મોટાભાગના ખેડૂતો ખેતરમાં સામાન્ય પાકોનું વાવેતર કરતા હોય છે. જેવા કે ઘઉં, ચણા, કપાસ, તલ, બાજરો, જુવાર, મકાઈ, જીરું વગેરે પરંતુ અમુક પાકોની ખેતી એવી પણ છે કે, જેમાં કોમ્પિટિશન બિલકુલ ઓછી છે. જ્યારે પાકના ભાવ ખૂબ જ વધારે મળી રહે છે. જેમ કે સૂર્યમુખી, ડ્રેગન ફ્રુટ, કલંજી, રાયડો વગેરે..
જે પાકો લોકો ખૂબ જ ઓછા પ્રમાણમાં લેતા હોય છે. એવા પાકો પોતાના ખેતરમાં વાવવાથી તેમાં સામાન્ય ખેતી કરતા વધારે પૈસાની કમાણી કરી શકાય છે. આજ સુરેન્દ્રનગરના વઢવાણ ગામના એક ખેડૂતે પોતાના ખેતરમાં સૂર્યમુખીનું સફળતાપૂર્વક વાવેતર કર્યું છે. તેનું વાવેતર જોયા બાદ ગામના અન્ય લોકો પણ આવતા વર્ષે સૂર્યમુખીનું વાવેતર કરવા માટે પ્રેરિત થયા છે..
તેઓ એક જણાવ્યું છે કે સૂર્યમુખીના વાવેતરથી ખેડૂતોને આર્થિક રીતે ખુબજ ફાયદો થાય છે. કારણ કે આ પાકમાં ઈયળ કે જીવાતને કોઈપણ સ્થાન અપાતું નથી. એટલે કે પાકમાં રોગચાળો આવતો નથી. આ સાથે સાથે આ ખેતી ખૂબ જ ટૂંકા ગાળાની હોવાથી તેમાં ખૂબ સારો ફાયદો થાય છે..
વઢવાણ ગામના મગનભાઈએ પોતાના દોઢ એકર જમીનમાં સૂર્યમુખીનું વાવેતર કર્યું હતું. જેમાં તેઓએ કુલ ત્રણ લાખ રૂપિયાની કમાણી કરી છે. તેઓ છેલ્લા ત્રણ વર્ષથી સૂર્યમુખીની ખેતી કરે છે. મગનભાઈ પરમાર વઢવાણ ગામના મેલડી માતાજીના મંદિર વાળા રોડ પર આવેલા ખેતરમાં સંપૂર્ણ ઓર્ગેનિક પદ્ધતિથી સૂર્યમુખીની ખેતી કરે છે..
આ સાથે સાથે તેઓ ઓર્ગેનિક શાકભાજી અને ફળફળાદીનું પણ વાવેતર કરે છે. આજથી ત્રણ વર્ષ પહેલા તેઓએ સેમ્પલ માટે માત્ર 20 થી 25 છોડ વાવ્યા હતા. પરંતુ ધીમે-ધીમે તેઓએ વાવેતર વધારે હતા. તેઓને ખૂબ સફળતા મળી રહી છે. સૂર્યમુખીની ખેતી કરવાના ફાયદાઓએ છે કે તે ખૂબ જ ઓછા ખર્ચમાં ઉછેર થાય છે..
તેમજ ગમે તે પ્રકારની જમીનમાંજ આ પાક લઈ શકાય છે. આ સાથે સાથે સૂર્યમુખીના પાકને લીલા ઘાસ ચારા તરીકે પણ વાપરી શકાય છે. તેમજ તે જમીન માંથી પાણી પણ ખૂબ ઊંડી જગ્યાએથી ખેંચી શકે છે. આ સાથે સાથે સૂર્યમુખીનો પાક માત્ર સાડા ત્રણથી ચાર મહિના સુધીનો જ હોય છે..
તેમજ તેના ભાવ પણ ખૂબ વધારે માત્રામાં મળી રહે છે. સૂર્યમુખીના પાકની સાથે સાથે અન્ય બીજા પાકને પણ સારી રીતે મિશ્રિત કરી શકાય છે. એટલા માટે વઢવાણ ગામના ખેડૂતો હવે સૂર્યમુખીના પાક તરફ વળ્યા છે. સૂર્યમુખીના ફૂલ માંથી સૂર્યમુખીનું તેલ પણ બજારમાં ખૂબ ઉંચી કિંમતે વેચાવા લાગ્યું છે..
એટલા માટે સૂર્યમુખીના વાવેતર ના ફાયદાઓ પણ ધીમે ધીમે ખૂબ જ વધવા લાગ્યા છે. સૂર્યમુખીના ઓર્ગેનિક તેલનો ભાવ પણ તેઓને ખૂબ જ સારો મળી રહે છે. સીંગતેલ કપાસિયા તેલની સરખામણીમાં સનફ્લાવર તેલના ભાવ ખૂબ સારી માત્રામાં મળી રહેતા મોટાભાગના ખેડૂતોએ ઓર્ગેનિક પદ્ધતિથી સૂર્યમુખીની ખેતી કરવા લાગ્યા છે..
સનફ્લાવર તેલનો ભાવ 2800 રૂપિયા હોય છે. આ સાથે સાથે તેઓ જામફળની પણ ખેતી કરે છે તેઓએ પોતાના ખેતરમાં લખનઉથી જામફળી રોપ લાવીને વાવેતર કર્યું છે. આ જામફળીમાં માત્ર બે વર્ષની અંદર જ મોટો ઉતારો આવી જાય છે. ખરેખર આ ખેડૂતની અધતન અને ઓર્ગેનિક ખેતીને સલામ છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]