નવા વર્ષે મોઢું મીઠું કરીને પરિવાર સુઈ ગયો, સવારે જાગીને જોયું તો અંદરથી કાળજા ધમધમી ગયા, આવ્યો માથે હાથ દઈને રોવાનો વારો..!

બેસતા વર્ષના દિવસે દરેક લોકો પરિવારના અન્ય સભ્યો સાથે હળી મળીને વિતાવે છે. આ ઉપરાંત નવા વર્ષના દિવસે સૌપ્રથમ પરિવારજનો મંદિરે જાય છે. અને ભગવાનને પ્રાર્થના કરીને આવનારો વર્ષ ખૂબ જ સારું જાય તેમના પરિવારજનો નિરોગી રહે અને તથા રોજગાર ખૂબ જ સારા ચાલે તેવી પ્રાર્થના પણ કરે છે..

નવા વર્ષના દિવસે ઘાસીરામ નામના વ્યક્તિ તેમના પરિવારજનોની સાથે મંદિરે ગયા હતા. ત્યારબાદ તેમના ઘરે કુટુંબના અન્ય વ્યક્તિઓ પણ આવ્યા અને મેળાપનો કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ રાત્રીના સમયે સમગ્ર પરિવાર એક સાથે બેસીને ભોજન લીધું હતું અને ત્યારબાદ તેઓ સૂઈ ગયા રાત્રિના સમયે તેઓએ નવા વર્ષ દરમિયાન ઉપહાર તરીકે આપેલી મીઠાઈઓ ખાધી હતી..

ત્યારબાદ આખો પરિવાર એક સાથે સૂઈ ગયો હતો. પરિવાર ખૂબ જ રાજી ખુશીથી જીવન જીવતો હતો. પરિવારના બે દીકરા પણ ખૂબ જ સારું કમાતા હતા. પરંતુ નવા વર્ષના બીજા દિવસની સવારે તેઓને એટલું મોટું દુઃખ સહન કરવાનો વારો આવ્યો છે કે, જે સામાન્ય વ્યક્તિ માટે સહન કરવું મુશ્કેલી જ નહીં પરંતુ નામુમકીન સમાન છે.

ઘસીરામ ભાઈ જ્યારે નવા વર્ષના દિવસે સાંજે મીઠાઈને સુતા હતા ત્યાર બાદ જ્યારે સવારે જાગ્યા ત્યારે તેઓએ ઘરના નીચેના રૂમમાં જોયું તો તમામ રૂમના તાળા તૂટેલા હતા. આ જોતા જ અંદરથી તેમના કાળજા ધમધમી ગયા હતા. તો પરિવારના અન્ય સભ્યો પણ માથે હાથ દઈને રોવા લાગ્યા હતા..

કારણકે તેઓ સમજી ગયા કે તેમના ઘરે ખૂબ જ મોટી ચોરી થઈ છે. આ ઉપરાંત દિવાળીનો સમય હોવાથી તેમના બંને દીકરા કમાયેલી તમામ રકમને ઘરે લઈ આવ્યા હતા. અને ઘરના કબાટની તિજોરીમાં મૂકી દીધી હતી. ચોર લૂંટારાઓને જાણકારી મળી જતાની સાથે તેઓ તેમના ઘરે ત્રાટક્યા અને રૂમના તાળા તોડી નાખીને લોખંડની પેટીમાંથી સોના ચાંદીની ચીજ વસ્તુઓ અને કબાટની તિજોરીમાંથી અંદાજે પાંચ લાખ રૂપિયા રોકડા ચોરીને ગાયબ થઈ ગયા હતા..

ત્યારે સવારના સમયે કાશીરામ ભાઈએ આ દ્રશ્યો પોતાની નજર સામે જોયા ત્યારે તેઓ પણ બોલી ગયા કે, આખરે ભગવાને તેમને નવા વર્ષના પહેલા દિવસે જ ખૂબ જ મોટી કઠણાઈ આપી દીધી છે. તેમના પરિવાર માટે ખૂબ જ માઠો બનાવો સાબિત થયો હતો. જ્યારે આ ઘટનાની જાણકારી પોલીસ સ્ટેશનને પહોંચાડવામાં આવી ત્યારે..

પોલીસ પણ હચમચી ગઈ કારણ કે એવી તો કયા લૂંટારાઓની ટોળકી સક્રિય થઈ છે કે, જે દિવાળીના સમયમાં પણ ઘરમાં ઘૂસીને બેઠા નથી. અને લોકોના ઘરે ચોરી લુંટફાટ ચલાવી રહ્યા છે. પોલીસએ સીસીટીવી કેમેરાની મદદથી તપાસ ચલાવી છે. અને આ ચોરી કરનાર ટોળકી કોણ છે..? તેની જાણકારી મેળવવી રહી છે.

ઘસીરામભાઈની સાથે સાથે તેમની બાજુમાં રહેતા સુરેન્દ્ર કુમાર નામના વ્યક્તિના ઘરે પણ ખૂબ જ મોટી ચોરી થઈ છે. તેમના ઘરેથી અંદાજે સાત થી આઠ તોલા સોનું અને બે કિલો ચાંદીની ચોરી થઈ છે. એક જ શેરીમાં બે મકાનના તૂટ્યા છે. જેને લઇ સમગ્ર સોસાયટીમાં ફફળાટ મચી ગયો છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

Leave a Comment