Breaking News

નવા બંગલામાં પ્લાસ્ટર કરવા આવેલો કારીગર કરોડપતિ ઘરધણીની જુવાન દીકરીને ભગાડી ગયો, દરેક સમાજ માટે ચેતવણીરૂપ કિસ્સો..!

અત્યારે દરેક સમાજ માટે ચોંકાવનારી ઘટનાઓ સામે આવે છે. જેમાંથી સમાજના અગ્રણીઓ કંઈકને કંઈક નવું શીખીને સમાજના અન્ય લોકો સુધી સારો સંદેશો પહોંચાડી લોકોને જાગૃત કરવા ભારે મથામણો કરે છે. અને હકીકતમાં વડીલો પાસેથી સારી માહિતીની શીખ લઈ આપણે આપણા જીવનમાં તેનું આચરણ કરવું જોઈએ..

અત્યારે એક એવી ઘટના બની છે કે, જેણે ભલભના લોકોને ચોંકાવી દીધા છે. તો પૈસાવાળા ઘરના લોકોમાં તો એકાએક ફાફડાટ મચી ગયો છે. આ ઘટના રાજસ્થાનના શિરોહીના પાલડી વિસ્તારની છે. અહીં એક કરોડપતિ પરિવારનો બંગલો છેલ્લા બે મહિનાથી બંધાતો હતો તેઓ આ બંગલાની બાજુના મકાનમાં રહેતા અને પોતાના બનતા નવા મકાનનું ધ્યાન રાખતા હતા.

આ ઘરમાં પ્લાસ્ટરનું કામકાજ કરવા માટે દીપુ સિંહ નામનો યુવક છેલ્લા બે મહિનાથી આ બંગલામાં અવરજવર કરતો હતો. બંગલાનું કામ ખૂબ જ વધારે પડતું હોવાને કારણે તે છેલ્લા બે મહિનાથી અહીં કામકાજ કરવા માટે આવતો, કરોડપતિ પરિવારની યુવાન જોધ દીકરી પણ પોતાના નવા ઘરનું દેખરેખ રાખવા માટે ત્યાં આવતી હતી..

એવામાં દીપુ સિંહની આંખ આ દીકરી ઉપર પડતા તે સારી સારી વાતો અને મીઠી ભાષામાં પ્રેમ ભરી વાતો કરીને આ સગીર દીકરીને પોતાને લીધી હતી. ત્યારબાદ તે એક દિવસ આ દીકરીને ભગાવીને લઈ ગયો હતો. દીકરીના માતા-પિતા તેમજ ભાઈ અને અન્ય પરિવારજનો પણ બિઝનેસમાં ખૂબ જ વ્યસ્ત રહેતા હતા..

તેઓને ઘરમાં શું ચાલે છે તેમ જ શું સ્થિતિ છે તે જાણવામાં કોઈ પણ રસ હતો નહીં બસ તેઓ માત્ર કમાવવામાં જ ધ્યાન આપતા હતા. આ દીકરી ખૂબ જ એકલવાયુ અનુભવતી અને દીપુ સિંહ નામના યુવક સાથે મિત્રતા કર્યા બાદ તે ખૂબ જ ખુશાલ લાગતી હતી. દીપુ સિંહ આ જુવાન દીકરીને ભગાડી ગયો હતો..

જ્યારે પરિવારજનોને જાણ થઈ કે, તેમના જ નવા બંગલામાં પ્લાસ્ટર કરનાર કારીગર તેમની લાડકી દીકરીને ભગાવીને લઈ ગયો છે. ત્યારે પરિવારના સૌ કોઈ સભ્યો એક હચમચી ગયા હતા અને તેઓ વિચારવા પર મજબૂર બન્યા કે, આખરે અન્ય લોકો તેમના વિશે શું વિચારશે કે ખૂબ જ મોટા ઘરની દીકરીને આ યુવક ભગાવી ગયો છે..

આ ઉપરાંત માતા-પિતાની શું ઈજ્જત બચી રેહશે. પરંતુ આ તમામ બાબતો તેઓએ પહેલા વિચારવી જોઈએ. પરિવારના સૌ કોઈ સભ્યો કઈ હાલતમાંથી પસાર થઈ રહ્યા છે, તેમજ તેઓની રસરૂચી અને સમસ્યાઓનું ધ્યાન રાખવા ને બદલે તેઓએ માત્ર પૈસા કમાવવામાં જ ધ્યાન આપ્યું હતું..

અને હાલ તેઓને ભારે હાલાકીનો ભોગ બનવું પડ્યું હતું. આ ઘટનાને લઈને તેઓ પોલીસ સ્ટેશને પહોંચ્યા અને દીપુસિંહ નામના યુવક સામે ફરિયાદ નોંધાવી હતી કે, તે અમારી જુવાન દીકરીને ભગાડીને લઈ ગયો છે. પોલીસે ફરિયાદ નોંધીને કાર્યવાહી શરૂ કરી હતી. જેમાં તપાસ કરતાં જણાવ્યું કે, દીપુસિંહ નામનો યુવક છેલ્લા 12 વર્ષથી જવાય રેલ્વે સ્ટેશન પાસેના એક કોલોનીમાં રહે છે..

અને તે પ્લાસ્ટર કામ સાથે સંકળાયેલો છે. આ વિસ્તાર પાસે પોલીસ અધિકારીઓ પહોંચી દીપુસિંહનો ફોટો બતાવીને લોકોને આ વિશે પૂછપરછ કરી હતી. પરંતુ કોઈ પણ વ્યક્તિ પાસેથી દિપુસિંહને લઈને કોઈ સારી માહિતી મળી નથી. આ બનાવ બન્યા બાદ પોલીસે લોકોને જણાવ્યું છે કે, જે કોઈ વ્યક્તિ પોતાના ઘરમાં નોકર અથવા તો કોઈ પણ કામકાજ માટે વ્યક્તિને પગાર ઉપર રાખે છે..

તો તેઓનું નામ સરનામું અને તેમની અંગત વિગતો અંગે ચોક્કસ માહિતી મેળવી લેવી જોઈએ. આ ઘટનાને લઇ ચારે કોર ચકચાર મચી જવા પામ્યો છે. કેટલાક લોકો પૈસા વાળા ઘરના સભ્યો વિશે મસ્તી મજાક કરી રહ્યા છે. તો કેટલાક લોકો આ બનાવને ખૂબ જ ગણાવી રહ્યા છે. અને આવનારા સમયમાં અન્ય કોઈ વ્યક્તિ સાથે આવો બનાવ ન બને એટલા માટે પરિવાર માટે સમય કાઢવાનું જણાવી રહ્યા છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

રીસામણે પિયરમાં આવેલી કોન્સ્ટેબલની પત્નીને દિયર તેડી ગયો, અધવચ્ચે આવતી ટ્રેન નીચે ધક્કો મારી દેતા મહિલાનો છૂંદો બોલી ગયો..! અને પછી તો..

પતિ અને પત્ની વચ્ચે નાની નાની બાબતોમાં થતી મગજમારીઓ કોઈ વખત એવું મોટું સ્વરૂપ ધારણ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *