Breaking News

ગામના તળાવમાંથી 2 દિવસથી ગુમ કોંગ્રેસી નેતાના દીકરાની લાશ મળી આવતા મચી ગયો ખળભળાટ.. વાંચો..!

બે દિવસ પહેલાં સુરતના સચીન જીઆઇડીસી વિસ્તારમાં આવેલા તળાવમાંથી 13 વર્ષની ઉંમરના બે બાળકોની લાશ મળી આવતા ખળભળાટ મચી ગયો હતો. અને હવે વડોદરા શહેરના સાવલી તાલુકામાં એક ગામના તળાવમાંથી કોંગ્રેસના નેતાના એકના એક દીકરાની લાશ મળી આવતાં ખળભળાટ મચી ગયો છે.

સાવલી તાલુકાના મંજુસર ગામના કોંગ્રેસના નેતા વિજય સિંહ વાઘેલાનો પુત્ર કુલદીપ સિંહ વાઘેલા બે દિવસથી ગુમ હતો. બે દિવસ પહેલા મંજુસર જીઆઈડીસીમાં કુલદીપ સિંહ વાઘેલા jcb લઈને ફિલ્ડ ઉપર માટી કામ કરવા ગયો હતો. ત્યારબાદ તે ઘરે ન આવતાં પરિવારજનોએ તેની શોધખોળ શરૂ કરી હતી..

પરંતુ ઘણા સમય બાદ પણ તેનો અતો પતો ન મળતાં તેણે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી .પરંતુ બે દિવસ બાદ અલીન્દ્રા ના ઝુમકા ગામ ની સીમમાં એક તળાવ આવેલું છે. આ તળાવના કિનારે ગામના લોકોએ કંઈક તરતું હોય તેવું નજરે ચડયું હતું. નજીક જઈને જોયું તો ગામલોકોના હોશ ઉડી ગયા હતા..

કારણકે તળાવમાં એક લાશ તરી રહી હતી. તાત્કાલિક ધોરણે ગામના લોકોએ ભાદરવા પોલીસને જાણ કરી હતી. ભાદરવા પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી. તપાસ કરતાં જણાવ્યું હતું કે આ લાશ કોંગ્રેસના નેતા વિજય સિંહ વાઘેલાના પુત્રની છે. આ લાશ મળી આવતાની સાથે જ વિજય સિંહ વાઘેલા ને ઘટનાસ્થળે લાશની ઓળખાણ કરવા માટે બોલાવી લેવામાં આવ્યા હતા..

લાશની ઓળખાણ ચોક્કસપણે થઈ જતા કોંગ્રેસના નેતા વિજય સિંહ વાઘેલા ના પરીવારજનો ઉપર આફતના વાદળો ઘેરાઈ આવ્યા હતા. વિજય સિંહ વાઘેલા ના પુત્ર કુલદીપ સિંહ વાઘેલા ની ઉંમર ૨૨ વર્ષની છે. આ ઘટના પાછળ હત્યા થઈ છે કે પછી આપઘાત કર્યો છે આ અંગે પોલીસ હાલ તપાસ કરી રહી છે.

વિજય સિંહ વાઘેલા ક્ષત્રિય સમાજના અગ્રણીઓ પણ છે. પોતાના દીકરાના મૃત્યુના સમાચાર આવતાની સાથે જ તેઓ લાગણીસભર થઈ ગયા છે. પરિવાર ખુબ જ ભાંગી પડયો છે. આ મૃત્યુ પાછળ ભાદરવા પોલીસને અપહરણ, બદલાની ભાવના, ધંધામાં હરીફાઈ તેમજ પ્રેમપ્રકરણ જેવી વિવિધ શંકાઓ છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *