Breaking News

પડોસણે ઘર સામે રમતા 6 વર્ષના દીકરાને પથ્થર મારી છુંદી નાખી આખો દિવસ તેની પાસે બેઠી રહી, હકીકત જાણીને પોલીસ પણ ચક્કર ખાઈ ગઈ..!

નાની અમથી બાબતમાં જ કોઈ વ્યક્તિનો જીવ લઈ લેવો એ ખૂબ જ ખરાબ બાબત છે. આવા કામ માટે આખી જિંદગી પણ બરબાદ થઈ જતી હોય છે. તો અમુક વખત જેલના સળિયા પાછળ આખી જિંદગી કાઢવાનો વારો પણ આવતો હોય છે. અત્યારે આવી જ એક પરિસ્થિતિ ભોગવવાનો વારો ઉત્તર પ્રદેશના લલિતપુરના દાવની ગામડાના એક પતિ પત્નીની આવી છે..

દાવની ગામમાં જગતસિંહ રાજપૂત પોતાના પરિવારજનો સાથે રહે છે. તેમનો છ વર્ષનો દીકરો અંશ છેલ્લા બે દિવસથી ગાયબ હતો. તેને છેલ્લે તેની માતાએ પોતાના ઘર આંગણે રમતા જોયો હતો. પરંતુ ત્યારબાદથી તે ગાયબ થઈ જતા પરિવારજનો તેની શોધખોળ શરૂ કરી પરંતુ ક્યાંયથી અંશનો અતો પતો ન મળતા..

અંતે પરિવારજનોએ તેની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. પોલીસે પણ તપાસ શરૂ કરી હતી. આ તપાસની આધારે જોયું તો જગતસિંહ રાજપૂતના પડોશમાં રહેતી ગુડ્ડુ દેવી અને તુલસી રાજપુત નામના પતિ પત્ની ખૂબ જ ડરેલા હતા. તેઓને અંશ વિશે જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે બંને એકબીજાને સામે જોઈને ખૂબ જ ગભરાઈ ગયા હતા..

આ જોતાની સાથે જ પોલીસ સમજી ગઈ હતી કે, આ બંને વ્યક્તિઓ તેમનાથી કંઈક છુપાવી રહ્યા છે. એટલા માટે તેમની કડક પૂછતા શરૂ કરવામાં આવી હતી. એવામાં પોલીસે ગુડુ દેવીની સાડી ઉપર લોહીના ડાઘ પણ જોઈ લીધા હતા. આ જોતા જ તેઓ સમજી ગયા કે નક્કી આ બંને વ્યક્તિ પાસેથી જ અંશનો અતો પતો મળશે..

એટલા માટે તેઓએ બંનેને એકાંતમાં બોલાવ્યા અને ત્યાં બરાબરની કસ્ટડી લીધી હતી. જેમાં મહિલાએ ભાંગી પડીને જે વાક્યો જણાવ્યા છે તે જાણતાની સાથે જ પોલીસ પણ ચક્કર ખાઈ ગઈ હતી. અને ચોંકી ઉઠી કે આખરે સાવ નાની અમથી બાબતને લઈને કોઈ વ્યક્તિ કેવી રીતે નાના બાળકનો જીવ લઈ લે..

આખરે આ મહિલાનો જીવ કેવી રીતે ચાલ્યો હશે કે, તેણે આ બાળકને મોતને ઘાટ ઉતારી દીધો છે. મહિલાએ જણાવ્યું હતું કે, બપોરના સમયે અંશ તેમના ઘર આંગણા પાસે રમી રહ્યો હતો. તે નાના નાના પથ્થરોને જોર જોરથી ફેકતો હતો. એવામાં એક પથ્થર ગુડુ દેવીને વાગી ગયો હતો..

એટલા માટે તેણે અંશને પોતાની પાસે બોલાવ્યો અને તેને પણ સામે એક પથ્થર મારી દીધો. આ પથ્થર ખૂબ જ ધારદાર હોવાને કારણે અંશ ઘટના સ્થળે જ પડી ગયો હતો. અને ત્યાં તે બેહોશ થઈ ગયો. બેહોશ ની હાલતમાં આ વ્યક્તિને જોતા તેને ડર લાગી ગયો. અને તેણે વિચાર્યું કે, જો અંશના માતા-પિતાને જાણ થશે કે મેં અંશને પથ્થર મારીને બેહોશ કરી દીધો છે..

તો તેઓ મારા ઉપર ચડી બેસશે, આ સાથે સાથે મારી ખૂબ જ બદનામી થશે. એટલા માટે તેણે અંશને અંદર રૂમમાં લઈ ગઈ અને ત્યાં વારાફરતી પથ્થરના વપરા છાપરી ઘા કરીને તેને છુંદી નાખ્યો હતો. જ્યાં સુધી તેનો જીવનો ગયો ત્યાં સુધી તેને મારતી રહી અને જ્યારે અંશનો જીવ ગયો ત્યારે આ મહિલા તેના પતિ તુલસી રાજપૂત સાથે મળીને ગામમાં રહેતા રામ સેવક નામના વ્યક્તિના બટાકાના ખેતરમાં જઈને દાટી દીધો હતો..

જેથી કરી કોઈ વ્યક્તિને ખબર ન પડે પરંતુ આ મહિલાએ અંશનો જીવ તો લઈ લીધો અને જીવ લીધા બાદ તેને પસ્તાવો થવા લાગ્યો જ્યાં તેણે અંશને દાટ્યો હતો ત્યાં જ તે આખો દિવસ બેઠી રહી અને વિચારવા લાગી કે આ તેનાથી ખૂબ જ મોટી ભૂલ થઈ ગઈ છે. પરંતુ હવે પછતાવાથી શું ફાયદો કે..

જ્યારે તેણે અંશનો જીવ લીધો ત્યારે એકવાર પણ તેનો હાથ અંચકાયો હતો નહીં. પોલીસે મહિલાના નિવેદનના આધારે આ બંને પતિ પત્ની અને ધરપકડ કરી લીધી હતી. અને તેમની કડક પૂછતા જ કર્યા બાદ તેમની સામે કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. બિચારા માં-બાપને આજે તેમના લાડકા દીકરાને ખોવાનો વારો આવ્યો છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

રોજની માથાકૂટોથી કંટાળી ગયેલી 4 બાળકોની માતાએ ફિનાઈલના ટીકડા પીઈને આપઘાત કરી લેતા રોક્કળ મચી ગઈ, પરિવાર દોડતો થઈ ગયો..!

આજકાલ આપઘાતના બનાવવામાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. લોકો પોતાના અંગત કારણો અને જીવનમા …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *