Breaking News

બટેકાની વેફર પાડતી મહિલા સાથે બન્યું એવું કે જાણીને દરેક મહિલાએ ચેતવું જોઈએ, બિચારી મહિલાના શરીરના ચિથડા ફાટી ગયા.. જાણો..!

અત્યારના ઓનલાઈન માહિતી મેળવવાના જમાનાની અંદર મોટાભાગની ચીજ વસ્તુઓ ઘરે જ બનાવી લેવામાં આવે છે, આ ઉપરાંત મહિલાઓની સૂઝ બુજ દરેક નવી ચીજ વસ્તુઓ અને વાનગીઓને ઘરે સહેલાઈથી બનાવી શકાય તે પ્રકારની હોવાથી મહિલાઓ ઘરે જ મોટાભાગની ચીજ વસ્તુઓ બનાવવા માટે મહેનત અને મથામણ કરતી હોય છે..

પરંતુ ડગલેને પગલે હવે જીવના જોખમનું ધ્યાન રાખીને જીવન જીવવાનો વારો આવી ગયો હોય તેવું લાગી ગયું છે. કારણ કે, પાછળના સમયમાં એવી પાંચ થી છ ઘટનાઓ બની ચુકી છે કે જેમાં ઘરની અંદર કામકાજ કરતી વખતે તેમજ રાંધતી વખતે મહિલાઓ સાથે એવી ઘટના બની જતી હોય છે કે અંતે તેમના જીવ પણ જતા રહેતા હોય છે..

અત્યારે બટેકાની વેફર પાડતી વખતે એક મહિલા સાથે એવી ઘટના બની ચૂકી છે કે, જેને જાણ્યા બાદ દરેક મહિલાઓએ ચેતી જવું જોઈએ અને ડગલેને પગલે જીવના જોખમનું ધ્યાન રાખવું જોઈએ. રામજી કૃપા બંગોલઝ નામની સોસાયટીમાં રહેતી જીજ્ઞાબેન નામની મહિલા તેમના ઘરે બટેકાની વેફર બનાવી રહી હતી..

એ વખતે અચાનક જ તેમના માથે કાળ ત્રાટક્યો હોય એવી ઘટના બની ચૂકી હતી. તેઓ બપોરના સમયે ગેસ ઉપર તપેલું ચડાવીને બટાકાની વેફર પાડ્યા બાદ તેને બાફી રહી હતી. અને આ વેફર બફાઈ જવા બાદ તેને ગેસ પરથી નીચે ઉતારતી હતી અને એ વખતે હાથમાંથી મોટું તપેલું છટકી જવાથી અંદર રહેલું ગરમ પાણી તેના શરીર ઉપર પડ્યું હતું..

ઘણા સમયથી ગેસ ઉપર ઉકળતું ગરમ પાણી જીજ્ઞાબેનના શરીર પર પડતા જ ચામડી દાઝીને ફરફોલા થઈ ગયા હતા. બિચારી જીજ્ઞાબેનના શરીરના ચીથડા ફાટી ગયા હતા. તેમના મોઢામાંથી ચીસો સાંભળીને આસપાસના પડોશીઓ પણ તેમના ઘરે આવી પહોંચી અને જોયું તો જીજ્ઞાબેન ત્યાં નીચે ઢળી પડ્યા હતા..

અને તેમના ઉપર ગરમ પાણીનું આ તપેલું ઢોળાઈ ગયું હતું. તેઓ ખૂબ જ દાઝી ગયા હોવાથી આ બળતરા તેમનાથી સહન થઈ શકી નહીં અને તેમને ચક્કર આવવા લાગ્યા હતા. આસપાસના પાડોશીઓ તાત્કાલિક ધોરણે તેમને રિક્ષામાં નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા. ત્યાં ડોક્ટરે સારવાર શરૂ કરી દીધી પરંતુ તેમના મોટાભાગનું શરીર દાઝી ગયું હતું..

આ ઘટનાની જાણકારી જીજ્ઞાબેનના પતિ કિશોરદાસભાઈને પણ પહોંચાડવામાં આવી અને તેઓ પણ તેમની ઓફિસેથી રજા લઈને હોસ્પિટલે તેમની પત્નીની સાર સંભાળ રાખવા માટે આવી પહોંચ્યા હતા. દિન પ્રતિ દિન મહિલાઓ સાથે અતિશય હચમચાવી દેતી ઘટનાઓ બની રહી છે..

આવી બધી ઘટનાઓ સાંભળ્યા બાદ દરેક મહિલાએ રસોડાની અંદર કામકાજ કરતી વખતે તેમજ ઘરકામ કરતી વખતે ડગલેને પગલે ધ્યાન રાખીને કામ કરવું પડશે તેવું લાગી રહ્યું છે. કારણ કે 2 અઠવાડીયા પહેલા પણ દીપ્તિ બેન નામની મહિલા સાથે રસોડામાં દાઝી જવાને કારણે ખુબ જ માઠી ઘટના બની હતી..

આ સાથે સાથે ઘરકામમાં સાફ-સફાઈ કરતી વખતે ત્રીજા માળની બાલકની માંથી નીચે પડી જવાને કારણે એક મહિલાનું મૃત્યુ થયું હતું. તો એ અગાઉ પણ કુકર ફાટી જવાને કારણે રસોડામાં રાંધતી એક મહિલાનું મૃત્યુ થયું હતું. આ ઘટનાઓ બાદ પરિવાર માથે આફત ફાટી નીકળતી હોઈ છે. આવી ઘટનાઓ જ્યારે જ્યારે સામે આવે છે. ત્યારે ત્યારે એકાએક ફફળાટનો માહોલ સર્જાઇ જતો હોય છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *