પડોશીએ આપેલા બટેકા પૌંવા ખાતા જ 7 વર્ષના દીકરાના ગળામાં દટ્ટાજામ થઈ ગયો, હોસ્પીટલે પહોચે એ પહેલા જ કાળ ભરખી જતા માં-બાપ ઢળી પડ્યા..!

જો લાંબુ અને સારૂ જીવન જીવવું હોય તો સ્વાસ્થ્યનું ખૂબ જ વધારે ધ્યાન રાખવું જરૂરી છે, પરંતુ અત્યારે જીભને ચટાકેદાર સ્વાદ ચખાડવાના મોહમાં સ્વાસ્થ્યનું બિલકુલ પણ ધ્યાન રાખવામાં આવતું નથી, લોકો મન ફાવે તેવી ચીજ વસ્તુઓ ખાવા લાગ્યા છે. જેને લઇ તેમનું આયુષ્ય ધીમે ધીમે ઘટવા લાગ્યું છે..

અત્યારે માત્ર સાત વર્ષના એક દીકરા સાથે એવી ઘટના ઘટી ગઈ છે કે, જેને જમ્યા બાદ તમે પણ 24 કલાકથી વધારે સમય પહેલા બનાવેલી ચીજ વસ્તુઓને ખાતા પહેલા વિચાર કરવા લાગશો. ઝીલ પાર્ક સોસાયટીમાં રહેતો સાત વર્ષનો સાગર તેનો માતા પિતા સાથે જીવન ગુજારે છે..

સાગરના માતા-પિતાના નોકરિયાત હોવાથી સવારના સમયે જ તેઓ નોકરીએ ચાલ્યા જતા હતા, જ્યારે તેમનો સાત વર્ષ નો દીકરો ઘરે એકલવાયું જીવન જીવતો હતો. તેનું ધ્યાન રાખવા માટે તેમના ઘરથી થોડી દૂર રહેતા તેના દાદી અવારનવાર તેની પાસે આવતા હતા. એક દિવસ સવારે સાગરની માતા પુષ્પાબેન અને સાગરના પિતા પરિમલભાઈ નોકરીએ ચાલ્યા ગયા હતા..

ત્યારે સાગર ઘરે એકલો હતો અને એ સમયે તેના પડોશમાં રહેતી આશાબેન નામની મહિલા બટેકા પૌવાની એક ડીશ સાગરને ખાવા માટે આપી ગયા હતા. આ બટાકા પૌવાને જોતાની સાથે જાગરે ખુબજ ઝડપથી બટાકા પૌવા ખાવાનું શરૂ કરી દીધું હતું, સવારના સમયે તેને વધારે ભૂખ લાગી હોવાથી તેને એક પણ સેકન્ડ રાહ જોઇ નહી અને એક જ સાથે ખૂબ જ વધારે પ્રમાણમાં બટાકા પૌવા ખાઈ લેતા..

તેના ગળામાં દટ્ટાજામ થઈ ગયો અને તેને ઉપરાઉપરી ઉધરસ પણ આવા લાગી હતી, આ ઉધરસનો શ્વાસ ધીમે ધીમે રૂંધાવા લાગ્યો અને તે દોડતો દોડતો નજીકમાં રહેતી તેની દાદીના ઘર પાસે પહોંચ્યો અને કહ્યું કે, તેને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે. તેને એકસાથે ઘણા બધા બટેકા પૌવા ખાઈ લીધા જેને કારણે તેને આ સ્થિતિ આવી પડી છે..

દાદીએ સાગરને પાણી પીવડાવ્યું હતું અને કહ્યું કે હમણે થોડી જ વારની અંદર બધું જ સરખું થઈ જશે, પરંતુ આ દીકરાને તબિયત ધીમે ધીમે બગડવા લાગી અને દાદીના ઘરે સાગરને શ્વાસ લેવામાં તકલીફ પડી અને સાથે જ તેને ઉલટીઓ પણ શરૂ થઈ ગઈ હતી. સાગરની આ હાલત જોઈને તેને હોસ્પિટલે સારવાર માટે લઈ જવાની સ્થિતિ આવી પડી હતી..

સાગરના દાદીએ તરત જ સાગરની માતા પુષ્પાબેનને ફોન કરીને જણાવ્યું કે, સાગરની તબિયત બગડી ગઈ છે. બટાકા પૌવા ખાતા ની સાથે તેને ઉધરસ આવવા લાગી હતી અને હવે તેને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી છે. એટલે તેને હોસ્પિટલે લઈ જવામાં આવ્યો છે, તમે તાત્કાલિક ધોરણે હોસ્પિટલે પહોંચી જાઓ..

