Breaking News

નવરાત્રીના પહેલા દિવસે જ માતાજીને પ્રસાદ ચડાવવા જતા 46 ભક્તોને કાળમુખો અકસ્માત નડ્યો, 10ના મોતથી મચી ગયો સુનકાર..

અત્યારે માતાજીનો પાવન તહેવાર નવરાત્રી ચાલી રહ્યો છે. ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમી રહ્યા છે. પરંતુ એવામાં સૌ કોઈ લોકોને મગજ કામ કરતા બંધ થઈ જાય એવો એક બનાવો સામે આવ્યો છે કે, જેમાં કુલ 10 લોકોની જિંદગી છીનવાઈ ગઈ છે. આ બનાવ ઉત્તર પ્રદેશના લખનઉનો છે. અહીં એક ગામડાના કુલ 46 લોકો ટ્રેક્ટરની ટ્રોલીમાં બેસીને માતાજીના મંદિરે પ્રસાદ ચઢાવવા માટે જતા હતા..

નવરાત્રિના પ્રથમ દિવસે જ તેઓએ માતાજીના દર્શન કરી તેમને પ્રસાદ ચઢાવવાનો નિર્ણય લીધો અને આ નિર્ણય થકી તેઓ ઈંડાચા ગામથી કુંભારાઓ રોડ ઉપર પસાર થઈ માતાજીના ચરણે જતા હતા. એવામાં ટ્રેક્ટર હાઇવે ઉપર એક ટ્રોલીને ઓવરટેક કરવા માટે ગયું અને ટ્રેક્ટર પલટી મારી જતા ટ્રેક્ટરની ટ્રોલીમાં બેસેલા 46 ભક્તો રોડ કાંઠાના તળાવમાં ઠલવાઈ ગયા હતા..

આ તળાવનું પાણી ખૂબ જ ઊંડુ હોવાથી એક સાથે 46 લોકો ટ્રેક્ટર સાથે આ તળાવમાં પડતા જે લોકોને તરતા આવડતું હતું. તેમના જીવ બચી ગયા છે. જ્યારે 10 માસુમ લોકોના મૃત્યુ થયા છે. તેઓએ ક્યારેય પણ વિચાર્યું નહીં હોય કે, તેઓ માતાજીના દર્શને જવા નીકળશે અને તેમને એટલા મોટા કાળમુખા અકસ્માતનો સામનો કરવો પડશે..

જેમાં એક જ ગામના 10 લોકોના કમકમાટી ભર્યા મૃત્યુ થશે. જ્યારે આ ઘટનાની જાણકારી પોલીસ તંત્રની થઈ ત્યારે એસડીઆરએફની ટીમમાં પણ ઘટના સ્થળે પહોંચીને રાહત અને બચાવ કામગીરી શરૂ કરી હતી. જેમાં 34 લોકોને તળાવમાંથી હેમખેમ બહાર કાઢવામાં આવ્યા હતા.

જ્યારે 10 જેટલા લોકો મૃત હાલતમાં બહાર કાઢવામાં આવ્યા અને બે લોકો હજુ પણ અતો પતો મેળવાય રહ્યો છે. તેઓ ચંદ્રિકા દેવી મંદિરમાં દર્શન કરવા અને પ્રસાદ ચડાવવા માટે જતા હતા. આ ઉપરાંત તમામ શ્રદ્ધાળુઓને ભક્તોમાં ભારે હર્ષ અને ઉલ્લાસ દેખાતો હતો. પરંતુ આ અકસ્માત ચર્ચા એકાએક સુનકાર મચી જવા પામ્યો છે..

આ બનાવને લઈને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ દુઃખ વ્યક્ત કર્યું છે. અને મૃતક વ્યક્તિઓના પરિવારજનોને ચાર ચાર લાખ રૂપિયાની રાહત રકમ પૂરી પાડવાનું પણ સૂચના આપી દેવામાં આવી છે. આ અકસ્માતના બનાવવામાં એક સાથે દસ લોકોની જિંદગી ગઈ છે. આ ગોજારો અકસ્માતને ભુલાવવો કોઈ કાળે શક્ય નથી.

જ્યારે પણ કોઈ વાર કે તહેવાર આવી પહોંચે છે, ત્યારે વાર તહેવારની ખુશીમાં અમુક વખત એવો માતમ પણ છવાઈ જતો હોય કે, જેને કોઈ વ્યક્તિ જન્મો જનમ સુધી ભુલાવી શકતા નથી. એક સાથે 10 વ્યક્તિઓના મૃત્યુ થતાં આસપાસના વિસ્તારમાં પણ ભારે ફફળાટ મચી ગયો છે. તો તળાવ કાંઠે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

યુવકે પોલીસને કહ્યું કે, “17 વર્ષ પેલા મારા હાથેથી મરેલો વ્યક્તિ મારા સપનામાં ભૂત બનીને આવે છે” અને પછી તો જે થયું તે જાણીને પોલીસ ચોંકી ગઈ..!

અત્યારે એક વ્યક્તિને 17 વર્ષ પછી પોતાના કરેલા કામોના પાપ સપનામાં આવા લાગ્યા હતા અને …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *