Breaking News

પાણીની ડંકી ચલાવતા પાણીને બદલે નીકળી એવી વસ્તુઓ કે જોતાની સાથે જ પોલીસ ચક્કર ખાઈ ગઈ, દુર-દુર સુધી હડકંપ મચી ગયો..!

પોલીસની નજર કાળા કારનામા કરનાર વ્યક્તિ ઉપર હંમેશા રહે છે. અને મોકો મળતાની સાથે જ તેઓને દબોચી પણ લેવામાં આવતા હોય છે. મધ્યપ્રદેશના ગુના વિસ્તારમાં ફરી એકવાર પોલીસે દરોડા પાડીને એવી ચીજ વસ્તુઓ પકડી પાડી છે. જેને જોતાની સાથે જ ત્યાં આસપાસના બે ગામડાના લોકો ભાગ દોડ મચાવા લાગ્યા હતા..

ગુના વિસ્તારના ચાંચોડા અને રાઠોડગઢ નામના બે ગામો આવેલા છે. આ બંને ગામોમાં લોકો ખેતીવાડી કરીને પૈસા કમાઈ જીવન ગુજારવાને બદલે આ જમીનમાં એવી ચીજ વસ્તુઓ સંતાડીને રાખતા અને તેનો ગેરકાયદેસર વેપાર કરતા હતા કે, તેની પોલ આજે ખુલ્લી પડી ગઈ છે..

અને હવે તેમની સામે કાયદેસરની કાર્યવાહી પણ થવા લાગી છે. પોલીસને જ્યારે ચાંચોડા અને રાઠોડ ઘટના મોટાભાગના ખેતરોમાં દરોડા પાડ્યા હતા. ત્યારે દરેક ખેતરોમાંથી જમીનની અંદર હજારો લિટર કાચો દારૂ મળી આવ્યો હતો. તેઓ જમીનમાં સાતે ફૂટ જેટલા ઊંડા ખાડાઓમાં ટાંકી બનાવતા હતા..

અને આ ટાંકીની અંદર તેઓ કાચોદારોનો માલ સામાન સાચવતા અને ત્યારબાદ ટાંકી ઉપર માટી ટાંકી દેતા હતા. જેથી કરી અન્ય કોઈ વ્યક્તિઓને ખબર પડે નહીં અને આ દારૂને બહાર લાવવા માટે તેઓ હેન્ડપમ્પનો ઉપયોગ કરતા હતા. જ્યારે પોલીસે દરોડા પાડીને ખેતરમાં રહેલા હેન્ડ પંપ માંથી પાણી કાઢવાની કોશિશ કરી ત્યારે હેન્ડ પંપમાંથી પાણી નીકળવાના બદલે કાચો દારૂ નીકળ્યો હતો..

આ જોતાની સાથે જ પોલીસ પણ ચક્કર ખાઈ ગઈ કે, આખરે વ્યક્તિ હોય કેવું ભેજુ દોડાવ્યું છે કે, જેને પકડવા માટે જેવી તેવી તપાસ પણ કશું કામ કરી શકતી નથી. તેમને પકડવા માટે સ્પેશિયલ તપાસ ચલાવવામાં આવી હતી. પરંતુ જ્યારે પોલીસે દરોડા પાડયા ત્યારે આ બંને ગામના મોટાભાગના વ્યક્તિઓ ભાગમ દોડ મચાવીને ત્યાંથી ભાગી ગયા હતા…

પોલીસે કુલ આઠ આરોપીઓની ઓળખ કરી લીધી છે. પોલીસ સ્ટેશનમાં કેસ પણ નોંધવામાં આવ્યા છે. પોલીસનું જણાવવું છે કે, ચાંચોડા ગામના મોટાભાગના પરિવારો અન્ય કોઈ કામ ધંધો કરવાને બદલે કાચો દારુ બનાવવાનું કામકાજ કરે છે. આ ઉપરાંત રાઠોડગઢ ગામના પણ લોકો મોટી માત્રામાં આ જ ધંધા સાથે સંકળાયેલા છે..

આ બંને ગામો જંગલના અંતરિયાળ વિસ્તારમાં આવેલા હોવાથી તેઓ કાળા કારનામાવો કરતા હતા અને છેલ્લા કેટલાક સમયથી કરતા આવતા હતા. જ્યારે ખેતરમાં તલાશી લેવામાં આવી ત્યારે અંદરથી દારૂના ડ્રમ પણ મળી આવ્યા હતા. અને તેમજ અહીં જુપડા જેવા મકાનો બાંધવામાં આવ્યા..

અને તેમની બાજુમાં પાણીની એક ટાંકી પણ રાખવામાં આવતી હતી. દરેક ઘરની બાજુમાં એક એક પાણીની ટાંકી હતી. પરંતુ આ પાણીની ટાંકીમાંથી પાણી આવવાને બદલે કાચો દારૂ બહાર નીકળતો હતો. તેમની વધુ પૂછપરછ કરતા જણાયું છે કે, તેઓ આ પાણીના હેન્ડ પંપની મદદથી જમીનમાં દાટેલા ટાંકીમાંથી દારૂને બહાર કાઢતા હતા.

અને નાની બેગમાં ભરીને એક નાના બેગની કિંમત ₹40 લેખે વહેંચતા હતા. આ ઉપરાંત તેમની પાસેથી પાંચ પાંચ લીટરના ડબ્બામાં પણ દારૂ વેચાતો હતો. પોલીસનું જણાવવું છે કે, તેઓ એક વર્ષમાં આ ગામની અંદર ચારથી પાંચ વખત કાર્યવાહી કરી છે. તેમજ વારંવાર દરોડા પાડતા રહે છે..

છતાં પણ આરોપીઓ સુધારવાનું નામ લેતા નથી. અને તેઓને અંગત માહિતી મળી જવાને કારણે તેઓ ફરાર થઈ જાય છે. અને એકપણ આરોપી પોલીસને પકડમાં પકડાતો નથી, જ્યારે પણ પોલીસ દરોડા પાડે છે, ત્યારે આ તમામ સાધનોનો નષ્ટ કરી દે છે. પરંતુ થોડા જ મહિનાની અંદર આ બુટલેગરો ફરી એક વખત આ તમામ સેટઅપ ઊભું કરીને ફરી પાછો ધંધો કરવા લાગે છે. આ રીઢાં ગુનેગારોને પકડવા માટે હવે એડી ચોટીનું બળ લગાવવું પડશે તેવું લાગી રહ્યું છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

ઘર પાછળના વાડામાં કામ કરતી દીકરાની વહુને જોઈને નરાધમ સસરાએ દાનત બગાડી કરી નાખ્યું એવું કે પરિવાર બદનામ થઈ ગયો, જાણો..!

દરેક વ્યક્તિમાં સારી સમજણ હોય તો ક્યારે પણ કોઈ વ્યક્તિ મોટી મુશ્કેલીઓનો ભોગ બનતો નથી, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *