સુરતનાં હીરા ઉદ્યોગ અગ્રણી સવજી ધોળકિયાએ સોશ્યલ મીડિયાનાં માધ્યમથી જાહેરાત અને જોતજોતામાં જ સોશ્યલ મીડિયામાં તેઓ છવાઈ ગયા. ગુજરાતના જાણીતા હીરા ઉદ્યોગપતિ સવજી ધોળકિયા ફરીવાર મોટું એલાન કરીને છવાઈ ગયા છે.
અત્યારે દુનિયાભરનાં દેશો એક મંચ પર રમત ગમતમાં સ્પર્ધા કરી રહ્યા છે અને એમાંય ભારતની દીકરીઓ દેશનું નામ રોશન કરી રહી છે ત્યારે આ દીકરીઓ માટે સવજી ધોળકિયાએ મોટી જાહેરાત કરી છે. સુરતનાં હીરા ઉદ્યોગ અગ્રણી સવજી ધોળકિયાએ સોશ્યલ મીડિયાનાં માધ્યમથી જાહેરાત અને જોતજોતામાં જ સોશ્યલ મીડિયામાં તેઓ છવાઈ ગયા.
ટોક્યોમાં આવતીકાલે સવારે ભારતની મહિલા હૉકી ટીમ મેદાનમાં ઊતરવાની છે ત્યારે દેશનાં ગૌરવ સમાન આ દીકરીઓ માટે ઈનામમાં કાર અથવા 11 લાખ રૂપિયાનું ઘર આપવાની જાહેરાત કરી છે.
શું કરી જાહેરાત? : ફેસબુક પર તેમણે કહ્યું કે જો મહિલા હૉકી ખેલાડીઓ ફાઇનલમાં મુકાબલો જીતીને આવે છે તો પ્રત્યેક ખેલાડીને 11 લાખ રૂપિયાનું ઘર અથવા એક નવી કાર પ્રદાન કરવામાં આવશે. તેમણે કહ્યું કે ઑલિમ્પિક્સમાં ભારતની દીકરીઓ ઈતિહાસ રચી રહી છે અને પહેલીવાર સેમીફાઇનલમાં પહોંચી ગયા છે. ખેલાડીઓનો જુસ્સો વધે તે માટે અમે પ્રયાસ કરી રહ્યા છે જેથી તે રાષ્ટ્રને વધુ ગૌરવ અપાવી શકે.
નોંધનીય છે કે સવજી ધોળકિયા પોતાની કંપનીમાં કામ કરતાં લોકોને દિવાળીનાં બોનસમાં કાર, ઘર, સોનાનાં દાગીના આપવાને લઈને ચર્ચામાં રહે છે. સામાજિક કાર્યોમાં આગળ રહેતા ધોળકિયાની આ જાહેરાત બાદ સોશ્યલ મીડિયામાં લોકો ખૂબ વખાણ કરી રહ્યા છે.
ભારતની હૉકી ટીમે રચ્યો છે ઈતિહાસ : નોંધનીય છે કે આ વર્ષે ભારતની મહિલા હૉકી ટીમે ઈતિહાસ રાંચી નાંખ્યો છે. ક્વાર્ટર ફાઇનલમાં ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચેનાં મુકાબલામાં શાનદાર પ્રદર્શન કર્યું અને તે બાદ સેમીફાઇનલમાં જગ્યા બનાવી. ઈતિહાસમાં પહેલીવાર આપણી ટીમ સેમીફાઇનલમાં પહોંચી છે. આ ભાવુક ક્ષણ જોઈને દેશસવાસીઓ ભાવીક થઈ ગયા હતા.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]