નાયબ મુખ્યમંત્રી અને નાણાપ્રધાન નીતિન પટેલ આજે વિધાનસભામાં રાજ્યનું વાર્ષિક બજેટ (Gujarat Budget) રજૂ કરી રહ્યા છે. અગાઉ સરકારે જણાવ્યા મુજબ આ બજેટ સંપૂર્ણપણે ડિજીટલ અને પેપરલેસ (Paperless Budget) હશે. રાજ્યના ઈતિહાસમાં પ્રથમ વખત પેપરલેસ બજેટ રજૂ થઇ રહ્યું છે, તો નીતિન પટેલ (Nitin Patel) પોતે નવમી વખત બજેટ રજૂ કરી રહ્યા છે.
નીતિન પટેલે બજેટ સ્પીચની શરૂઆત કવિતાથી કરી હતી. તેમણે ‘અમે મક્કમ છીએ, અડીખમ છીએ, ગુજરાતને નવી ઉંચાઈએ લઇ જવા મક્કમ છીએ, આત્મનિર્ભર ભારત બનાવવા મક્કમ છીએ’ કવિતા રજૂ કરીને બજેટ સ્પીચની શરૂઆત કરી હતી.
રાજ્યના ઈતિહાસનું સૌથી મોટું બજેટ આ વર્ષે રજૂ કરવામાં આવ્યું છે. નાણામંત્રીએ વર્ષ 2021-22 માટે રૂ. 2 લાખ 27 હજાર 29 કરોડનું બજેટ રજૂ કર્યું છે.
અપડેટ્સ: રાજ્યના ઈતિહાસનું સૌથી મોટું 2 લાખ 27 હજાર 29 કરોડનું બજેટ શિક્ષણ માટે રૂ. 32 હજાર કરોડની જોગવાઈ આરોગ્ય અને પરિવાર કલ્યાણ માટે 11 હજાર 323 કરોડ મહિલા અને બાળવિકાસ માટે રૂ. 3511 કરોડ કૃષિ અને સહકાર ક્ષેત્ર માટે 72.32 કરોડ રૂપિયા ફૂડ પ્રોસેસિંગ માટે 82 કરોડ રૂપિયા
શહેરી વિકાસ માટે 13 હજાર 493 કરોડની જોગવાઈ માર્ગ અને મકાન વિભાગને 11 હજાર 185 કરોડ પાણી પુરવઠા વિભાગ માટે 3974 કરોડ આદિજાતિ વિકાસ વિભાગ માટે 2656 કરોડની જોગવાઈ કરવામાં આવી બંદર અને વાહન વ્યવહાર વિભાગ માટે 1478 કરોડ
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) : તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.