પાઉડર વેચવા આવેલા 2 સેલ્સમેન ઘરમાં ઘુસીને મહિલાને ભોળવી જતા આવ્યો આંખો ફાડીને રોવાનો વારો, મહિલાઓ ખાસ ચેતજો..!

અત્યારે જે તે ચીજ વસ્તુઓનું વેચાણ કરવા માટે સેલ્સમેન લોકોના ઘર સુધી જાય છે. અને જુદી જુદી જાહેરાતો કરીને જે તે ચીજ વસ્તુઓને વેચવાની કોશિશ કરે છે. પરંતુ સવારે પડતા ની સાથે જ ઘરના પુરુષો નોકરી ધંધા માટે ઘરની બહાર જતા હોય છે. જ્યારે ઘરે એકલી મહિલાઓ ઘરકામ કરતી હોય છે..

એવા વખતે આ સેલ્સમેનો ઘરના દરવાજા આવી પહોંચે છે. અને ચીજ વસ્તુને ખરીદવા પર સારી સારી વાતચીતો પણ કહેવા લાગતા હોય છે. પરંતુ અત્યારે દરવાજે ઉભેલા આ સેલ્સમેનની કાળી કરતુતોનો ભાંડો ફૂટી ગયો છે. દરેક સેલ્સમેન પોતાના મનમાં આવી ખરાબ નીતિઓ રાખતા નથી..

પરંતુ અમુક લોકો સેલ્સમેનના કપડા પહેરીને ડુબલીકેટ સેલ્સમેંટ બની જતા હોય છે. અને એકલી રહેતી મહિલાઓના ઘરમાં ઘૂસી ન કરવાની ચીજ વસ્તુ કરી બેસ્યા છે. અત્યારે એક ઇલેક્ટ્રિક એન્જિનિયરના ઘરમાં ઘૂસીને બે સેલ્સમેનોએ ઇલેક્ટ્રીક એન્જિનિયર રંજન સિંહા ની પત્ની પ્રિયંકાની સાથે છેતરપિંડી કરી નાખી છે..

તેઓ પટનાના ભુતનાથ રોડ ઉપર આવેલી સેન્ટ્રલ બેન્ક કોલોનીમાં રહેતા હતા. પ્રિયંકા સિન્હાના પતિ રંજન સિંહા ઇલેક્ટ્રિક એન્જિનિયર તરીકેની ફરજ બજાવતો હતો. જ્યારે પ્રિયંકા કામ કરીને જીવન જીવતી હતી. એક દિવસ બપોરના સમયે તેમના ઘરે બે સેલ્સમેનો આવ્યા હતા. અને તેઓ ખૂબ જ સારો પાવડર વેચી રહ્યા હોય તેવું જણાવવા લાગ્યા હતા..

તેઓએ કહ્યું કે, આ પાવડરથી ચીજ વસ્તુઓ સાફ કરવાથી એક ચમક આવી બસે છે. જો તમને વિશ્વાસ ન હોય તો તમે તમારા સોના ચાંદીના દાગીનાઓ આ પાવડર વડે સાફ કરીને ટ્રાય કરી શકો છો. પ્રિયંકા સિંહાને કશું જ વિચાર્યું નહીં અને આ બંને સેલ્સમેનોને પોતાના ઘરમાં આવવા દીધા હતા.

પ્રિયંકા પોતાના કબાટમાંથી પોતાના સોના ચાંદીના દાગીના લઈને આવી ત્યારબાદ સેલ્સમેન સોના ચાંદીના દાગી અને તેમની પાસે રહેલા પાવડર વડે સાફ કરીને તેમને દેખાડવા લાગ્યા હતા. આ ઉપરાંત બંને સેલ્સમેનોએ એ વખતે જ પ્રિયંકા પાસેથી પીવા માટે પાણી માંગ્યું હતું. પ્રિયંકા જેવી પાણી ભરવા માટે રસોડામાં ગઈ કે, આ બંને સેલ્સમેન સોના ચાંદીના દાગીના લઈને ત્યાંથી ભાગવા લાગ્યા હતા.

જ્યારે પ્રિયંકા પાણી ભરીને પરત આવી ત્યારે જોયું તો બંને સેલ્સમેન ગાયબ હતા. સાથે સાથે તેના સોના ચાંદીના કીમતી દાગીના પણ ગાયબ હતા. તે તાત્કાલિક તેમની પાછળ પાછળ દોડી પરંતુ આ બંને વ્યક્તિ એટલી બધી ઝડપથી ભાગવા લાગે કે, તેને પકડી શકવામાં મુશ્કેલી જ નહીં પરંતુ સમાન હતું.

પ્રિયંકાએ જોર જોરથી બુમાબુમ કરી નાખી પરંતુ બપોરનો સમય હોવાથી તેની મદદથી કોઈ પણ વ્યક્તિ આવ્યું નહીં. તેણે તાત્કાલિક પોતાના પતિને ફોન કરીને આ ઘટનાની જાણકારી આપી હતી. તેમના ઘરમાં લાગેલા સીસીટીવી કેમેરામાં આ બંને વ્યક્તિની કાળી કરતો તો કે થઈ ગઈ હતી તાત્કાલિક ધોરણે રંજન સિંહા તેમના ઘરે આવ્યા..

અને આ સીસીટીવી ફૂટેજને પોલીસને સોંપીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. એને જણાવી કે તેમના ઘરે આવેલા બે લોકો સેલ્સમેન બનીને ખૂબ જ મોટી છેતરપિંડી કરીને જતા રહ્યા છે. પોલીસે પણ સીસીટીવી કેમેરાની મદદથી આ તપાસની હાથ ધરી છે. જ્યારે સોસાયટીના રહીશોને આ ઘટનાની જાણકારી મળી ત્યારે તેઓ વિચારવા મજબૂર બન્યા હતા…

તેઓએ પણ ઘરની મહિલાઓને ચેતવી દીધી હતી કે, ક્યારેય પણ આવા અજાણ્ય વ્યક્તિઓને ઘરમાં આવવા દેવા જોઈએ નહીં. આ ઉપરાંત જે કોઈપણ વાત વિવાદ હોય તે ઘરના દરવાજાની બહાર જ રાખવો જોઈએ. કોઈપણ વ્યક્તિને ઘરમાં અંદર પ્રવેશ દેવાથી કોઈક વખત માઠો અનુભવ પણ સહન કરવો પડે છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

Leave a Comment