દિવસની શરૂવાત થતા ની સાથે જ રાજ્યમાં રોજે રોજ ઘણાંબધાં અકસ્માતના બનાવ સામે આવતા હોય છે. રાજ્ય માર્ગ અકસ્માતના બનાવો સામે આવી રહ્યા છે કે જેમાં રોજ ઘણા બધા વ્યક્તિઓ મૃત્યુ પામે છે. જેના કારણે મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને દુઃખ સહન કરવાનો વારો આવતો હોય છે. ઘણા અકસ્માતના બનાવોમાં વાહન ચાલકના મૃત્યુ પણ થતા હોય છે.
આ પ્રકારની અકસ્માતોની ઘટનાઓ માં જયારે પણ પરિવારના મોભીનું અકસ્માતની અંદર મૃત્યુ થાય ત્યારે સૌ કોઈ લોકો દુખની ઊંડી લાગણીમાં જ વહી જતા હોય છે. અને વિચારમાં પડી જાય છે કારણ કે તે વ્યક્તિના ખભા ઉપર પરિવારના તમામ સભ્યોની જવાબદારી હોય છે. હવે એમનું કોણ આ ભાવ ખુબ જ દુઃખ ઉપજાવનારો બની રહેતો હોય છે અને તેનું જ સતત રટણ ચાલ્યા કરતું હોય છે.
હાલ એવો જ અકસ્માતમાં એક બનાવ સામે આવી રહ્યો છે. અને આ અકસ્માતનો બનાવ નડિયાદ ખાતેથી સામે આવી રહ્યો છે. હાલમાં જે અકસ્માત થવા પામ્યો છે તેની જો સવિસ્તારમાં જો વાત કરવામાં આવે તો ખેડા જિલ્લામાં નડિયાદ તાલુકાના ચકલાસી ગામ પાસે આવેલા પેટ્રોલપંપ ની સામે જ અકસ્માતનો વધુ એક બનાવ સામે આવ્યો છે. જે ખરેખર ચિંતા માં વધારો કરનાર અકસ્માત ગણી શકાય.
શનિવારની બરોબર વહેલી સવારે જ એક અકસ્માત સર્જાયો છે. અહીંયા થી પસાર થઇ રહેલા ટેમ્પો નંબર જેનો નંબર GJ 07 VW 7082 હતો અને બીજી બાજુ ડમ્પર હતું જેનો નંબર GJ 06 AZ 8575 હતું આ બન્ને વચ્ચે બોવ જ જોરદાર ટક્કર થયેલ હતી. આ ટક્કર તો એટલી બધી જોરદાર હતી જેના કારણે તો ઉપર દર્શાવેલ બંને વાહનોનાકટકે કટકે ઉડી જવા પામ્યા હતા.
ઘટનાની વિગતવાર વાત કરવામાં આવે તો ચકલાસીના જ વચ્ચે એસ્સાર કંપની નો પેટ્રોલ પંપ આવતો હતો બરોબર એજ પેટ્રોલપંપ ની સામે જ આજરોજ સવારના સુમારે જ એક ફૂલ લોડેડ લાકડા ભરેલ ટેમ્પો અને ડમ્પર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. સવારનો સમય હોવાથી વાહનો પણ ઓછા હોવાની આશંકા વર્તાવાઈ રહી છે જેમાં ટેમ્પા ચાલકનું તો ઓન્થેસપોટ ઘટના સ્થળે જ મોત નીપજ્યું પામ્યું હતું.
જ્યારે ડમ્પર ચાલક અને સાથે ના અન્ય એક વ્યક્તિને શરીરે ના ભાગે ગંભીર રીતે ઈજાઓ પહોંચી હતી. ડમ્પરનો ચાલક કેબિનમાં જ ફસાઈ ગયો હોવાથી નડિયાદ ફાયરબ્રિગેડે એક કલાકની અતિ ભારે જહેમત બાદ ડમ્પર ચાલક ને માંડ બહાર કાઢ્યો હતો અને નડિયાદ સિવિલ હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર માટે ખસેડાયો હતો. ચકલાસી પોલીસે ઘટના સ્થળે તાત્કાલિક પહોંચી ને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]