આજકાલ લગ્ન સમારોહમાં પ્રિ વેડિંગ ફોટોશૂટ ચલણ ખૂબ જ ચાલી રહ્યું છે. યુવક યુવતીઓમાં ફોટોગ્રાફીનો ક્રેઝ કંઈક અલગ જ પ્રકારનો દેખાઈ રહ્યો છે. લગ્ન પહેલા તેઓ પ્રિવેડિંગ ફોટોશૂટ કરવા માટે ખૂબ સારી અને આકર્ષિત જગ્યા ઉપર જતા હોય છે. જુદા જુદા કપડાંમાં જુદા જુદા રંગીન અંદાજમાં ફોટોશૂટ કરાવે છે..
આ ફોટોશૂટના ફોટા તેઓ જિંદગીભર યાદ રાખતા હોય છે. પરંતુ હાલ આ પ્રકારનો જ એક પ્રી વેડિંગ ફોટોશૂટ કરાવવા માટે એક કપલ પાણીના વહેણ વચ્ચે ગયું હતું. જેની યાદ તેઓને આખી જિંદગી ભુલાશે નહીં. કારણ કે તેઓ સાથે જે બન્યું છે તે જોઈને એક બાજુ લોકો હસી રહ્યા છે. તો એક બાજુ લોકો ભગવાનનો આભાર માની રહ્યા છે કે તેમનો જીવ બચી ગયો છે.
ઘણી બધી જગ્યાઓ એવી હોઈ છે કે જ્યાં જવું જીવને જોખમમાં મુકવા બરાબર હોય છે. છતાં પણ લોકો પોતાના જીવને જોખમમાં નાખીને તેવી જગ્યા પર ફોટા પાડવા માટે જતા હોય છે. ચિત્તોડગઢના રાવતભાટા પાસે ચુલિયા ધોધ આવેલો છે. ત્યાં ઘણા બધા લોકો ફરવા માટે આવતા હોય છે..
એક કપલ અહીં પ્રિવેડિંગ ફોટોશૂટ કરવા માટે આવ્યું હતું. આ કપલ રાજસ્થાનના કોટાથી આવ્યું હતું. આશિષ ગુપ્તા નામનો યુવક તેની થવા વાળી પત્નીને લઈને પ્રિ વેડિંગ ફોટોશૂટ કરાવવા માટે મિત્રો સાથે ફોટોગ્રાફરને લઈને આવ્યા હતા. તેઓ ચુલિયા ફોલ માં ફોટોગ્રાફી કરી રહ્યા હતા. એવામાં અચાનક જ ઉપરથી ખૂબ વધારે માત્રામાં પાણી ધસી આવ્યું હતું…
કહેવાય છે કે રાણા પ્રતાપ સાગર બંધમાં પાણી અચાનક છોડવામાં આવ્યું હતું. જેના કારણે તેઓ પાણીમાં વચોવચ એક પથ્થર પર ફસાઈ ગયા હતા. પાણી એટલો બધો ફોર્સ જોઈને ફોટોગ્રાફરે આ કપલને ફોટોગ્રાફી બંધ કરીને બહાર નીકળી આપવા માટે જણાવ્યું હતું. પરંતુ આશિષ ગુપ્તાએ તેની વાતને નકારી કાઢી હતી અને તેઓ ફોટો પાડવામાં વ્યસ્ત હતા..
પરંતુ ફોટોગ્રાફરે પોતાનો જીવ બચાવવા માટે એમ કેમ કૂદકો મારીને બહાર નીકળી આવ્યો હતો. કૂદકો મારતા ની સાથે તેનો કેમેરો પાણીમાં પડી ગયો હતો. પરંતુ તેણે વિચાર્યું કે કેમેરો તો બીજો મળી જશે પરંતુ જો જીવ જતો રહ્યો તો જીવ બીજી વખત મળશે નહીં. એમ વિચારીને તે કુદી ગયો હતો.
જ્યારે ફોટોગ્રાફી કરાવનાર યુવક-યુવતી પાણીના વહેણની વચ્ચોવચ્ચ એક પથ્થર પર ફસાઈ ગયા હતા. તેનો જીવ બચાવવા માટે એક વ્યક્તિની મદદ કાફી હતી નહીં. એટલા માટે કેમેરામેન દોડતા દોડતા આસપાસના વિસ્તારોમાં ગયો હતો અને તેને બચાવવા માટે લોકોની મદદ માગી રહ્યો હતો..
તેમજ આ બાબતને લઇને પોલીસ ઇન્સ્પેક્ટરને પણ જાણ કરી દેવામાં આવી હતી. તેઓએ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને રાણા પ્રતાપ સાગર બંધ માંથી દરવાજા બંધ કરાવી દીધા હતા. જેથી કરીને વહેણમાં પાણી ઓછું થઇ ગયું હતું. જ્યારે પાણી સાવ ઓછું થઈ ગયું ત્યાર બાદ ડિફેન્સની ટીમો પાણીની અંદર ઉતરી હતી અને આ લોકોને હેમખેમ બહાર કાઢવામાં આવ્યા હતા..
ત્રણ કલાકની મહેનત બાદ તેઓને બહાર કાઢવામાં આવ્યા ત્યારે તેઓના ચહેરા ખુશખુશાલ દેખાતા હતા. હકીકતમાં ફોટોગ્રાફરની આ સુજ જો સમયસર આવી ન હોત તો આજે ફોટોગ્રાફી કરનાર યુવક યુવતીઓના જેવું ચાલ્યા ગયા હોત. જ્યારે આપણે કોઈપણ જગ્યાએ ફરવા જઇએ છીએ ત્યારે વારંવાર જોતા હોઈએ છીએ કે લોકોમાં ફોટોગ્રાફી નો ક્રેઝ દિવસેને દિવસે ખૂબ જ વધતો જાય છે..
ફરવાને બદલે લોકો ફોટા પાડવા માટે આટલા બધા વ્યસ્ત બની જતા હોય છે કે ઘણી વખત તો ઓચિંતા પોતાના જીવને જોખમમાં મુકી દેતા હોય છે. આ યુવતીના લગ્ન ૨૦ દિવસ બાદ થવાના હતા પરંતુ પોલીસે તેમની ધરપકડ કરી લીધી છે. કારણ કે તેઓએ પ્રતિબંધિત વિસ્તારમાં ઘુસવા નો પ્રયત્ન કર્યો છે. તેઓ જીવના જોખમ ભર્યા વિસ્તારમાં ઘૂસી ગયા હતા. અને ત્યાં ફોટોગ્રાફી કરાવતા હતા એવામાં બંનેની ધરપકડ કરી લેવામાં આવી છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]