આ દાદી સાગરને હોસ્પિટલ લઈને પહોંચે એ પહેલાં જ સાગરે આખો મિચી દીધી અને તેને કાળ ભરખી ગયો હોઈ તેવું લાગતું હતું. હોસ્પિટલે પહોંચતા જ સાગરની માતા પુષ્પાબેન અને સાગરના પિતા પરિમલભાઈ બંને સાગરને આ હાલતમાં જોઈને ખૂબ જ ચોંકી ઉઠ્યા હતા. ડોક્ટરે તાત્કાલિક સારવાર ચાલુ કરી પરંતુ તપાસ કરતાની સાથે ડોક્ટરે પણ જણાવી દીધું કે, સાગરનું મૃત્યુ થઈ ગયું છે..

અને તેનું મૃત્યુ થવાનું કારણ રિપોર્ટ આવ્યા બાદ જ ખબર પડશે, સાગરનો પોસ્ટ મોર્ટમ રિપોર્ટ આવ્યા ત્યારે ખબર પડી કે, સાગરે સવારનો સમય જે બટાકા પૌવા ખાધા હતા તેના કારણે તેના શરીરમાં ફૂડ પોઈઝનિંગ ચાલુ થઈ ગયું હતું જેનાથી તેને ઉલટીઓ પણ શરૂ થવા લાગી તેમજ આ વધારે પડતી ઊલટીઓ તેમજ ફૂડ પોઇઝનીંગને કારણે તેનું મૃત્યુ થયું છે..

સાગરની માતા પુષ્પાબેન તેમના પડોશમાં રેહતા આશાબેનને પૂછ્યું કે, તમે બટેકા પૌવા આપ્યા હતા, એ બટાકા અન્ય કોઈ વ્યક્તિઓએ ખાધા છે..? ત્યારે તેઓએ કહ્યું કે, અમે ગઈકાલે સવારના સમયે બટાકા પૌવા બનાવ્યા હતા. પરંતુ ત્યારબાદ વધેલા બટાકા પૌવાને તેઓએ ફ્રીજની અંદર મૂકી દીધા હતા અને બીજા દિવસે સવારે જ્યારે તેમને યાદ આવ્યું કે..

ગઈકાલના બટેકા પૌવા હજુ પણ ફ્રીજની અંદર મુકેલા છે, પરંતુ હવે એ બટાકા પૌવાને ખાનાર વ્યક્તિ તેમના ઘરે કોઈ ન હોવાને કારણે તેઓ આ બટાકા સાગરને આપવા માટે આવી પહોંચી હતા, એટલે કે આ બટેકા પૌવા કુલ એક દિવસ વાસી બટેકા પૌવા હોવાને કારણે તેમાંથી ફૂડ પોઈઝનિંગ થઈ ગયું હતું..

થોડી ઘણી પણ વાસી ચીજ વસ્તુ ખાઈ લેવામાં આવે તો તબિયત બગડી જતી હોય છે, એમાં પણ બટેકા વાળી ચીજ વસ્તુઓ ક્યારેય પણ વાસી ખાવી જોઈએ નહીં કારણ કે, બટેકુ હંમેશા વ્યક્તિના પેટને ખરાબ કરી નાખે છે. અને ઝાડા ઉલટી તેમજ તાવ જેવી બીમારીને પણ નોતરૂ આપી દે છે, પરંતુ અત્યારે માત્ર સાત વર્ષના સાગરનું ફૂડ પોઈઝનીંગ થવાને કારણે મૃત્યુ થઈ ચૂક્યું છે..

સાગરના મૃત્યુના સમાચારથી તેના માતા-પિતા હચમચી ઉઠ્યા હતા, તેઓ દુઃખની આ ઘડીને સહન કરી શકયા નહીં, આ ઉપરાંત સોસાયટીમાં પણ ચારે કોર ચકચાર મચી ગયો હતો. સાગરની માતા વારંવાર એક જ શબ્દ બોલીને રડવા લાગી હતી કે, તે સાગરને છેલ્લી વખત પણ હસતો ચહેરો જોઈ શકે નહીં તેનું તેને ખૂબ જ દુઃખ છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

Leave a Comment