ચોરી લૂંટફાટ અને મારામારીના બનાવોમાં ખૂબ મોટી નુકસાની થતી હોય છે. હાલ એવી જ એક નુકસાની કરણ સિંહ ચંદ્રસિંહ સોલંકી નામના યુવકને ભોગવવી પડી છે. કરણ સિંહ સોલંકી પાણીગેટ વિસ્તારમાં રહે છે. પરિવાર ખૂબ મોટો હોવાને કારણે તેઓ વાસણા રોડ પર આવેલી જનતા નગર સોસાયટી માં પોતાનું નવું મકાન બનાવી રહ્યા હતા.
અવારનવાર પરિવાર પોતાના નવા મકાન પર મુલાકાતે જતો હતો. આ વાતની જાણ લુખ્ખા તસ્કરોને થઈ ગઈ હતી. એટલા માટે જ્યારે પરિવાર પોતાના મકાન ની મુલાકાતે જાય ત્યારે તસ્કરો કરણસિંહ ના જુના મકાન પર ત્રાટકી ને લૂંટફાટ કરી લેવાનો ઇરાદો બનાવી લીધો હતો.
તેઓ ઘણા દિવસથી રાહ જોઇને બેઠા હતા કે ક્યારે આખો પરિવાર પોતાના નવા મકાન ની મુલાકાતે જાય અને તેઓ ઘરમાંથી ચોરી કરી લે. પરંતુ એક દિવસે આ સમગ્ર પરિવારે નવા મકાન પર મુલાકાતે જવાનો નિર્ણય બનાવ્યો હતો. અને પરિવારના સહુ કોઈ લોકો નવા મકાને જવા માટે નીકળી ગયા હતા..
તે સમય દરમિયાન ત્રણથી ચાર લોકો કરણસિંહ મકાનમાં ઘુસી ગયા હતા. અને મન ફાવે એમ તોડફોડ કરીને કીમતી સામાન દાગીના અને પૈસા ની લૂંટ ચલાવી હતી. અંદાજે દોઢેક કલાક જેટલો સામાન વેરવિખેર કર્યા બાદ તેઓને કુલ લાખ રૂપિયા આસપાસની રકમ મળી ગઈ હતી.
અને તેઓ આ રકમ લઈને ભાગી રહ્યા હતા એ સમય દરમ્યાન કરણ સિંહ સોલંકી ના પાડોશમાં રહેતા શૈલેષ નારણભાઈ પટેલને આ લુખા તસ્કરો દેખાયા હતા. એટલા માટે તેઓએ તાત્કાલિક ધોરણે કરણસિંહ ને ફોન કર્યો હતો કે તમારા ઘરમાંથી કોઈ અજાણ્યા વ્યક્તિઓ બહાર નીકળ્યા છે..
તમે હાલ કઈ જગ્યા પર છો..? આ વાત સાંભળતાની સાથે જ કરણસિંહ પોતાના પરિવાર સાથે નવા મકાન મુકીને પોતાના જૂના મકાન એ પરત ફર્યા હતા. અને જોયું તો પોતાના ઘરમાંથી એક લાખ રૂપિયા ની ચોરી થઈ હતી. અને ઘરનો તમામ સામાન વેર વિખેર પડયો હતો. પરિવારને એવી તો શી ખબર હશે કે નવા મકાને જતા તેઓને જુના મકાનમાં પડેલી કિંમત ને ગુમાવી દેવી પડશે.
હકીકતમાં આ બાબતને લઈને કરણસિંહે પોલીસમાં જાણ કરી છે. તેમજ તેઓએ જણાવ્યું છે કે, આ બાબતમાં કોઈ નજીકનો અને ઓળખીતો વ્યક્તિ સંકળાયેલો છે. કારણકે તેઓ પોતાના નવા મકાન પર મુલાકાતે જાય છે. એ બાબતની જાણ તેમના અંગત વ્યક્તિ સિવાય અન્ય કોઈ પણ લોકોને ન હતી એટલા માટે પરિવારના સૌ સભ્યો નો શક કોઇ નજીકની વ્યક્તિ ઉપર જ છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]