત્યાં જઈને જોયું તો તેની પત્નીનું નાક કાપી નાખ્યું હતું અને તેને ખૂબ જ ખરાબ રીતે માર મારવામાં આવ્યો હતો. આ બાબતને લઇને તેણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. તેમજ રોલીની સારવાર કરાવી હતી..
રોલીએ પોતાના ફેસબુક અને બીજા સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને જણાવ્યું હતું કે, તેની સાથે ખૂબ જ અન્યાય થયો છે. અને ખૂબ જ અત્યાચાર થયો છે. તેની મરજી વિરોધ અન્યના તમે લોકોએ તેને ઢોર માર માર્યો છે. અને તેનું નાક પણ કાપી નાખ્યું છે. તેથી તે લોહીલુહાણ થઇ ગઇ હતી. આ સાથે સાથે તેના ગળામાંથી સોનાની ચીજ વસ્તુઓ તેમજ કાનની બુટ્ટી અને મોબાઇલ ફોનની સાથે સાથે કુલ ૯૦ હજાર રૂપિયા પણ લૂંટીને ચાલ્યા ગયા હતા.
અને તેના બાળકોને બંધ રૂમમાં ધકેલી દીધા હતા અને તમામ બાબતોને લઈને નરાધમોએ ધમકી પણ આપી હતી કે તેણે આખા પરિવારને ગોળી મારીને પતાવી દેશે. આ તમામ બાબતો તેણે સોશિયલ મીડિયા પર જણાવી હતી. અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને આ બાબતને લઈને મદદ આપવા માટે જણાવ્યું હતું કે, આ મામલો એટલો બધો આગળ વધી ગયો હતો કે મામલો મુખ્યમંત્રી સુધી પહોંચી ગયો હતો..
એ જિલ્લાના અધિકારીઓ પણ તાત્કાલિક દોડતા થયા હતા. અને આ મામલાને સુલજાવા માટે મથામણ કરી રહ્યા હતા. પરંતુ રોલી ગુપ્તાની આ તમામ બાબતોનું ખૂબ જ લાગી આવ્યું હતું. એટલા માટે તેણે એક અંતિમ નોટ લખી હતી અને ત્યારબાદ પોતાના જીવ ને ટૂંકાવી દીધો હતો.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]