સુરતના પસોદરા વિસ્તારમાં બનેલી ગ્રીષ્મા વેકરીયા હત્યા કેસમાં આજે સુરતની કોર્ટે સજા સંભળાવી દીધી છે. હત્યારાને ફાંસીની સજા મળે એવી માંગ સમાજના સૌ કોઈ લોકો કરી રહ્યા હતા. જેમાં ગ્રીષ્માના હત્યારા ફેનિલ ગોયાણીને જજે ફાંસીની સજા આપી છે. પરતું આ સજા સંભળાવતા પહેલા જજે જે કહ્યું તે સૌ કોઈએ સાંભળી લેવું જોઈએ..
જજે કોર્ટમાં ઓર્ડર વાંચવાનો શરૂ કર્યો હતો અને જજે કહ્યું હતું કે આજે બન્ને પક્ષના વકીલો હાજર છે તેમજ ગ્રીષ્માના પરિવારજનો પણ હાજર છે. ત્યાર બાદ જજે શ્લોક વાંચ્યો હતો. સૌ કોઈ લોકોએ કડક દિલ સાંભળ્યો પણ હતો ત્યારબાદ જજે કહ્યું કે મારા માટે દંડ દેવો સરળ નથી, મારી 28 વર્ષની કારકિર્દી રહેલી છે..
આ દીકરીની હત્યાં વખતે તે નિઃસહાય હતી. હત્યારાએ 12 ઈંચનું ચપ્પુ ગ્રીષ્માના ગળા પર રાખ્યું હતું અને તેને બચાવવા કોઈ આગળ આવ્યું ન હતું. જ્યારે તે આરોપીથી દૂર જવા ઈચ્છતિ હતી ત્યારે ગળા પર ઘા કરતા લોહી નીકળવા લાગ્યું હતું. ખરેખર આ ખુબ જ દર્દનાક સ્થિતિ હતી..
આ બિલકુલ રેરેસ્ટ ઓફ ધ રેર કિસ્સો છે. ગ્રીષ્મા આરોપીના પગમાં પાડી તો પણ આરોપીને જરાય દયા નથી. આ કેસમાં જજે હત્યારા ફેનિલને ફાંસીની સજા સંભળાવી છે. આ સાંભળતાની સાથે જ કોર્ટમાં સૌ કોઈ રડી પડ્યા હતા કારણ કે આજે એક દીકરીને ન્યાય મળ્યો છે તેમજ તેના જીવને શાંતિ મળી છે.
આ ચુકાદો સામે આવ્યા બાદ ગ્રીષ્માના પરિવારજનોની માંગ પણ પૂરી થઇ છે. ગ્રીષ્માના પિતાએ આ ચુકાદો સામે આવ્યા બાદ જે જણાવ્યું છે તે દરેકે સાંભળી લેવું જોઈએ. ગ્રીષ્મા વેકરીયાના પિતાએ જણાવ્યું છે કે ગ્રીષ્માને આજે ન્યાય મળી ગયો છે. અમારી તમામ માગણીઓ પૂર્ણ પણ થઈ છે.
અમને આપડા ન્યાયપ્રક્રિયા પર સંપૂર્ણ વિશ્વાસ છે. આ સાથે સાથે તેઓએ આભાર માનતા જણાવ્યું હતું કે પોલીસે આ કેસમાં ખુબ જ મદદ કરી છે અને તમામ નેતાઓ એ પણ તેમને ખુબ જ મદદ પૂરી પાડી છે એ બદલ સૌ કોઈનો આભાર. ફેનિલને આજે સવારે જ્યારે કોર્ટમાં રજુ કરવામાં આવ્યો હતો ત્યારે તે હસતા મુખે જતો દેખાયો હતો.
તેના ચહેરા પણ એક પણ પ્રકારનું દુખ જોવા મળ્યું નથી, તેને આ હત્યાનો કોઈ પણ પછતાવો ન હોઈ તેવું લાગી રહ્યું છે. પરતું આજે તેને ફાંસીની સજા ફટકારવામાં આવી છે. પોલીસે આ કેસને લઈને સાત દિવસની અંદર ચાર્જશીટ રજૂ કરી દીધી હતી.. ત્યાર બાદ આ કેસ આગળ ચાલ્યો હતો. જેમાં કુલ ૧૦૫ સાક્ષીઓની જુબાની પણ લેવામાં આવી હતી.
આ કેસના ચુકાદા ઉપર કોઈ લોકોની નજર છે. આ કેસ ૨૮ ફેબ્રુઆરીથી કોર્ટમાં ચાલતો હતો. જેમાં ૬ એપ્રિલના રોજ બંને પક્ષ તરફથી દલીલો પૂર્ણ થઈ ચૂકી હતી. ત્યાર પછીના દિવસોમાં આ કેસના ચુકાદાને લઇને સૌ કોઈ લોકો રાહ જોઈ રહ્યા હતા. સરકાર પક્ષે ત્રણ દિવસ સુધી કોર્ટમાં દલીલ કરી હતી કહ્યું હતું કે આરોપી ફેનિલ ગોયાણીએ બધી જ તૈયારીઓ કરીને આ હત્યાને અંજામ આપ્યો છે.
તેને ચપ્પુની ખરીદી ઓનલાઇન માધ્યમથી કરી હતી. આરોપી ફેનિલને માર મારવામાં આવ્યો છે તેવા આક્ષેપને પણ સરકાર પક્ષે ખંડન કર્યું નાખ્યું હતુ. આ ઉપરાંત વધુમાં જણાવ્યું હતું કે, કોઇની દીકરીને કોઇ છેડતી કરે તો તે ઠપકો પણ ન આપે. આરોપી યુવાન હોવાના બચાવ અંગે સરકાર પક્ષે કહ્યું હતું કે સમાજ યુવાન પાસે આવી અપેક્ષા રાખે કે અન્યને ઇજા પહોંચાડી જીવ લે? આ કૃત્યથી સમાજમાં ખોટો સંદેશ જાય છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]