પાકને પાણી પાવા ગયેલા ખેડૂતે ખેતરમાં જોઈ લીધું એવું કે ઉભી પૂછડીયે ભાગવું પડ્યું, ગામલોકોના તો જોઈને ડોળા બહાર આવી ગયા.. જાણો..!

ખેડૂતો રોજબરોજ ખેતીના કામ માટે ખેતરે જતા હોય છે. તેઓ દરેક મુશ્કેલીઓનો સામનો કરીને ખેતી કામકાજ કરતા હોય છે. કેટલીક વખત ઝેરી જીવજંતુઓ તો કેટલીક વખત ટાઢ તડકો અને વરસાદ પણ સહન કરવો પડે છે. ઉત્તર પ્રદેશના બલિયાના ભીમપુર વિસ્તાર પાસે આવેલા ગોપાલપુર ગામમાં એક ખેડૂત પોતાના ખેતરે પાકને પાણી પાવા માટે ગયા હતા..

તેઓ રોજની જેમ સવારે ખેતરે જતા હતા. એક દિવસ તેઓ ખેતરે ગયા અને એવું દ્રશ્ય જોઈ લીધું કે, ઉભી પૂછડિયે ભાગતા ભાગતા પાછા ઘરે આવી ગયા હતા. તેઓએ ઘરે આવીને તેમની પત્ની અને તેમના દીકરાને જણાવ્યું કે, આપણા ખેતરમાં કોઈ વ્યક્તિની લાશ પડી છે. જે ખૂબ જ દુર્ગંધ મારે છે..

આ સાંભળતા જ સમગ્ર પરિવાર ખેતર પાસે દોડી ગયો હતો. અને ત્યાં જઈને તપાસ કરતા જણાયુ કે, ખેતરમાં કામ કરનાર મજુર રામભાઈ ચૌહાણ કે જેની ઉંમર 50 વર્ષની છે. તેઓ મૃત હાલતમાં પડ્યા હતા. તેના ખભા અને હાથ ઉપર ખૂબ જ ઊંડા ઘા ના નિશાન પણ મળી આવ્યા હતા..

આ ઘટનાની જાણકારી ખેતરના માલિકે તાત્કાલિક રામભાઈની પત્ની લાલસા બહેનને આપી હતી. લાલસાબેન ત્યાં આવી પહોંચ્યા આ ઉપરાંત પોલીસને પણ આ ઘટનાની જાણકારી આપતા પોલીસ પણ તપાસ કરવા માટે ઘટના સ્થળે પહોંચી ગયા હતા. તેઓએ આ મૃતદેહ નો કબજો લઈને તેને પોસ્ટમોર્ટમ માટે જિલ્લાની હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યો છે..

લાલસા બહેનનું કહેવું છે કે, તેઓ રાત્રે 11 વાગ્યે ઘરેથી ખેતરે ગયા હતા. પરંતુ આખી રાત દરમિયાન તેઓ ઘરે પરત આવ્યા નહીં. તેઓ વિચાર્યું કે તેઓ ખેતરે જ સૂઈ ગયા હશે. કારણ કે રામભાઈ ઘણી વખત ખેતરે જમીને સુઈ જતા હતા. વહેલી સવારે પણ તેઓ ઘરે ન આવતા તેમની પત્ની તેને આસપાસના પડોશીઓને પૂછપરછ કરવા લાગી હતી કે..

તેઓએ રામભાઈને જોયા છે કે, નહીં પરંતુ અંતે રામભાઈ ની લાશ ખેતરમાં પડેલા એક પ્લાસ્ટિક ઉપરથી મળી આવી હતી. તેની પાસેથી એક દોરડું, એક માચીસની ડબ્બી પણ મળી હતી. રામભાઈને કોઈએ મોતને ઘાટ ઉતારી દીધા છે કે, પછી તેઓએ આપઘાત કરીને જીવન ટૂંકાવ્યું છે..

તેની માહિતી પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જણાશે. ગામના લોકોની પૂછપરછ કરતાં જણાવ્યું છે કે, રામભાઈ અને તેમની પત્ની લાલસા બહેન બંને વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ખૂબ જ વિવાદ ચાલતો હતો. અને છેલ્લા કેટલાક મહિનાથી રામભાઈ માનસિક રીતે કંટાળી ગયા હતા..

એટલા માટે તેઓ ખેતરે આવી જતા અને ત્યાં પોતે જ ખાવાનું બનાવીને ખાઈને ત્યાં જ સૂઈ જતા હતા. અમુક વખત ઘરે જતા તો મોટાભાગે તેઓ ખેતરે જ રહેતા હતા. લાલસા બહેને પોલીસને જણાવ્યું છે કે, તેમના પતિને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે. અને તેમને રામભાઈના સગા ભાઈ તેમજ તેના સગા ભત્રીજા ઉપર શંકા છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

Leave a Comment