Breaking News

16 વર્ષનો છોકરો મિત્ર સાથે ભૂતિયા ઘરમાં ગયો, અંદર જતા ની સાથે થયું એવું કે તમે પણ ચોંકી જશો..

મિત્રો તમે ઘણીવાર ભૂતપ્રેત વળગાડ વગેરે શબ્દો વિષયક વાતો સાંભળી જ હશે જ આ બાબતે તમામ લોકો ના વિચારો અને માન્યતા જુદી જુદી રહેલી છે તમે પણ આવા ઘણા સ્થળો વિશે સાંભળ્યું અને વાંચ્યું હશે, જેને ભૂતિયા સ્થળ માનવામાં આવે છે. કેટલીક જૂની હોટલો કે અમુક બિલ્ડીંગો જે વર્ષોથી બંધ છે, 

તેની પાછળની તમામ કહાનીઓ નક્કી કરે છે કે અહીં ચોક્કસ ભૂત વસે છે. જો કે, આપણામાંથી ઘણા આમાં માનતા નથી. જ્યારે 16 વર્ષનો છોકરો તેના મિત્ર સાથે આવી જ એક ભૂતિયા જગ્યા પર પહોંચ્યો ત્યારે તેની સાથે એક મોટો અકસ્માત થયો. 

તે અહીં ગયો હતો પરંતુ તે જે હાલતમાં પાછો ફર્યો તે ખરેખર ભયાનક છે. કહેવાય છે કે ભૂત-પ્રેતની વાતો, આ બધી મનની ભ્રમણા જ છે. વાસ્તવમાં ન તો કોઈ ભૂત છે કે ન તો કોઈ જગ્યા ભૂતિયા છે. 16 વર્ષનો છોકરો પણ આવી જ બાબતોમાં વિશ્વાસ કરતો હતો, અને આ પ્રકારની વિચારધારા સાથે આ છોકરો પણ પોંહચી ગયો,

પરંતુ જ્યારે તે એક ભૂતિયા ઘરની અંદર પહોંચ્યો તો તેની સાથે કંઈક અલગ જ થયું. હાલમાં મલેશિયામાં બનેલી આ ઘટના ચર્ચામાં છે. આ ઘટનામાં છોકરો તેના મિત્ર અને પરિવાર સાથે પ્રખ્યાત સ્થળ જે ભૂત ને લગતી બાબતો થી પ્રખ્યાત છે તે જોવા ગયો હતો. અહીં તે તેના મિત્ર સાથે એક બિલ્ડિંગમાં ગયો,

જેને સ્થાનિક લોકો દ્વારા ભૂતિયા જાહેર કરવામાં આવ્યો હતો. થોડી જ વારમાં તેની સાથે એક વિચિત્ર દુર્ઘટના થઈ અને ઈમારતને લગતી ભૂતની વાર્તાઓમાં બીજી વાર્તા ઉમેરાઈ ગઈ. વિસ્તારપૂર્વક વાત કરવામાં આવે તો આ ઘટના મલેશિયાના બેન્ટોંગની છે જે પેહાંગ રાજ્યમાં આવે છે. અહીં એક 16 વર્ષનો છોકરો તેના મિત્ર અને તેના પરિવાર સાથે મળવા આવ્યો હતો.

કોસ્મો અનુસાર, 1 ડિસેમ્બરે આ છોકરો તેના મિત્ર સાથે એક ભૂતિયા બિલ્ડિંગમાં ઘૂસ્યો. ડેઈલી સ્ટારના અહેવાલ મુજબ, છોકરો બિલ્ડીંગની નજીક પહોંચતા જ તેની તબિયત બગડવા લાગી. તેની તબિયત સારી ન હતી અને ધીમે ધીમે તે જમીન પર પડી ગયો. તેનો ચહેરો અને શરીર નિસ્તેજ થઈ ગયું હતું.

જ્યારે તેને ઝડપથી બિલ્ડિંગની બહાર લાવવામાં આવ્યો, પરંતુ તે કોઈ જવાબ આપી રહ્યો ન હતો. આખરે ડોક્ટરોએ બાળકીના મૃત્યુની પુષ્ટિ કરી અને તેના પરિવારને જાણ કરવામાં આવી. ખરેખર જોવા જઇયે તો આ ઘટના ઘણા અંશે વિચિત્ર નજરે ચડે છે પરંતુ ઘટના બાદ લોકો અને જાણકારી ધરાવતા વ્યક્તિઓ પોતાની રીતે અનુમાન અને તુક્કા લગાવી રહ્યા હતા.

સત્તાવાર નિવેદનમાં છોકરાના મૃત્યુને આકસ્મિક મૃત્યુ માનવામાં આવ્યું હતું અને એવું કહેવામાં આવ્યું છે કે ઓટોપ્સી પણ પુષ્ટિ કરે છે કે તેને કાર્ડિયાક અરેસ્ટ થયો હતો. ક્લેવલેન્ડ ક્લિનિક મેડિકલ સેન્ટર અનુસાર, ઘણી વખત એવું બને છે જ્યારે વ્યક્તિ ખૂબ જ ડરી જાય છે, જો કે તે સામાન્ય નથી. મોટાભાગના નિષ્ણાતો કહે છે કે,

કોઈ પણ વ્યક્તિ ફક્ત ડરથી મૃત્યુ પામે છે તે અસાધારણ છે. જો કે આ કેસમાં છોકરાનો અન્ય કોઈ મેડિકલ હિસ્ટ્રી ન હતો, પરંતુ તેના આકસ્મિક મૃત્યુએ લોકોને આ જગ્યા વિશે વધુ શંકાસ્પદ બનાવી દીધી છે. આ પ્રકારે આકસ્મિક રીતે જે રીતે ઘટના બનવી અને ખાસ આ જગ્યા જેને લોકો ધ્વરા તો મુલાકાત માટે મનાઈ જ ફરમાવેલ છે ત્યારે આવી ચોંકાવનારી ઘટના બાદ ઘણું શંકાઓ કરવામાં આવી રહ્યા છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *