નીચી જાતીના યુવકને પ્રેમ કરતા 17 વર્ષની દીકરીને પિતાએ ગળું દાબીને પતાવી દીધી, પોલીસને જઈને કીધું કે, મારી દીકરી….

ઊંચ નીચ અને જાતપાતના ભેદભાવને ભુલાવી દઈને સૌ કોઈ લોકો સાથે માનવતા અને પ્રમાણિકતાથી જીવન જીવવું એ જ સાચું જીવન છે. અત્યારના ડિજિટલ અને આધુનિક જમાનામાં સૌ કોઈ લોકો સમાન છે. પહેલાના સમયમાં ઊંચનીચની ભેદભાવની નીતિ જોવા મળતી હતી. પરંતુ અત્યારે ભણેલ ગણેલ સૌ કોઈ લોકો બધા વ્યક્તિઓને સમાન જ ગણે છે..

પરંતુ હજુ પણ ક્યાંક અંતરિયાળ ગામમાંથી એવી ઘટના સામે આવે છે કે, જેને જાણીને ખૂબ જ આશ્ચર્યચકિત થઈ જવું પડતું હોય છે. અત્યારે વધુ એક આ પ્રકારની ઘટના કર્ણાટકના મૈસુરમાંથી સામે આવી છે. અહીં મૈસુરના પેરીયાપટના તાલુકાના કાગગુંડી ગામમાં સુરેશ નામનો વ્યક્તિ તેના પરિવારની સાથે રહે છે..

પરિવારમાં તેની 17 વર્ષની દીકરી શાલીની તેમજ તેની પત્નીનો પણ સમાવેશ થાય છે. તેની 17 વર્ષની દીકરી શાલીની કર્ણાટકમાં કોલેજમાં અભ્યાસ કરે છે. તેની દીકરીને તેની બાજુના મેલીહલી ગામમાં રહેતા એક યુવક સાથે પ્રેમ થઈ ગયો હતો. 17 વર્ષની ઉંમરમાં દીકરી તેની પડોશના ગામના યુવકના પ્રેમમાં પડી ગઈ હતી..

આ પ્રેમ સંબંધ જેટલા ત્રણ વર્ષથી ચાલતો હતો. જેની ભનક એક દિવસ શાલીનીના પિતા સુરેશને થઈ ગઈ હતી. સુરેશે આ બાબતને લઈને વિરોધ ઉઠાવ્યો હતો અને તેની દીકરીને કહ્યું હતું કે, આપણી જાતિ ઉંચી છે, જ્યારે તે યુવકની જાતિ નીચી હોવાને કારણે આ પ્રેમ સંબંધ ક્યારે પણ શક્ય બનશે નહીં. એટલા માટે આ બાબતોને અહીં જ અટકાવી દેવામાં આવે તો સારું રહેશે..

જ્યારે આ ઘટના સામે આવી ત્યારે કેટલાક લોકો કહી રહ્યા છે કે, હાલના સમયમાં જાતપાત અને ઊંચનીચના ભેદભાવને ભુલાવી દઈને સારી જિંદગી જીવવી તેને જ સાચું જીવન કહેવાય છે. તો કેટલાક લોકો કહી રહ્યા છે કે પ્રેમ સંબંધમાં દરેક સમાજની માન્યતા જુદી જુદી હોય છે. કોઈપણ વ્યક્તિને પોતાના સમાજથી વિરુદ્ધ ચાલવું ખૂબ જ મુશ્કેલ બની શકે છે..

આ ઘટનાને લઈને લોકો જુદી-જુદી અટકળો લગાવી રહ્યા છે. પરંતુ આ ઘટનાની વિસ્તારમાં વાત કરવામાં આવે તો એક દિવસ પોલીસ સ્ટેશને હાજર થઈને શાલીનીના પિતા સુરેશે પોલીસને કહ્યું કે, મેં મારી દીકરીને મોતને ઘાટ ઉતારી દીધી છે. તેઓએ તેમની દીકરીને ખૂબ જ સમજાવી પરંતુ તેમની દીકરી માનવા માટે તૈયાર હતી નહીં..

અને તે કહેવા લાગી કે, હું એ યુવકને છેલ્લા ત્રણ વર્ષથી ખૂબ જ પ્રેમ કરું છું. અને હું લગ્ન કરીશ તો માત્ર એ યુવક સાથે જ કરીશ અને આ બાબત મને પસંદ હોતી નહીં, એટલા માટે મેં તેને ગળું દાબીને મોતને ઘાટ ઉતારી દીધી છે. પોલીસની સામે આ નિવેદન આપતાની સાથે જ પોલીસે ફરિયાદ દાખલ કરીને સુરેશને ધરપકડ કરી લીધી હતી..

સુરેશે પોલીસની સામેથી જ ગુનો કબુલ કરી લીધો હતો. જ્યારે અગાઉ પણ સુરેશે આ પ્રેમ સંબંધને લઈને તેની દીકરી અને પડોશના ગામમાં રહેતા યુવક સામે ફરિયાદ નોંધાવી હતી. પરંતુ એ વખતે 17 વર્ષની આ દીકરી સગીર હોવાને કારણે તેને ઓબ્ઝર્વેશન રૂમમાં મોકલી દેવામાં આવી હતી..

થોડા સમય પહેલા જ આ દીકરી તેની માતા-પિતાને ફોન કરીને તેને ઘરે લઈ જવા માટે જણાવ્યું હતું. ઘરે આવતાની સાથે જ ફરી એક વખત તેણે તેના માતા પિતાને આ યુવક સાથે જ લગ્ન કરવાની જીદ દેખાડી હતી. અને આ વખતે સુરેશે તેને મોતને ઘાટ ઉતારી દીધી હતી. જ્યારે જ્યારે આવી ઘટનાઓ સામે આવે છે..

ત્યારે કોઈ વ્યક્તિને માન્યમાં પણ આવતું નથી કે, આખરે એક પિતા જ પોતાની દીકરીનો જીવ કેવી રીતે લઈ શકે..? શું તેને એકવાર પણ પોતાનો હાથ નહીં કાપ્યો હોય કે જ્યારે તે તેની દીકરીને મોતને ઘાટ ઉતારી રહ્યો હતો.. આ ઉપરાંત કેટલાક લોકો તો કહી રહ્યા છે કે, શાલીની ની માતાએ પણ શાલીનીનો જીવ બચાવવો જોઈએ..

તો અમુક લોકો કહી રહ્યા છે કે, માતા-પિતા સમાજમાં ઈજ્જત ન જાય એટલા માટે પોતાની દીકરીને આ અઘરી સજા આપી હતી. હાલ આ બાબતને લઈને વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે. આ બનાવને લઈને આસપાસના ગામડાઓમાં પણ ચકચાર મચી જવા પામ્યો છે. તો કેટલાક લોકો માટે આ દુખની ઘડી સહન કરવી ખુબ જ મુશ્કેલ બની છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

Leave a Comment