નમસ્કાર મિત્રો, જેમ જેમ સમગ્ર દુનિયા અને દેશ આધુનિકરણ તરફ હરણફાળ ભરી રહ્યું છે ત્યારે બીજી બાજુ આ બધી જ આધુનિકતા ના વધારા ની સાથે સાથે સામાન્ય લોકો ના ખિસ્સા પર પણ ખુબ મોટો બોઝ વધવા પામી રહ્યો છે કારણે કે સામાન્ય દ્રષ્ટિ એ જોવા માં આવે તો એક સર્વે મુજબ છેલ્લા પાંચેક વર્ષો માં મોંઘી અને અનન્ય વસ્તુઓ ન ભાવ માં તો વધારા થયા જ છે પણ સમસ્યા ની વાત એ છે કે સામાન્ય લોકો અને મધ્યમ વર્ગના ના લોકો પર મોંઘવારી નો માર કહું પડી રહ્યો છે.
જેમાં મુખ્યત્વે જો કયારેક વપરાશ ની વસ્તુઓ પર જો ભાવ વધારો થતો હોય તો માનવામાં આવે તો જજો ફર્ક પડશે નહીં પરંતુ છેલ્લા કેટલાક સમયથી તો વ્યક્તિઓ ના જીવન પર સીધી અસર કરતી ચીજવસ્તુ ઓ ના ભાવ માં જ બેફામ ભાવ વધારો જોવા મળ્યો છે એમાં પછી ખાદ્ય ચિટ વસ્તુ હોય કે પછી પેટ્રોલ ડીઝલ ના દરરોજ ઉપયોગી વસ્તુઓ ના ભાવો માં ધૂસકે ને ધૂસકે ભાવો વધી રહ્યા છે ખરેખર સામાન્ય લોકો ને મોટો ફટકો પાડી રહ્યા છે તંત્ર પણ આના પર વિચારી જ રહી હશે.
આટલો ભાવ વધારો નો સિલસિલો હજુ પણ ચાલુ જ છે જેમાં હમણાંક થી તો વાત કરવામાં આવે તો સમગ્ર વિશ્વમાં બનતી તમામ નાની-મોટી તમામ ઘટનાઓ ની સીધી અથવા આડકતરી તમામ રીત ની અસરો દેશ ની રોજિંદી જીવનમાં વપરાતી વસ્તુ પર પડતી ચોક્કસ રીતે જોઈ શકાય છે જેમાં કોઈ શંકા ને સ્થાન નથી હાલ થોડા સમય પેહલા જ ચાલી રહેલા વૈશ્વિક સમસ્યાઓ ની પણ ભાવ વધારા પર ખુબ જ મોટી અસરો જોવા મળી હતી હવે એવામાં બીજા એક સમાચારો ને કારણે,
ફરી એક વાર ભાવ વધારો થતો જોવા મળ્યો છે હમણાં આવેલ તમામ સમાચારો માં ભાવો માં વધારો કરતા સમાચારો પર વિસ્તારમાં વાત કરવામાં આવે તો ખાદ્યતેલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં છેલ્લા 4 દિવસમાં સિગતેલના ડબ્બામાં 80 રૂપિયાનો વધારો થયો છે. તથા કપાસિયા તેલના ડબ્બામાં 150 રૂપિયાનો વધારો થયો છે. તેમજ ખાદ્યતેલના ભાવ વધતા જનતા પર મોંઘવારીનો બેવડો માર પડ્યો છે. હવે આવી રીતે વધતા સતત ભાવો નું કારણ કંઈક આવા આવી રહ્યા છે,
ઘર આંગણે ખાદ્યતેલની કિંમતો વધતા ઈન્ડોનેશિયા દેશએ પોતાના દેશની બહાર પામ ઓઈલની નિકાસ ઉપર સખ્ત પ્રતિબંધ મૂક્યા બાદ ગુજરાતમાં સિંગતેલ અને કપાસિયા તેલના ડબ્બાના ભાવોમાં જબરજસ્ત ઉછાળો નોંધાયો છે. જેની વાત કરવામાં આવે તો ખરેખર તમામ ગૃહિણી ના રોસોડા ના બજેટ્સ વ્યવસ્થિત રીતે ખોરવાય શકે છે માત્ર 72 કલાકમાં જ આ બંને ખાદ્યતેલોમાં રૂ.80થી રૂ.150 સુધીનો ભાવ વધારો જીકી દેવામાં આવ્યો છે હવે આવી પરિસ્થિતિ માં તો,
હવે તમામ ગુજરાતી ગૃહિણીઓને ભોજનની થાળીમાં તળેલા ફસસાણ અને તેલથી તરબતર શાક ખાવા ના ખુબ શોખીન રહેલા હોય છે પણ હવે તેને બદલે બાફેલી વાનગીઓનું ભારણ વધારવુ પડશે એવાત પણ હવે ફાઈનલ કરી લ્યો લોકો હવે પોતાની રીતે કંઈક રસ્તો કાઢવા મજબુર બનવું પડશે જ એ વાત હવે નક્કી જ છે એટલે આના પર હવે તો તમામ લોકો ની ખુબ તેજ નજર થઈ ચુકી છે એવામાં છેલ્લા 4 દિવસમાં સિંગતેલના તેલના ડબ્બામાં 80 રૂપિયાનો વધારો થયો છે.
જેમાં ખાસ રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં 4 દિવસમાં સિંગતેલનો ડબ્બો 80 રૂપિયા વધ્યો છે. તથા કપાસિયામાં 150 રૂપિયા વધ્યા છે. તેથી ગુજરાતી થાળીમાંથી તળેલી વસ્તુઓ નહિ બાફેલી વસ્તુઓ ઉપર ભાર દેવાશે. તેમજ સીંગતેલ અને કપાસિયા તેલમાં સતત વધારાથી વેકેશન મહિનો આકરો બની રહેશે. એની પેહલા પણ અત્યાર સુધી માં પેટ્રોલ- ડીઝલમાં થયેલા ભાવ વધારાથી પહેલાથી દૂધ, ચા, ખાંડ સહિતની કાચી ખાદ્ય સામગ્રીઓની કિંમતો વધી છે. તેવામાં રશિયા- યુક્રેન યુદ્ધને કારણે,
આ વર્ષે ઉનાળામાં ઘંઉની કિંમતોમાં પણ મોટો ઉછાળો આવ્યો છે. તેમાં ઓછું હતું તો ઈન્ડોનેશિયાએ પામ ઓઈલની નિકાસ બંધ કરતા હવે ખાદ્યતેલોની કિંમતો પણ ભડકે બળી છે. અમદાવાદ સ્થિત ગુજરાત રાજ્ય ખાદ્યતેલ મહામંડળના બજારમાં બુધવાર કરતા શનિવારે સિંગતેલમાં (15 કિલો ડબ્બાના) રૂપિયા 80, કપાસિયામાં રૂ.150નો વધારો નોંધાયો હતો. જ્યારે પામોલિનમાં પણ રૂ.60નો વધારો થયો છે. અલબત્ત સોયાબીન, સનફ્લાવર અને મકાઈના તેલમાં ભાવ વધારો થયો નથી પરંતુ,
ખાદ્યતેલોમાં ભાવની તેજી બે લગામ બની છે. જેમાં સિંગતેલ ડબ્બાના ભાવ રૂપિયા 2800ને પાર થયા છે. કપાસિયા તેલમાં રૂપિયા 10 વધતા 2730 ડબ્બાનો ભાવ પહોંચ્યો છે. સિંગતેલ અને કપાસિયા તેલમાં ભાવ વધારો થતાં બન્ને ભાવ નજીક પહોંચ્યા છે. ગુજરાતમાં મોટાભાગે દરેક ઘરમાં ખાદ્યતેલ તરીકે સિંગતેલ અને કપાસિયાનો વપરાશ વધુ હોવાથી ઘર ચલાવવા માટે સૌના બજેટ ખોરવાઈ જશે એ નક્કી છે. જો ભારત સરકાર આયત ડયૂટી ઘટાડે તો કિંમતો નિયંત્રિત થશે એવું લાગી રહ્યું છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]