Breaking News

નિવૃત અધિકારી વિદેશમાં રેહતી દીકરીને મળીને ઘરે આવતા જ જોયું એવું કે ઉડી ગયા હોશ, તાત્કાલિક પોલીસ બોલાવવી પડી..!

શહેરમાં રહેવું ખૂબ જ મુશ્કેલ ભર્યું બનતું જાય છે. દિન પ્રતિદિન ડગલેને પગલે સાવધાની અને સાવચેતી જાળવવી પડે છે. જો મન ફાવે તેમ વર્તન કરીએ અને રહેવા લાગીએ તો ક્યારે કોણ ઉલ્લુ બનાવીને ચાલ્યું જાય છે. તેનું નક્કી હોતું નથી. મોટાભાગે સામાન્ય લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે. પરંતુ હવે મોટા મોટા અધિકારીઓને પણ ચોર લૂંટારાઓનો સામનો કરવાની ફરજ પડી છે..

ગાંધીનગરમાં રહેતા નિવૃત ડીવાયએસપી પોતાની દીકરીને મળવા માટે લંડન ગયા હતા. તેમની દીકરી છેલ્લા ઘણા સમયથી લંડનમાં રહે છે. એટલા માટે તેમને મળવા માટે નિવૃત્ત ડીવાયએસપી અને તેમની પત્ની ઘરે તાળું મારીને ગયા હતા. આ ડીવાયએસપીના દીકરા સની ચંદુભાઈ સુથાર કે જે ગામમાં રહે છે અને કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે જોડાયેલા છે..

તેઓ અવારનવાર તેમના માતા-પિતાના ઘરે ધ્યાન રાખવા માટે આવતા હતા. એક દિવસ જ્યારે લંડનથી નિવૃત્ત અધિકારી પોતાની પત્ની સાથે પોતાના વતન પરત કર્યા ત્યારે જોયું કે તેમના ઘરનો દરવાજાનો નકુચો તૂટેલો છે. તેમજ બારી પણ ખુલ્લી છે. તેની સાથે તેમના હોશ છૂટી ગયા હતા અને મકાનના અંદર પ્રવેશીને તેઓએ તપાસ કરવાની શરૂ કરી હતી..

તો જણાવ્યું કે તેમના મકાનનો મુખ્ય દરવાજાનો લોકો જો તૂટેલો હતો અને હાલની બારી પણ ખુલ્લી હતી. આ સાથે જ બેડરૂમમાં રાખીને તિજોરીમાં રહેલા સોનાની બુટ્ટી, નાની સોનાનું પેન્ડલ, ચાંદીના સિક્કા, ચાંદીની થાળી ,ભગવાનની સોનાની ચેન, સોનાનો મુગટ, માતાજીની સોનાનો છત્રા, ચાંદીના છ ગ્લાસ સહિતની કુલ ૧૭ કરતાં વધારે સોના ચાંદીના દાગીના ગાયબ હતા..

આ સાથે જ બેડરૂમમાં રહેલા કબાટની અંદર ચાંદીની બે બગડી, ત્રણ મોબાઇલ ફોન, એક ટેબલેટ અને 7 લાખ રૂપિયા રોકડાની સાથે સાથે કુલ ૧૫ લાખ રૂપિયાની ચોરી થઈ હોવાનું મામલો સામે આવ્યો હતો. તેઓ જ્યારે ઘરે પરત ફર્યા અને આ તમામ દ્રશ્યો જોયા ત્યારે તેઓએ તેમના દીકરા સની ચંદુભાઈને તાત્કાલિક ત્યાં બોલાવ્યા હતા..

તેઓ ત્યાં હાજર થઈને પોલીસમાં પોતાના ઘરે થયેલી ચોરીને લઈને ગુનો નોંધાવ્યો છે. હંમેશા સોસાયટી અને બંધ મકાનો ઉપર નજર રાખીને બેઠા હોય છે. જ્યારે કોઈ વ્યક્તિ લાંબા સમય માટે ઘર બંધ કરીને જાય એટલે તેના ઘરને નિશાન બનાવતા હોય છે. અને ચોરી કરીને ત્યાંથી ફરાર થઈ જતા હોય છે..

આ ઉપરાંત કેટલાક લૂંટારાઓ તો ખૂબ જ માસ્ટર માઇન્ડ હોય છે. તેવો કેટલાક સમયથી ઘરની આસપાસના વિસ્તારમાં રેકી કરે છે. અને ઘરના સભ્યોની દિનચર્યા ઉપર ધ્યાન આપે છે. મોકો મળતાની સાથે જ હાથ ફેરવો કરીને તમામ કિંમતી ચીજ વસ્તુઓ લૂંટી લેતા હોય છે. આવા ચોર લુંટારાને તરત જ પકડવા જોઈએ નહીતો કેટલાય લોકોના ઘરને નિશાન બનાવીને લુટ બોલાવી લેશે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *