અમુક વ્યક્તિઓ પોતાના જીવનથી કંટાળી જઈને અંતે આપઘાતનું પગલું ભરી લેતા હોય છે. કોઈપણ પરિવાર પોતાના વહાલસોયા સભ્યોને ખોવા બદલ ખૂબ જ દુઃખી હોય છે. રાજકોટના પ્રહલાદ નગરના એક પ્લોટમાં આ પ્રકારનો એક બનાવ બન્યો હતો. ઘણા બધા બનાવો ખૂબ જ ચોંકાવી દે તેવા હોય છે..
પ્રહલાદ નગર વિસ્તારમાં એક મકાનની અગાસી ઉપરથી ખૂબ જ દુર્ગંધ આવી રહી હતી. એટલા માટે સોસાયટીના રહીશોએ તાત્કાલિક એક મકાનની આસપાસ જઈને જાણવાનો પ્રયત્ન કર્યો હતો કે, અંતે આ દુર્ગંધ ક્યાંથી આવી રહી છે. અને શા માટે આવે છે. તેઓએ મકાનની અગાસી પર જઈને આ ટાંકા પાસે તપાસ શરૂ કરી હતી..
પાણીના ટાંકાને ઢાંકણું ખોલતાંની સાથે જ જે દ્રશ્ય જોયું તે જોઈને સૌ કોઈ ન હોશ છૂટી ગયા હતા કારણ કે પાણીના ટાંકા ની અંદર પાણીની અંદર ડૂબેલી એક વડીલની લાશ મળી આવી હતી. આ વડીલ એ વિસ્તારમાં રહેતા જ એક વ્યક્તિ હોવાનું જાણવા મળ્યું છે. તે છેલ્લા ઘણા વર્ષોથી ટેલર તરીકેનું કામ કરતા હતા..
તેઓ તેમની પત્ની સાથે સુખી લગ્નજીવન ગાળી રહ્યા હતા. પરંતુ તેમને સંતાનમાં કોઈ પુત્ર કે પુત્રી ન હોવાથી તેઓ હંમેશાં ચિંતિત રહેતા હતા અને ધીમે ધીમે તેઓ માનસિક બીમારીમાં પણ ધકેલાઈ ગયા હતા. એક દિવસ તેઓ તેમની પત્ની સાથે રાત્રે એક વાગ્યા સુધી સૂતા હતા .પરંતુ અચાનક જ તેમની પત્નીની ઊંઘ ઊડી જતા. તેઓએ જોયું તો પથારીમાંથી તેમના પતિ ક્યાંક જતા રહ્યા હતા..
હકીકતમાં આ મહિનાના પતિ અગાસી પર જઈને પાણીના ટાંકામાં કૂદી આપઘાત કરી લીધો હતો. પ્રાથમિક તપાસમાં પોલીસને જાણ મળી છે કે તેઓએ આ પગલું બીમારીના કારણે ભર્યું છે. પરંતુ આ આત્મહત્યાને લઈને પોલીસને ઘણી બધી શંકાઓ થવા લાગી છે. એટલે કે આગળની તપાસ શરૂ.
રોજ રોજ આવા બનાવવામાં ખૂબ જ વધારો થઈ રહ્યો છે. રાજકોટમાં જ જીવરાજ પાર્ક સોસાયટી પાસે એક મકાન બંધાઈ રહેલું હતું. જેના ત્રીજા માળેથી એક મજૂર કામ કરતી વેળાએ નીચે પટકાયો હતો જ્યારે અન્ય મજૂરોને જાણ થઈ કે તેમની સાથે કામ કરતો એક મજૂર ત્રીજા મળેથી ઓચિંતા જ નીચે પટકાયો છે. ત્યારે તેઓ તેમને હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા..
પરંતુ તેને ડોક્ટરની સારવાર મળે એ પહેલા તેને જીવ ગુમાવી દીધો હતો. આ પ્રકારના અનેક કિસ્સાઓ છેલ્લા બે થી ત્રણ દિવસની અંદર અંદર રાજકોટ શહેરમાંથી નોંધાયા છે. જેમાં એક મહિલાએ તેના પતિ સાથે ખૂબ જ વધારે પડતી માથાકૂટ કરી હતી. આ મહિલાની ઉંમર 35 વર્ષની છે. આ માથાકૂટમાં જ અંતે તેઓ એસિડ પીને આઘાત કરી લીધો હતો. આ મહિલા ઉત્તર પ્રદેશની વતની હતી. અને તેને ત્રણ સંતાનો છે. માતાનું મૃત્યુ થવાથી ત્રણેય ત્રણ સંતાનો માતાની છત્ર છાયા ગુમાવી છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]