Breaking News

પાણીમાં પ્લાસ્ટિકનું પીપ તરતું હતું, નજીક લાવીને જોતા જ મળ્યું એવું કે ગામજનોના ડોળા ફાટી ગયા, પોલીસના ડબા થયા દોડતા..!

જ્યારે કોઈ વ્યક્તિ પોતાની નજર સામે ખૂબ જ ચોંકાવનારા દ્રશ્યો જુએ ત્યારે તેઓ ખૂબ જ હચમચી જતા હોય છે. અને એક થી બે અઠવાડિયા સુધી તેઓને આ દ્રશ્ય સિવાય બીજા કોઈપણ વિચારો પણ આવતા નથી. કારણ કે માણસનું મન તેઓએ જે જોયું હોય તેના પર જ વિચાર કરવા મજબૂર કરી દેતું હોય છે..

જે ઘરમાં કોઈ વ્યક્તિનું મૃત્યુ થયું હોય તે ઘરમાં પણ કંઈક આવી જ પરિસ્થિતિઓ ઉત્પન્ન થતી હોય છે. હાલ ઉત્તર ગુજરાતના મહેસાણાના કડી પાસે આવેલા લક્ષ્મીપુરા ગામમાં વસતા લોકો સાથે પણ આવો જ એક બનાવો બન્યો છે. આ ગામની નજીકથી તળાવ સરોવરનું પાણી પસાર થાય છે..

કડીના ઓઘડનાથ મહાદેવ મંદિરની નજીક લક્ષ્મીપુરા થી બલાસણ તરફ જતા રસ્તાની વચ્ચે આ સરોવર આવેલું છે. આ રોડ ઉપરથી લક્ષ્મીપુરાનો એક યુવક પસાર થઈ રહ્યો હતો. ચાલતા ચાલતા તે જતો હતો. એવામાં તેણે સરોવરમાં નજર નાખી તો પ્લાસ્ટિકનું એક પીપ પાણીમાં તરી રહ્યો હતો. તેમજ પીપમાંથી કંઈક બહાર લબડતું હોય તેવું દેખાઈ રહ્યો હતો..

આ વિચિત્ર દ્રશ્ય જોતા જ તે સરોવર પાસે ગયો અને આ પીપ ને પોતાની નજીક લાવવાનો પ્રયત્ન કર્યો હતો. જ્યારે પીપને કાંઠે લઈ આવ્યો અને તેની અંદર નજર નાખીને જોવાની કોશિશ કરી તો તેના હોશ ઉડી ગયા હતા. તે તાત્કાલિક પોતાના ગામે ગયો અને ગામના મોટા મોટા આગેવાનો સહિત તમામ લોકોને આ ઘટનાની જાણ કરી ગામના લોકો તાત્કાલિક આ સરોવરે પહોંચી ગયા..

અને આ દ્રશ્ય જોવા લાગ્યા હતા. જોત જોતામાં તો વાત આજુબાજુના ગામડામાં પણ પહોંચી ગયા અને લોકોના ટોળેટોળા દ્રશ્ય જોવા માટે એકઠા થઈ ગયા હતા. એવામાં કડી પોલીસ પણ દોડતી થઈ આ સરોવર કાંઠે પહોંચી આવી હતી. સ્થાનિક લોકોની મદદથી પોલીસે આ પીપને પાણીથી બહાર કાઢવામાં આવ્યું હતું. બહાર કાઢીને જોયો તો આ પીપની અંદરથી એક લાશ મળી આવી હતી..

જેમાં કમર સુધીનો ભાગ પીપની અંદર પુરેલો હતો. જ્યારે કમરથી ઉપરનો ભાગ નીચેની બાજુએ લબડતો હતો. આ લાશ કોઈ પુરુષની હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. પોલીસે તાત્કાલિકને સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે. આ લાશ કોની છે તેમજ તેને કેવી રીતે મારવામાં આવ્યો છે. આ ઉપરાંત પાણીના પીપમાં આ લાશને કોણે તરતી કરી આ સરોવરમાં ફેંકી છે..

આ તમામ પ્રશ્નોના જવાબ મેળવવા માટે પોલીસ મથામણ કરી રહી છે તેમ જ કાર્યવાહી પણ ચલાવી રહી છે. આગળ પણ સતલાસણના એક તળાવમાં એક મહિલાની લાશ તરફથી મળી હતી. જે ગામના એક ખેડૂતે જોઈ હતી. ત્યારબાદ તેઓએ આ વાત ગામના અન્ય વ્યક્તિઓને કરતા પણ તેઓના હોશ ઉડી ગયા હતા..

અને તેઓ તાત્કાલિક તળાવ કાંઠે પહોંચી ગયા હતા. એ કેસને પણ પોલીસે માત્ર બે દિવસની અંદર અંદર જ ઉકેલી નાખ્યો હતો. તેમજ હત્યારા અને પણ પકડી પાડવામાં આવ્યો હતો. આવા બનાવ બન્યા બાદ ગામમાં એકાએક અરેરાટીનો માહોલ સર્જાઈ જતો હોઈ છે, તો કેટલાય લોકો વિચારવા પર મજબુર બની જતા હોઇ છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

રીસામણે પિયરમાં આવેલી કોન્સ્ટેબલની પત્નીને દિયર તેડી ગયો, અધવચ્ચે આવતી ટ્રેન નીચે ધક્કો મારી દેતા મહિલાનો છૂંદો બોલી ગયો..! અને પછી તો..

પતિ અને પત્ની વચ્ચે નાની નાની બાબતોમાં થતી મગજમારીઓ કોઈ વખત એવું મોટું સ્વરૂપ ધારણ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *