.દુ.ષ્ક.ર્મ.ના. કેસે સૌ કોઈ લોકોને હચમચાવી દીધા છે. રોજ સમાચાર વાંચતાની સાથે જ ઘણા બધા .દુ.ષ્ક.ર્મ.ના. કરવાના કેસ આપડે સાંભળતા હોઈએ છીએ. આવા કેસો સામે આવતા જ લોકો વિચારમાં મુકાઇ ગયા છે કે, આખરે આ ગુનાખોરી ક્યાં જઈને ઉભી રહેશે. શું આ ગુનાખોરીને ડામવા માટે સરકાર કોઇ પણ પગલા ભરશે કે નહીં..?
હાલ માનવતાને નેવે મુકે તેવો એક કિસ્સો અમરેલીના લાઠી તાલુકાના બાય દુધાળા ગામમાંથી સામે આવ્યો છે. અહીંયા બપોરના સમયે મહિલા પોતાના ઘરે હતી. ત્યારે તેમની ગામમાં તેમની બાજુમાં રહેતો એક યુવક તેમના ઘરે આવ્યો હતો. આ યુવકનું નામ વિશાલ ગોહીલ છે. ૪૨ વર્ષની આ મહિલા પોતાના ઘરે બપોરનું કામકાજ કરી રહી હતી..
એવામાં આ યુવક તેના ઘરે ઘૂસી આવ્યો હતો. અને તેણે આ મહિલા સાથે ન કરવાના કામો કરવાની ઈચ્છા દાખવી હતી. તેની આ ઇચ્છાને સાંભળતાની સાથે જ મહિલા ખૂબ જ ગુસ્સે ભરાઈ ગઈ હતી. અને તેને તરત જ તેમના ઘરમાંથી બહાર નીકળી જવા માટે કહ્યું હતું. પરંતુ વિશાલ ગોહિલ નામના યુવકે તેને બળજબરીથી ઢસડીને ઘરની અંદર લઈ ગયો હતો.
જ્યાં તેણે સાડી ખેંચી ને તેના મોઢા પર ડૂચો મારી દીધો હતો. ત્યારબાદ તેના પર વારંવાર બળજબરીપૂર્વક .દુ.ષ્ક.ર્મ. આચર્યું હતું. આ ઉપરાંત તે બોલી રહ્યો હતો કે જો આ બાબતની જાણ કે અન્ય કોઈ વ્યક્તિને કરશે તો તેને જાનથી મારી નાખશે. આ ધમકી સાંભળતાની સાથે જ ૪૨ વર્ષની મહિલા ખૂબ જ ડરી ગઈ હતી..
પરંતુ પાડોશીની હરકતોને કારણે તે ખૂબ જ મૂંઝવણમાં મૂકાઇ ગઇ હતી. કારણ કે આ બાબત તેને કોને કહેવી અને કોને ન કહેવી..? તેનો વિચાર કરી રહી હતી અંતે તેણે હિંમત કરીને લાઠી તાલુકાના પીએસઆઇને આ બાબતની જાણ કરી હતી. તેઓએ .દુ.ષ્ક.ર્મ.નો ગુનો નોંધી આગળની તપાસ પણ શરૂ કરી દીધી છે.
બીજી બાજુ .દુ.ષ્ક.ર્મ. ગુજારનાર વિશાલ ગોહિલ નામના યુવકની માતા નંદુ બહેને પોલીસમાં સામસામી ફરિયાદ નોંધાતા જણાવ્યું છે કે આ મહિલાના પરિવારજનોના બે પુરુષો એ મારા ઉપર મારામારી કરી છે. તેમજ મને ગાળો પણ આપી છે. તેમજ તેમની દીકરીને લાકડા વડે ઢોરમાર માર્યો છે.
અને તેમના દીકરા પ્રદીપને પણ ગડદાપાટુનો માર મારી ઇજા પહોંચાડી છે. સામસામે બે કેસો નોંધાયા છે. હાલ પોલીસ આ બાબતને લઇને તપાસ ચલાવી રહી છે. હકીકતમાં પાડોશી એ આપણો બીજો ભાઈ મનાય છે. કારણ કે સુખ દુઃખના સમયમાં સૌથી પહેલાં પાડોશી જ બાજુમાં આવીને ઊભો રહેતો હોય છે..
પરંતુ બાય દુધાળા ગામના આ કેસમાં પાડોશી એ બાજુમાં રહેતી મહિલા પર ખરાબ નજર રાખી છે. અને તેની સાથે ન કરવાના કામો કર્યા છે જેના કારણે મામલો પડ્યો છે. આ ગામના વિશાલ ગોહિલ નામના પાડોશીએ પાડોશીધર્મને શરમમાં મુક્યો છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]