ગુજરાત રાજ્યમાં અગાઉ પણ મોટા પ્રમાણમાં ડ્રગ્સ મળી આવ્યું હતું. ડ્રગ્સના વધુ પડતા વેચાણ અને ઉત્પાદનના કારણે યુવાનોમાં નશાખોરી નું પ્રમાણ વધી રહ્યું છે. તેથી આ નશાખોરી ને ઘટાડવા માટે પોલીસ સતત પ્રયત્નો કરી રહી છે. ગુજરાત રાજ્યમાં અફીણ જેવા નશાકારક પદાર્થો પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે…
પરંતુ કેટલાક લોકો સુધારવા માટે તૈયાર નથી. તેથી આવા પદાર્થોનું વાવેતર કરતા લોકોને પકડવા માટે પોલીસ સતત પ્રયત્નો કરી રહી છે. હમણાં બે-ત્રણ દિવસ પહેલા જ મકાઈના ખેતર ની આડ માં જેવા કેફી પદાર્થો નું વાવેતર કરતા લોકોને અમુક લોકોને પોલીસે પકડી પાડયા હતા…
આવો જ એક કિસ્સો સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકામાં જોવા મળ્યો છે. પોલીસ દ્વારા તપાસ કરતા જાણવા મળ્યું છે કે સાયલા તાલુકાના જુના જસાપર ગામમા રેહતા રમેશભાઈ જેસાભાઇ કાલરીયા પોતાના ખેતરોમાં બાગાયતી પાકો જેવા કે લીંબુ ચીકુ અને મોસમ વાવેતર કરે છે…
પરંતુ પોલીસ દ્વારા વધુ તપાસ કરતા જાણવા મળ્યું કે રમેશભાઈ મોસંબી જેવા પાકની આડમાં અફીણ જેવા કેફી પદાર્થો નું વાવેતર કરી રહ્યા છે. પોલીસને મળતી માહિતી મુજબ તેમણે ખેતરમાં તપાસ કરીને અફીણ નું વાવેતર કરતા એક વ્યક્તિને પકડી પાડયો છે. ખેતરમાં મોસંબી વિશે માહિતી અફીણના લગભગ 8500 જેટલા લીલા છોડ તેમજ…
૨૪ લાખ જેટલા રોકડા રૂપિયા સાથે એક વ્યક્તિને ઝડપી લીધો છે. ખેતરમાં બાગાયતી પાકો છે. પરતું તેમાં લગભગ ૮૦૦ કિલો જેટલો અફીણ અને ૨૪ લાખ રૂપિયા જેટલા રોકડા રૂપિયા જબ થતા પોલીસ પણ આશ્ચર્યચકિત થઈ ગઈ છે પોલીસ દ્વારા પ્રાથમિક પૂછપરછ કરતાં જાણવા મળ્યું કે તેણે અફીણ નું વાવેતર માટે બિયારણ હાઇવે પરથી પસાર થતાં એક ટ્રક ડ્રાઈવર પાસેથી લીધું હતું.
પરંતુ રમેશ પોલીસની તમામ પ્રશ્નો સીધી રીતે જવાબ આપતો નથી. પોલીસ દ્વારા રમેશને પૂછવામાં આવ્યું કે તેણે મોસંબી ના ભાગ વચ્ચે અફીણ નું વાવેતર શા માટે કર્યું પરંતુ તે આરોપી પોલીસને ગોળ રીતે જવાબ આપીને મૂંઝવણમાં મૂકી રહ્યો છે. તેના દ્વારા મળતા જવાબો પરથી કહી શકાય કે આ વાવેતર પાછળ અન્ય વ્યક્તિઓ પણ જોડાયેલા છે…
પોલીસે આ વાવેતર દ્વારા મળતા અફીણના ઉત્પાદન વેચાણ અંગે વધુ પૂછપરછ શરૂ કરી છે પરંતુ રમેશ દ્વારા તેના જવાબો મળ્યા નથી. હાલ પોલીસ ડ્રગ્સ માફિયાની કુંડલી કાઢીને અનેક લોકોને દબોચી રહ્યા છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]