ONGC બ્રિજ ઉપર 143 ટન વજનનું ટેન્કર પલટી મારી ગયું , બ્રીજના પાયા ડગમગી ગયા.. જુવો વિડીયો..

સુરતના ઈચ્છાપુર ઓએનજીસી બ્રિજ ઉપર 143 ટન વજન ધરાવતું કન્ટેનર અચાનક પલ્ટી મારી જતા ફલાયઓવર બ્રિજના પાયા ડગમગી ગયા છે. આ ઘટનામાં ખાનગી કંપનીને નોટિસ આપવામાં આવી છે.બીજી તરફ વાહન વ્યવહાર માટે હાલ બ્રિજ બંધ કરી દેવામાં આવ્યો છે. જેના કારણે વાહન ચાલકોએ ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો પડ્યો છે.

વાહન ચાલકોએ ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો પડ્યો : નિષ્ણાંતોના મતે ફ્લાયઓવર બ્રિજ પરથી કન્ટેનર હટાવવામાં આવે તો પણ હાલની સ્થિતિએ બ્રિજ વાહન વ્યવહાર માટે શરૂ કરવો હિતાવહ નથી. જે માટે ખાસ ટીમને મુંબઈથી ઇન્સ્પેકશન માટે બોલાવવામાં આવી છે. જેનું ટેસ્ટિંગ કર્યા બાદ જ બ્રિજ જાહેર વાહન વ્યવહાર માટે ખુલ્લો મૂકી શકાય તેમ છે.

કન્ટેનર પલ્ટી મારી જવાના કારણે બ્રિજને અંદાજીત 50 લાખથી વધુનું નુકસાન થયું હોવાનું ચોર્યાસી તાલુકાના પ્રમુખનું કહેવું છે.જોકે આ નુકસાન કોણ ભોગવશે એ તો સમય જ બતાવશે !

ઈચ્છાપોર બ્રિજ પર અઠવાડિયા પહેલા 143 ટન વજનનું રિફાઇનરી પાર્ટસ લઈને જતું કન્ટેઇનર પલટી મારી ગયું હતું. આ કન્ટેઇનરમાં 143 ટન વજનનું ઓડીસી(ઓવર ડાઇમેન્શન ઓવર વેઇટ કાર્ગો) પાર્ટસને હટાવવા માટે હજીરાની કંપની દ્વારા બહારથી 150 ટનવાળી બે ક્રેઇન બોલાવવામાં આવશે. આ બન્ને ક્રેઇન આવતીકાલે સાંજ સુધીમાં આવી જશે, ત્યાર પછી હાઇવે ઓથોરિટીના ઓફિસરો અને ટ્રાફિક પોલીસને સાથે રાખી કંપની દ્વારા પાર્ટસને હટાવવાની કામગીરી કરાશે.

કંપની દ્વારા પાર્ટસને કેવી રીતે હટાવી શકાશે અને બ્રિજને નુકશાન ન થાય તે માટે પ્લાનિંગ કરાશે. આવતીકાલે સોમવારે મોડીસાંજ પછી પાર્ટસને હટાવવાની કામગીરી કરાશે ત્યારે બ્રિજની નીચે વાહનોની અવર જવર બંધ કરાય તેવી શકયતા છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

Leave a Comment