રોજ રોજ ઘણી બધી પરણીતાઓ પોતાના સાસરિયાંઓને ત્રાસને કારણે પીડાઈ રહી છે. એમાં રાજકોટના રેલ નગર વિસ્તારની અંદર કુદીરામ બોસ ટાઉનશીપ આવેલો છે. તેની અંદર દેવલબેન નામની પરણીતા પોતાના સાસરિયાવાને કારણે ખૂબ જ ત્રાસી ગઈ છે. આ મહિલા લાઈબ્રેરી સાયન્સનો અભ્યાસ કર્યો હતો..
તેના લગ્ન શ્વેતાંંશી ગણેશ પાર્ક સોસાયટીમાં રહેતા ગૌરાંગ નામના યુવક સાથે થયા હતા. લગ્ન બાદ ઘર સંસાર ખૂબ જ સારો ચાલતો હતો. પરંતુ જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ તેના સસરા હરિભાઈ જાંબુકિયા આ પરણીતાને ખૂબ જ હેરાનગતિ પહોંચાડવા લાગ્યા હતા. તેઓના લગ્ન થયા એના 15 વર્ષ થઈ ચૂક્યા હતા..
જ્યારે તેમના લગ્નના છ વર્ષ થયા ત્યારે તેના સસરા હરિભાઈ મહેરા ટોણા વાળતા હતા કે, તું તો ગદબા જેવી છો, તું ઢોકળી જેવી છો, અને અભાગણી છો. આ ઉપરાંત એવા ઘણા બધા મહેણા મારવા લાગતા હતા. સાથે સાથે કેટલીક વખત તેના સસરા અડધી રાત્રે આ મહિલાને પોતાના માવતર ના ઘરે કાઢી મુકતા હતા..
જ્યારે આ મહિલા તેના સસરાથી કંટાળી ગઈ ત્યારે તેણે તેના પતિને આ તમામ બાબતોની જાણ કરી હતી. અને પોતાના પતિ સાથે જુદા મકાનમાં રહેવા માટે ગઈ હતી. પરતું નિર્દયી સસરો ત્યાં પણ ચડામણી કરવા આવી પહોંચતો હતો. અને તેના પતિની ગૌરાંગને એટલો ભડકાવતો હતો કે, ગૌરાંગ તેને મારપીટ કરવા લાગતો હતો..
લગ્નજીવન દરમિયાન તેના સસરાના કારણે તેમને સંતાન સુખ મળ્યું હતું નહીં. કારણ કે આ મહિલા જ્યારે ગર્ભવતી બની હતી. ત્યારે ડોક્ટરે તેને આરામ કરવાની સલાહ આપી હતી. પરંતુ તેના સસરા ઘરમાં કામવાળીની જેમ બધું કામકાજ કરાવતા હતા. અને નોકરીએ પણ જોવું પડતું હતું. જેના કારણે મહિલાને ગર્ભમાં જ તેના બાળકનું મૃત્યુ થઈ ગયું હતું..
જ્યારે બીજી વાર મહિલા ગર્ભવતી બને ત્યારે તેના પતિએ નોકરી મૂકી દીધી હતી. જેના કારણે આ મહિલાને ફરજિયાત નોકરી કરવા માટે જવું પડતું હતું. અને ઘરના તમામ કામો કર્યા બાદ ભારે દોડધામ થતી હતી. જેને કારણે બીજી વખત પણ ગર્ભની અંદર જ તેના બાળકનું મૃત્યુ થયું હતું. બે બે વખત મહિલાએ ખૂબ જ દુઃખ સહન કર્યું હતું..
છતાં પણ તેના સસરા હરિભાઈ વારંવાર કહેતા હતા કે જો સંતાન સુખ નહીં મળે તો અમે અમારા દીકરા ગૌરાગ માટે બીજી વહુ ગોતી લાવીશું અમારા પરિવારમાં બીજા લગ્ન કરવાનો રિવાજ છે. જ એટલે તારે તારા પિયરમાં જવું હોય તો તું જઈ શકે છે. વગેરે જેવા મેણા ટોણા મારતા હતા. આ સાથે તેનો પતિ પણ નોકરી ધંધો મૂકી દીધો હતો..
અને આખો દિવસ ઘરમાં રહીને માનસિક અને શારીરિક ત્રાસ પહોંચાડતો હતો. આ મહિલાએ તેની લગ્નજીવનની જિંદગીમાં ખૂબ જ સહન કર્યું હતું. એક દિવસ આ મહિલા તેના નિર્દય સસરાના કારણે ખૂબ જ ડિપ્રેશનમાં મુકાઈ ગઈ હતી. એટલા માટે તેણે પોલીસ સ્ટેશનમાં તેના સસરા સામે હેરાનગતિ મહેણા ટોણા અને અપશબ્દ બોલવાના ગુના હેઠળ ફરિયાદ નોંધાવી છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]