Breaking News

પડોશમાં રસોઈ બનાવવા આવતો રસોઈયાએ 6 વર્ષની બાળકી સાથે કર્યા એવા કામ કે માં-બાપને ખબર પડતા જ ટાંટીયા થરથર ધ્રુજી ગયા..!

અત્યારના ઓછા સમયમાં વધારે પૈસા કમાવવાના આ યુગમાં અજાણ્યા વ્યક્તિ ઉપર વિશ્વાસ મૂકવો ખૂબ જ મુશ્કેલ બની ગયો છે. આ સાથે સાથે કેટલાક વ્યક્તિઓ છેતરપિંડી કરવા માટે જે તે વ્યક્તિના સંપર્કમાં આવે છે. ત્યારબાદ માત્ર બે જ અઠવાડિયાની અંદર અંદર તેમનું ફૂલેકું ફેરવીને જતા રહે છે અને વ્યક્તિને ખબર પણ પડતી નથી..

આવા ઘણા બધા લોકો અત્યારે ખુલ્લેઆમ ઘૂમી રહ્યા છે. જે પરિવારમાં સભ્યો ખૂબ જ વ્યસ્ત રહેતા હોય તેમ જ મિટિંગ અને પૈસા કમાવાની રેસમાં ખૂબ જ દોડતા હોય તેવા ઘરમાં જોઈએ તેવું મેનેજમેન્ટ જોવા મળતું નથી. કારણ કે ઘરના સભ્યો જુદા જુદા કામમાં વ્યસ્ત રહે છે. તો ઘર સંભાળવાનું કામકાજ સફાઈ કર્મીઓ, રસોઈ બનાવનાર રસોઈયાવો ઉપરાંત અન્ય ચીજ વસ્તુઓ માટે કામ કરતા નોકર ચાકર સંભાળતા હોય છે..

અત્યારે એક રસોયાની કાળી કરતુતો સામે આવી છે. જેને લઇ સમગ્ર સોસાયટી વિસ્તારમાં ચકચાર મચી જવા પામ્યો છે. આ મામલો વડોદરાના માંજલપુર વિસ્તારમાં રહેતા એક પરિવારનો છે. અહીં મૂળ રાજસ્થાનનો એક યુવક અટલાદરા વિસ્તારમાં આવેલી નારાયણ વાડીની પાછળના ભાગે રહેતો હતો..

તે છેલ્લા કેટલાક સમયથી રસોયા તરીકે કામકાજ કરતો હતો. માંજલપુર વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં તે રસોઈનું કામકાજ કરવા માટે જતો હતો. તે જે ઘરમાં રસોઈનું કામકાજ કરતો તેની પદોશમાં જ રમેશભાઈ નામના વ્યક્તિ રહેતા, આ રસોઇઓનું નામ વિકેશ લતારામ હોવાનું સામે આવ્યુ છે.

જેની ઉંમર 18 વર્ષની છે. તે લાંબા સમયથી રસોઈ બનાવતો હતો. પરંતુ તે રસોઈ બનાવવા જતો ત્યાં પડોશમાં રહેતી છ વર્ષની દીકરી ઉપરથી નજર બગાડી બેઠો હતો. પડોસમાં રહેતા રમેશભાઈની છ વરસની દીકરી સોસાયટીમાં રમતી હતી. ત્યારે વિકેશ નામનો આ રસોઈયો પણ ત્યાં હાજર હતો.

તેણે આ બાળકીને પોતાની પાસે બોલાવી અને કોઈ વાતમાં ફોસલાવીને તેને ઘરમાં અંદર લઈ ગયો હતો અને ત્યારબાદ તેની સાથે ન કરવાની કરતુતો કરી હતી. અંદાજે થોડાક સમય પછી આ દીકરી ઘરની અંદરથી બહાર ખૂબ જ જોર જોરથી રડતા આવી હતી. જ્યારે દીકરી બહાર આવી ત્યારે સોસાયટીની અંદર ઘણા બધા પુરુષો ત્યાં બેઠા હતા..

જેમાં દીકરીના પિતા રમેશભાઈ પણ હાજર હતા. તેને પોતાની દીકરીને રડતી હાલતમાં જોઈ પૂછ્યું હતું કે તેની સાથે શું થયું છે..? અને તે શા માટે રડી રહી છે..? ત્યારે તેમની છ વર્ષની દીકરીએ પોતાની સાથે થયેલી આપવીતી પોતાના પિતાને જણાવી હતી. બસ આ શબ્દો સાંભળતા જ તેમના પગના તળિયા નીચેથી જમીન ખસકી ગઈ હતી.

તેમના પડોશમાં રસોઈ કરવા માટે આવતો વિકેશ નામના યુવક તેમની છ વર્ષની દીકરી સાથે અડપલા કરી બેસ્યો હતો. કોઈપણ વ્યક્તિએ વિચાર્યું પણ નહીં હોય કે આ યુવક માત્ર છ વર્ષની દીકરી સાથે પણ આવી હરકતો કરી શકે છે, જ્યારે તેને જાણકારી મળી કે હવે તેનો વારો આવી પડ્યો છે ત્યારે વિકેશ ત્યાંથી ભાગી ગયો હતો..

રમેશભાઈ ફટાફટ માંજલપુર પોલીસ સ્ટેશનને હાજર થયા અને આ બાબતની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે પોક્સો એકટ હેઠળની કલમો નાખી કાર્યવાહી શરૂ કરી છે અને ગણતરીની કલાકોમાં જ આ આરોપીને પકડી પાડવામાં આવ્યો હતો. આ આરોપીઓ રાજસ્થાનનો છે. અને તે આટલાદરા વિસ્તારમાં રહી રસોઇનું કામકાજ કરતો હતો.

નાની ઉંમરની બાળકીઓ ખુબ અણસમજુ હોય છે અને તે ખૂબ જ જલ્દીથી જે તે વ્યક્તિના વિશ્વાસમાં આવી જતી હોય તેવી દીકરીઓને કેટલાક નરાધમ લોકો પોતાની જાળમાં ફસાવીને તેમની સાથે ન કરવાની હરકતો કરી રહ્યા છે. આવા લોકોને બરાબરનો મેથીપાક ચખાડવા જોઈએ અને ખૂબ જ કડક સજા આપવી જોઈએ..

જેથી કરી તે ફરી ક્યારેય અન્ય વ્યક્તિઓ સાથે આવી હરકતો ન કરે, આ ઉપરાંત તમામ નરાધમોમાં પણ ભયંકર ભઈ બેસે આ બાબતને લઈ શહેરનું પોલીસચંદ્ર ખૂબ જ સતર્ક છે. છતાં પણ આવી ઘટનાઓ અવારનવાર સામે આવી રહી છે. જે દરેક લોકો માટે ખુબ જ ચોંકાવનારી બાબત છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *