Breaking News

નર્સ બની રજળતા બાળકો માટે બની પોતાના છોકરાને મૂકી બીજાના માતા વિહોણા બાળકો માટે કરે છે આ કામ

દિવસની શરૂવાત થી લઈને સાંજ સુધી માં આપણી આજુબાજુ ના જ અનેક કિસ્સાઓ આપણને ઘણીવાર ચોંકાવી દેતા હોય છે તો કેટલીક વાર આપણ અંગત જીવનમાં પણ એક ઉંધી પ્રેરણા આપી જતી હોય છે કોઈ પણ ઘટના બને તેની પાછળ એક ચોક્કસ જવાબદાર કારણ પણ હોય છે અને આ બનેલ ઘટના કે કિસ્સા માંથી લોકો,

પોતાની બુદ્ધિ શક્તિ થી પરિણામ ને આધારે બોધ-પાઠ લેતા જ હોય છે કેવા પ્રકારની સીખ જે-તે વિષય માંથી લેવી એ દરેક ની એક અંગત વિચારો પર નિર્ભર કરતી હોય છે આ સાથે જ વાત કરવામાં આવ તો ભગવાન ધ્વરા રચાયેલ એક અદભુત સર્જન માતા ની જેની જોડ કોઈ રીતે જડે એમ જ નથી એમ કેવી તો પણ ખોટું નથી જ.

પૃથ્વી પર માતા અને બાળક વચ્ચે ની પ્રેમ એ ખરેખર જો તોલવામાં આવે તો સૌથી ટોચ ના સ્થાને જ આવતો જોવા મળે છે પરંતુ ઘણીવાર આપણી આસપાસના સમાજ માં અમુક કિસ્સાઓ એવા બને છે જે આપણા પણ હોશ ઉડાડી દેતા હોય છે કેટલીક વાર તમે પણ સમાચારો ના માધ્યમ કે અન્ય પ્રસારનો થકી સાંભળ્યું કે વાંચ્યું હશે,

કેટલીક વાર આ ઉત્તમ પ્રેમ માતા અને બાળકો માં માતા ઘણીવાર પોતાના જ બાળક ને તરછોડી દેતી હોય છે અથવા તો ઘણીવાર તો આ મામલો બાળકની જાનનો પણ ભોગ લેવા સુધી પોહચી જતો હોય છે આવી પરિસ્થિતિમાં જોવા માં આવે તો કોઈ જૂજ પ્રમાણ માં બનતી આવી ઘટનાઓ સમગ્ર માનવજાત પર કલંક લગાવી દે છે.

પરંતુ હાલમાં માનવતા અને આ પ્રેમરૂપી સબંધ ને મીઠાશ આપતો કિસ્સો આપણી સામે આવી રહ્યો છે જેની વિસ્તારમાં જો વાત કરવામાં આવે તો આપણા સમાજમાં માતા કુમાતા થતી હોય તેવા પણ કિસ્સા જોવા મળે છે પરંતુ તેની સામે ઉત્તમ માતા બનીને સેવા કરતી હોય તેનું ઉત્તમ દૃષ્ટાંત પણ સુરત સિવિલ હોસ્પિટલની નર્સએ પૂરું પાડ્યું છે.

સિવિલ હોસ્પિટલની હ્યુમન મિલ્ક બેંકમાં કામ કરતી એક નર્સ પોતાના 5 મહિનાના બાળકને ઘરે મૂકીને ડ્યુટી પર આવીને માતા વિહોણા બાળકો માટે 2 વખત પોતાના બ્રેસ્ટ મિલ્કનું દાન કરે છે. અને ખરા અર્થમાં માનવતા રૂપી પ્રેમ સબંધ ને પુલકિત કરી ઉજાગર કર્યો છે જે ખરેખર શાબાશી અને પ્રેરણાદાયી કર્યો માનું એક છે.

સિવિલ હોસ્પિટલમાં મિલ્ક બેંકમાં કામ કરતા 31 વર્ષીય નર્સ નિધિ ગુર્જર ડ્યુટીની સાથે યશોદા માતા બની પોતાના બ્રેસ્ટ મિલ્કનું દાન કરી રહી છે. માતા બનવાને કારણે તેઓ જાણે છે કે બ્રેસ્ટ મિલ્ક બાળકના ગ્રોથ માટે શું મહત્વ હોય છે. બ્રેસ્ટ-ફિડિંગનું મહત્વ એક માતાથી વધારે કોઈ સમજી શકતું નથી.

જેને લઇને તેઓ તેમની ડ્યૂટીની સાથે-સાથે માનવતા મહેકાવી દે તેવું કાર્ય પણ કરી રહ્યા છે. તેઓ પ્રિ-મેચ્યોર બાળકો કે માતા વિહોણા બાળકોને બ્રેસ્ટ મિલ્ક નું દાન  કરે છે. નિધિબેનને પોતાને 5 મહિનાનો દીકરો છે અને તેમના સાસરી પક્ષનો સહકાર હોવાથી તેઓ તેમના દીકરાને ઘરે મૂકીને ડ્યુટીની સાથે ટ્રાવેલિંગ કરીને અંદાજે 12 કલાક જેટલો સમય ફરજ નિભાવે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે લગ્નના 7 વર્ષ બાદ નિધિબેના ઘરે પારણું બંધાયું હતું. હાલ તેઓ અંકલેશ્વર ખાતે રહે છે અને નવેમ્બરમાં સુરતના નવી સિવિલ હોસ્પિટલ ખાતે તેમનું ટ્રાન્સફર થયું છે. નિધિ ગુર્જરે કહ્યું કે, ઘરથી 80 કિલોમીટર દુર આવું છું અને માતા પણ છું જેથી સ્વાસ્થ્યની દ્રષ્ટિએ માતાના દૂધની કિંમત શું હોય છે તે જાણું છું.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સમુદ્રશાસ્ત્ર અનુસાર જો તમારી આંખો ફડફડે છે તો થાય છે આવા દુર્લભ કામો.. વાંચો.

ભારતમાં લાખો લોકો રહે છે. બધા લોકોની અલગ અલગ માન્યતાઓ હોય છે. કેટલાક માને છે …

Leave a Reply

Your email address will not be published.