નાનો દીકરો દોડીને આવીને બોલ્યો કે, ‘પપ્પા નાહતા-નાહતા ડૂબવા માંડ્યા છે’, પરિવાર તાબડતોબ દોડી ગયો અને જોયું તો સૌ કોઈના મોઢા ફાટેલા રહી ગયા.. જાણો..!

જ્યારે જ્યારે પણ રજા નો સમય આવે ત્યારે લોકો પોતાનું કામ ધંધો સાઇડ ઉપર મૂકી પરિવારજનો સાથે ફરવા ફરવા માટે જતા હોય છે. આવા સમયે કેટલીક વખત ખૂબ જ મોટા અણબનાવો પણ બની જાય છે. અત્યારે એક પરિવાર ખુશીનો સમય વિતાવવા માટે પિકનિક ઉપર ગયો હતો..

પરંતુ આ ખુશી લાંબો સમય સુધી ટકી શકી નથી. અને મોતના માતમમાં ફેરવાઈ ગઈ છે. જેને લઇ હાલ સમગ્ર પરિવારમાં મોતનો માતમ છવાઈ ગયો છે. આ ઘટના રાજસ્થાનના બારા જિલ્લાની છે. અહીં મટકોડા પોલીસ ચોકી પાસે હબીબ ખાન નામનો એક યુવક રહેતો હતો. તે પોતાના પરિવાર અને મિત્રોની સાથે શેરગઢ ડેમ પાસે પિકનિક માટે આવ્યો હતો..

આ ડેમના વેચાણ વાળા પાણીમાં તેમના પરિવારના સૌ કોઈ સભ્યો તેમજ મિત્રો પણ ખૂબ જ મસ્તી કરીને નાહી રહ્યા હતા. સૌ સભ્યો આ પાણીમાં નાહ્યા બાદ થોડે દૂર જમવાની વ્યવસ્થા કરતા હતા. એવામાં હબીબ ખાન હજુ પણ આ પાણીમાં ન હતો. અને ધીમે ધીમે તે ઊંડા પાણીમાં જતો રહ્યો તેની નજર સામે માત્ર તેનો સાત વર્ષનો દીકરો હતો..

તે તેના પપ્પાને પોતાની નજીક બોલાવી રહ્યો હતો. પરંતુ તેના પપ્પા ધીમે ધીમે દૂરતા જતા હોય એવું લાગતું હતું. જ્યારે તે બચાવો બચાવોની બૂમ પાડવા લાગ્યો, ત્યારે આસપાસ કોઈ પણ વ્યક્તિ બચાવવા માટે ન હોતા તે ડૂબવા લાગ્યો, તેનો સાત વરસનો દીકરો તાત્કાલિક દોડતો દોડતો તેની માતા અને તેના પિતાના મિત્રો પાસે આવ્યો..

અને કહેવા લાગ્યો કે પપ્પા નાહતા નાહતા ડૂબવા માંડ્યા છે. બસ એટલું સાંભળતાની સાથે જ તેની પત્ની તેમજ તેના અન્ય મિત્રો પણ ત્યાં દોડી આવ્યા હતા અને ત્યાં જઈને જોયું તો હબીબ ખાન ઊંડા પાણીમાં તણાવવા લાગ્યો હતો. અને ડૂબી ગયો હતો. તેને બચાવવા માટે ત્રણથી ચાર યુવકો પડ્યા પરંતુ તેને ખેંચીને બહાર લાવવામાં આવ્યો ત્યાં સુધીમાં તો તેનો શ્વાસ બંધ થઈ ગયો હતો..

અને તેનું મૃત્યુ થઈ ગયું હોય તેવી રીતે પડ્યો હતો. તાત્કાલિક ધોરણે આ ઘટનાની જાણકારી આસપાસના ગામડાના વિસ્તારોમાં થતા ત્યાંના સ્થાનિક તરવ્યાઓ પણ આવી પહોંચ્યા. અને જોયું તો જ હબીબ ખાનનું મૃત્યુ થઈ ગયું હતું. તેના લગ્ન આજથી પાંચ વર્ષ પહેલા થયા હતા અને તેને સાત વર્ષનો એક દીકરો છે..

માત્ર બે દિવસ બાદ જ તેના દીકરાનો જન્મદિવસ હતો. પરંતુ આ જન્મદિવસની ઉજવણી સમગ્ર પરિવાર સાથે ઉજવે એ પહેલાં જ હબીબ ખાનનું મૃત્યુ થઈ જતા સમગ્ર પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. જ્યારે આ દુઃખની ઘડી સહન ન થઈ શકતા તેની પત્ની બેભાન થઈ ગઈ છે..

જ્યારે માસુમ બાળકો હજુ પણ સમજી શકતું નથી કે, તેના પિતાનું અવસાન થયું છે. તે વારંવાર તેના પિતાને જગાડવાની કોશિશ કરી રહ્યું છે. આ ઘટનાની જાણકારી પોલીસને પણ મળતા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. પરંતુ પરિવારજનોએ લેખિતમાં પોસ્ટમોર્ટમ કરવાનો ઇનકાર કર્યો હોવાથી હબીબ ખાનની લાશને તેના પરિવારને સોંપી દેવામાં આવી હતી.

હાલ દિવાળીનો સમય ખૂબ જ નજીક છે. દિવાળીના વેકેશનમાં સૌ કોઈ લોકો પોતાના પરિવાર સાથે ફરવા માટે જતા હોય છે. આવા સમયે ખૂબ જ સાવચેતી રાખવી જરૂરી છે. સહેજ અમથી ચૂક પણ સમગ્ર પરિવારનો જીવ લઈ જતું હોય છે. જ્યારે હવે હબીબ ખાનના માતા પિતા તેમજ અન્ય સગા સંબંધી અને સ્નેહીજનોને જાણ થઈ કે પિકનીકમાં હરતી ફરતી વખતે હબીબ ખાનનું મૃત્યુ થયું છે. ત્યારે કોઈની દુઃખની ઘડીનો પાર રહ્યો હતો નહીં.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

Leave a Comment