Breaking News

નવી વરસાદી સીસ્ટમના વાદળો દોડી આવ્યા, આ તારીખોથી સાંબેલાધાર મેઘો વરસવાની મોટી આગાહી.. વાંચો..!

ગુજરાતમાં હાલ સાર્વત્રિક વરસાદ વરસવા લાગ્યો છે. જેમાં દક્ષિણ ગુજરાતના સુરત અને નવસારી તેમજ મહુવામાં વાવાઝોડા સાથે ભારે પવન ફૂંકાવાની શરૂઆત થઈ હતી. અને ત્યારબાદ મેઘરાજાએ ધમધમાટી બોલાવી દેતાં ગણતરીની કલાકોમાં જ સુરતના કામરેજ માં ચાર ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે..

જ્યારે મહુવામાં પાંચ ઇંચ વરસાદ સાથે કેટલાય લોકોના ઘરના પતરા ઉડી ગયા છે. જ્યારે કેટલાય વૃક્ષો પણ ધરાશાયી થયા છે. મહુવાના ત્રણ ગામોમાંતો પચાસ મકાનોના પતરા ઉડાડી દીધા છે. તેમજ ભારે તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે. બીજી બાજુ સૌરાષ્ટ્રના રાજકોટ, અમરેલી, જૂનાગઢ અને ભાવનગરમાં પણ ભારેથી અતિભારે વરસાદ વરસવાનું શરૂ થઈ ગયું છે..

જેમાં અમરેલીના દેવળિયા અને ધારી ગામે વરસાદ વરસતા શેત્રુજી નદીમાં પાણી વહેતા થયા છે. આ સાથે સાથે શેત્રુંજી ડેમ પણ હાલ ભયજનક સપાટીએ વહી રહ્યો છે. અમદાવાદમાં પણ રાતના સમયે ભારેપવન ફૂંકાવાની શરૂઆત થઇ ચૂકી હતી. અને ત્યાર બાદ જુદા-જુદા વિસ્તારોમાં વરસાદ ખાબકયો છે.

એ ઉપરાંત આજે સવારથી જ ગોંડલ અને રાજકોટ સહિતના અન્ય વિસ્તારોમાં પણ ઝરમર વરસાદની શરૂઆત થઇ ચૂકી હતી અને વાતાવરણ એકદમ હિલ સ્ટેશન જેવું થઈ ગયું હતું. તમામ જિલ્લાઓમાં વરસાદ થતાની સાથે હવામાન વિભાગે વધુ એક આગાહી આપતા જણાવી દીધું છે કે, હાલ વરસાદ ના બીજા રાઉન્ડની વરસાદી સિસ્ટમ સક્રિય થઇ ચૂકી છે..

જેના કાળા ડિબાંગ વાદળો ગુજરાત ઉપર દોડી આવવા લાગ્યા છે. જેથી આવનારા ત્રણ દિવસની અંદર જ દરેક વિસ્તારમાં સાંબેલાધાર વરસાદ વરસી જશે અને નદી-નાળામાં ભરપૂર માત્રામાં પાણી વહેવા લાગશે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના પણ મહેસાણા, અરવલ્લી, બનાસકાંઠા, સાબરકાંઠા, હિંમતનગર, પાલનપુર અને પાટણમાં જુદા જુદા વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ વરસતા ખેડુતોએ વાવણીના શ્રીગણેશ કર્યા હતા.

અને ત્યારબાદ એકધારો વરસાદ વરસી રહેતા ખેડૂતો રાજીના રેડ થયા છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં હોનારત સર્જતા વરસાદને કારણે ખેડૂતો ભારે ચિંતામાં મુકાઈ ગયા હતા. દક્ષિણ ગુજરાતના મહુવા તાલુકાના અનાવલ ગામમાં ભારે વરસાદ વરસ્યો હતો. જેના કારણે ગામના કુલ ૫૦ કરતાં વધુ ઘરના પતરા ઉડી ગયા છે..

સાથે-સાથે કેટલાય લોકોના ઘર ધરાશાયી થયા છે. અને ગ્રામ વિસ્તારના તમામ વૃક્ષો પણ ધરાશાયી થતા રસ્તાઓ બંધ થયા છે. અને જનજીવન ખોરવાઈ ગયું છે. કેટલાય લોકોની દીવાલ ધરાશાયી થઈ હતી. તેમજ કેટલાય લોકોના જીવને પણ જોખમ રહ્યા હતા. વલસાડના ઉમરપાડા તેમજ માંગરોળમાં પણ ત્રણથી ચાર ઇંચ વરસાદ વાવાઝોડા સાથે ખાબકી જતાં ઠેરઠેર પાણી ભરાયા હતા..

તો કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પણ લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે. જ્યારે જર્જરિત મકાનના ભાગો પણ તૂટી પડ્યા છે. સૌરાષ્ટ્ર  અને કચ્ચ તેમજ ઉત્તર ગુજરાતના જીલ્લાઓમાં બીજા રાઉન્ડના વરસાદ અંગે આવનારા ૨ થી ૩ દિવસમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *