હાલ ડગલેને પગલે સાવચેત રહેવું પડે છે. કારણ કે આજકાલ ના સમયમાં કઈ વ્યક્તિ ક્યારે અન્ય કોઈ વ્યક્તિને પોતાની જાળમાં ફસાવીને નુકસાન પહોંચાડી જાય તે નક્કી હોતું નથી. આ સ્વાર્થી દુનિયામાં એકબીજાના સ્વાર્થ માટે લોકો ન કરવાના કામો કરી બેસે છે. છેલ્લા ઘણા સમયથી સગીર વયની યુવતીઓ સાથે .દુ.ષ્ક.ર્મ.ના કેસો પણ ખૂબ જ વધી રહ્યા છે.
જેમાં વધારે કિસ્સો આણંદ જિલ્લાના રાજુપુરા વિસ્તારમાંથી સામે આવ્યો છે. રાજુપુરા તાબેનાના રઈજીપુરા વિસ્તારમાં હસમુખભાઈ સોલંકી નામના એક યુવકે તેમના ઘર પાસે રહેતી ૧૯ વર્ષની એક યુવતી નો સંપર્ક કર્યો હતો. તેની સાથે ખૂબ જ મીઠી મીઠી વાતો કરી હતી. અને આ યુવતીની દરેક બાબતોમાં સહમતી દાખવીને તેની સાથે મિત્રતા કરી લીધી હતી.
ત્યારબાદ તેની ખૂબ જ મદદ કરવા લાગ્યો હતો. અને અવારનવાર તેનો ફોન નંબર લઈને ફોન પર વાત પણ કરવા લાગ્યો હતો. એક દિવસ હસમુખ સોલંકી લગ્ન પ્રસંગમાં ગયો હતો. ત્યારે તેણે યુવતીને પોતાને મળવા બોલાવી હતી. યુવતીને સહેજ પણ ખ્યાલ નહીં હોય કે આ યુવક તેની સાથે ખૂબ જ ખોટું કરવા જઈ રહ્યો છે..
તેની મિત્રતા ખાતર આ યુવકને મળવા માટે જવાનું નક્કી કર્યું હતું. આ યુવક તે વિસ્તારમાં આવેલી નદીની કોતરમાં લઇ ગયો હતો. જ્યાં તેણે યુવતીને મોઢા ઉપર રૂમાલ દબોચી લીધો હતો. ત્યારબાદ તેની મરજી વિરુદ્ધ વારંવાર .દુ.ષ્ક.ર્મ. આચરવા લાગ્યો હતો. .દુ.ષ્ક.ર્મ. આચરતા કહેવા લાગ્યો હતો કે, જો તે આ બાબતની જાણ કોઈ અન્ય કોઈ વ્યક્તિને કરશે તો તેને તેમજ તેમના પરિવારને જાનથી મારી નાખશે..
આવી ધમકીઓ સાંભળીને આ યુવતી ખૂબ જ રહી ગઈ હતી. ૧૯ વર્ષની આ યુવતી અન્ય કોઈ બાબત વિચારે એ પહેલાં જ તેને ગભરામણ શરૂ થવા લાગી હતી. બીજા દિવસે પોતાની સાથે થયેલા બનાવની જાણ દીકરી હિંમત કરીને પોતાના પરિવારજનોને કરી હતી જ્યારે તેના માતા-પિતાએ આ બાબત સાંભળી ત્યારે તેમના પણ હોશ છૂટી ગયા હતા..
અને એકાએક વિચારમાં પડી ગયા હતા કે તેમની દીકરીએ શું સહન કર્યું હશે..? અંતે તેઓ પોતાની દીકરીને લઈને વાસદ પોલીસ સ્ટેશન દોડી ગયા હતા. અને ત્યાં હસમુખ સોલંકી નામના યુવક સામે .દુ.ષ્ક.ર્મ.નો. ગુનો નોંધાવ્યો હતો. હકીકતમાં આવો બનાવ અન્ય કોઈ વ્યક્તિ સાથે ન બને એટલા માટે સૌ લોકોએ સાવચેત રહેવું જોઈએ.
એવા કોઈપણ વ્યક્તિ સાથે મિત્રતા કેળવી ન જોઈએ કે જે પોતાના સ્વાર્થ અને મનના ખોટા વિચારોને કારણે અન્ય કોઈ વ્યક્તિનું જીવન બરબાદ કરી નાખે. આવા લોકોને પકડીને કડકમાં કડક સજા આપવી જોઈએ કારણ કે પોતાની હવસ વાસના સંતોષવા તેવો અન્ય કોઈના જીવન ખરાબ કરી નાખે એ કોઈ કાળે ન પોસાઈ..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]