આપણા દેશના મોટાભાગના લોકો જુદા જુદા ધર્મો વચ્ચે પણ ભાઈ ચારમાં જ માને છે. દરેક ધર્મ એ આપડો ધર્મ છે એમ સમજીને જ દરેકની મદદ કરે છે અને હળી મળીને રહે છે. કેટલાક લોકો ધર્મને બાજુ માં રાખી ને ભાઈચારાથી રહેતા હોય છે. આવો જ એક કિસ્સો કચ્છ જિલ્લામાં જોવા મળ્યો છે. ત્યાં એક ક્ષત્રિયના દીકરાએ એક મુસ્લિમ યુવાનનો જીવ બચાવવા માટે પોતાનો જીવ આપી દીધો હતો..
ક્ષત્રિય સંકટના સમયમાં મદદ માંગનારાની મદદ કરવા માટે હંમેશા તત્પર હોય છે. તેનું એક ઉદાહરણ જીતેન્દ્રસિંહ જાડેજાએ આપ્યુ છે. 24 વર્ષના જીતેન્દ્રસિંહ જાડેજા મુસ્લિમ યુવાનને કેનાલમાં ડૂબતો જોઈને તરત જ તેની મદદ કરવા માટે કેનાલમાં કૂદકો મારી દીધો હતો. તેણે એક પણ વાર તેના જીવના જોખમ વિષે વિચાર્યું હતું નહી.
બે દિવસ પહેલા કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકામાં નર્મદા કેનાલમાં અક્રમ અબડા નામનો એક મુસ્લિમ યુવાન કેનાલમાં ડૂબી રહ્યો હતો. ત્યારે જ જીતેન્દ્ર સિંહ જાડેજા ત્યાંથી બાઇક લઇને પસાર થયો હતો. આ દ્રશ્ય જોઇને તેણે તરત જ તેને બચાવવા માટે નર્મદા કેનાલમાં જરા પણ વિલંબ કર્યા વગર કૂદકો માર્યો હતો..
પરંતું તે જીવ બચાવી શક્યો નહીં અને બંને યુવાન મૃત્યુ થઈ ગયા. અંગે મૃતક યુવાનના પિતરાઈ ભાઈ અને ગામના સરપંચ સાથે વાત કરતા આખી ઘટનાની જાણકારી મળી છે. ભચાઉમાં એસ.આર.પી.કેમ્પ નજીક નર્મદા કેનાલ આવેલી છે. જ્યાં મુસ્લિમ યુવાન અક્રમ યુસુફભાઈ કપડા અને તેની માતા કંઈક વસ્તુ કેનાલમાં નાખવા માટે ગયા હતા..
પરંતુ અક્રમનો પગ લપસતા સાથે કેનાલમાં ડૂબવા લાગ્યો હતો. તેની માતા ત્યાં મદદ માટે બૂમો પાડતી હતી. તેજ સમયે ચોપડવા ગામના 24 વર્ષનો ક્ષત્રિય યુવાન જીતેન્દ્રસિંહ બળવંતસિંહ જાડેજા અને તેનો મિત્ર કરમશી રબારી બંને બાઇક લઇને ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. તેમણે અકરમની માતાની બૂમો સાંભળીને તરત જ ત્યાં પહોંચી ગયા હતા.
જીતેન્દ્રસિંહ અને તેના મિત્ર કર્મશી અક્રમને બચાવવાનું નક્કી કર્યું હતું. જેથી તેનો મિત્ર કરમસિંહ દોરડું લેવા ગયો હતો. પરંતુ જીતેન્દ્રસિંહ દોડડું આવે તે પહેલાં જ અક્રમ ને બચાવવા માટે કેનાલમાં કૂદી પડ્યો. પરંતુ કેનાલમાં પાણીનું પ્રેશર ખૂબ જ ઊંચું હતું. જીતેન્દ્રસિંહ ગમે તેમ કરીને અક્રમ ને બચાવવાના પ્રયાસો કર્યા હતા. પરંતુ ડરી ગયેલા અક્રમે જીતેન્દ્રસિંહ નો હાથ પકડી લેતા બંને ડૂબી ગયા.
આ ઘટનાની જાણ થતાં બંનેના મૃતદેહોને શોધખોળ શરૂ કરવામાં આવી છે. જેમાં ૨૪ કલાક બાદ જીતેન્દ્રસિંહનો મૃતદેહ 10 કિલોમીટર દૂરથી મળી આવ્યો હતો. પરંતુ અક્રમના મૃતદેહની કોઈ પણ માહિતી મળી ન હતી. અક્રમના ગામમાં પૂછપરછ કરતાં જાણવા મળ્યું કે તેના ઘરમાં મુસ્લિમ પરિવારની કંઈક વિધિ કરવામાં આવી હતી. તે વખતે કેનાલમાં કંઈક વસ્તુ પધરાવવા માટે ગયો હતો..
ત્યારે તેનો પગ લપસી ગયો હતો તેની ઉંમર અંદાજે ૩૫ વર્ષ જેટલી જણાવવામાં આવી હતી. આ મુસ્લિમ પરિવાર ભચાઉના માન સરોવર નજીકના વિસ્તારમાં રહેતો હતો. તે ગામના સરપંચે જણાવ્યું કે આ ઘટના બાદ હજુ પણ અક્રમની બોડી મળી ન હતી. જેથી તેમણે તેમના ગામના ૨૦૦ થી વધુ યુવાનો અને નગર પાલિકાની ટીમને મૃતદેહના શોધમાં કામે લગાડી હતી..
આ શોધખોળ આખો દિવસ રહી હતી. પરંતુ મૃતદેહ મળ્યો ન હતો. ત્યાર બાદ ૨૦ કલાક પછી બીજા દિવસે છકડામાં જઈ રહેલા મજૂરને નર્મદા કેનાલમાં પગ દેખાયા હતા. જેથી તેણે તરત જ પોલીસમાં જાણ કરી હતી વધુ તપાસ હાથ ધરતા જાણવા મળ્યું કે તે અક્રમ નો જ મૃતદેહ હતો..
આ ઉપરાંત તે ગામના સરપંચ ધનજીભાઈ જણાવ્યું કે જીતેન્દ્રસિંહ આગળ પણ બે વખત મોતને ચકમો આપ્યો હતો. જીતેન્દ્રસિંહ કચ્છમાં વર્ષ ૨૦૦૧માં આવેલા ભયંકર ભૂકંપ માં પણ બચી ગયો હતો. ત્યારબાદ એક વખત તે પોતાના મિત્ર સાથે બાઈક પર જતો હતો ત્યારે તેને જોરદાર ટક્કર મારી હતી. જેમાં તેણે તેના મિત્રે પોતાનો જીવ ગુમાવ્યો હતો. પરંતુ જીતેન્દ્રસિંહ ત્યાં ફંગોળાઈને બચી ગયો હતો.
પરંતુ આ વખતે તે કેનાલમાં કૂદીને પોતાનો જીવ બચાવી શક્યો નહીં. સરપંચે આગળ પણ જણાવ્યું કે જીતેન્દ્રસિંહ જ્યારે વાળ કપાવવા જતો હતો ત્યારે ગામના એક છોકરાએ તેને અટકાવ્યો હતો. પરંતુ તેને ઉતાવળ હોવાના કારણે તેણે બે છોકરાની વાત ન માનતા મોડું થાય છે એમ કહીને ફટાફટ ત્યાંથી નીકળ્યો. જો જીતેન્દ્રને થોડો સમય ત્યાં ઉભો રહ્યો હોત તો તેનો જીવ બચી જાત.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]