Breaking News

નામચીન કંપનીના નામે આવા લોકો પાસેથી ખરીદેલું ઘી ખાતા પહેલા ચેતજો, બીમાર પડો એ પહેલા જાણી લો ઘટના..!

કેટલાક લોકો ઓછા સમયમાં વધારે પૈસા કમાવાની લાલચમાં મન ફાવે તેવી ગતિવિધિઓ કરવા લાગ્યા છે. આ ઉપરાંત તેઓ ક્યારેય શહેરના અન્ય નાગરિકોના સ્વાસ્થ્ય વિશે પણ વિચારતા નથી અને આડેધડ નકલી ચીજવસ્તુઓનું વેચાણ કરતા પણ ભૂતકાળમાં ઘણા બધા ઠગ્યાઓને પોલીસે ઝડપી પાડ્યા છે.

અત્યારે પોલીસએ કાર્યવાહીનો એક એવો સપાટો બોલાવ્યો છે કે, જેમાં નામચીન કંપનીના નામે ડુબલીકેટ ચીજ વસ્તુઓનો વેપલો ચલાવતા ત્રણ વ્યક્તિને પોલીસે પકડી પાડ્યા છે. આ બનાવ સુરતના સચિન વિસ્તારનો છે. જ્યાં સચિન પોલીસને માહિતી મળી હતી કે, સ્લમ બોર્ડ વિસ્તાર ખાતે કેટલાક લોકો રીક્ષાની અંદર ખૂબ જ કાળા કામ કરી રહ્યા છે..

આ માહિતી મળતાની સાથે જ પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવી હતી. અને આ ટોળકીને પકડી પાડવાની જરૂરી ગતિઓ પણ ચલાવી દીધી હતી. સચિન પોલીસનો સ્ટાફ જ્યારે પેટ્રોલિંગમાં હતો. ત્યારે વોચ ગોઠવીને આ રીક્ષા પાસે દરોડા પાડવામાં આવ્યા હતા. અને તપાસ કરતાં જણાવ્યું હતું..

પરીક્ષાની અંદર રમઝાન ઉસ્માન ગની શેખ, ગોટુસિંહ ગોવિંદસિંહ રાજપુત તેમજ રતનલાલ માધવજી પારેખ નામના ત્રણ વ્યક્તિઓ કાળા કારનામાં ચલાવતા હતા. તેઓ આ રીક્ષામાં બેસીને ખૂબ જ નામચીન કંપનીના નામે ડુબલીકેટ ચીજ વસ્તુનું વેચાણ કરતા હતા. સુરતની ફેમસ સુમુલ ડેરીના લેબલ લગાવીને તેઓ ડુબલીકેટ ઘી બનાવીને વેચતા હતા..

તેની રિક્ષામાંથી પોલીસે કુલ 70 હજાર રૂપિયા આસપાસની કિંમતના 130 પાઉચ ઝડપી પાડ્યા છે. આ સાથે સાથે ત્રણ મોબાઈલ અને રીક્ષા પણ કબજે કરી લેવામાં આવી છે. આ તમામ ઘીના જથ્થાને તપાસ કરતા આ તમામ જથ્થો એકદમ ડુપ્લીકેટ હોવાનું સામે આવ્યું હતું. આ ત્રણેય વ્યક્તિઓએ શહેરના નાગરિકોના સ્વાસ્થયને જોખમમાં મૂકીને આ ડુબલીકેટ ચીજ વસ્તુઓનો વેપલો ચલાવતા હતા.

કદાચ આવા ડુબલીકેટ ઘી ખાવાને કારણે વ્યક્તિ બીમાર પણ પડી જાય છે, અથવા તો ઘણી બધી વખત શરીરનું સંતુલન અને સ્વાસ્થ્ય કથળી જવાને કારણે ખૂબ જ તબિયત બગડી પણ જતી હોય છે. છતાં પણ તેઓ નાગરિકોનો કોઈ પણ વિચાર કર્યા વગર ડુબલીકેટ ચીજ વસ્તુનું વેચાણ કરતા હતા..

જ્યારે પોલીસે ગોટુસિંગ રાજપૂત નામના વ્યક્તિની કડક પૂછતાછ કરી અને પૂછવામાં આવ્યું કે, તે ઘી ક્યાંથી લાવ્યો છે. ત્યારે તેણે જણાવ્યું કે, તે પોતાના ભાડાના મકાનમાં રહીને વનસ્પતિ કી તેમજ સોયાતેલને મિક્સ કરીને તેમાં એસએન્સ નાખ્યા બાદ ઘી તૈયાર કરતો હતો અને તેને સુમુલ ડેરીના ઘી નું લેબલ લગાવીને વેચતો હતો..

જ્યારે આ ખુલાસો થયો ત્યારે પોલીસે મહાનગરપાલિકાના ફૂડ અધિકારીઓને બોલાવી ગોટુસિંગના ઘરે તપાસ ચલાવવામાં આવી હતી. જ્યાં તેના ઘરેથી એક લીટર સુમુલ ઘી ના કુલ 39 નંગ પાઉચ તેમજ 500 મિલિના કુલ ૧૪ નંગ પાઉચ મળી આવ્યા હતા. તમામ જથ્થો કબજે કરવામાં આવ્યો હતો..

આ સાથે સાથે પોલીસને 51 નંગ ખાલી ડબ્બા પણ મળી આવ્યા હતા. સાથે સાથે ઇલેક્ટ્રીક હેન્ડલ પ્લાસ્ટિક મશીન એક એલ્યુમિનિયમનું તપેલું એક પ્લાસ્ટિકની ગરણી ગેસનો ચૂલો તેમજ ઇલેક્ટ્રીક વજનનો કાંટો પણ મળી આવ્યો હતો. આ સાથે સાથે ઘી બનાવવાની એસેન્સ ની બાટલી અને સુગંધ લાવવા માટે ની જરૂરી ચીજ વસ્તુઓ મળીને કુલ 1.58 લાખ રૂપિયાની મત્તાને પોલીસે કબજે કરી છે..

અને સચિન પોલીસના ત્રણે આરોપી સામે ગુનો નોંધીને તેમની ધરપકડ પણ કરી લેવામાં આવી છે. આ ઘટનાની અંદર શંકર જાટ નામના વ્યક્તિને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. જ્યારે જ્યારે આવી ઘટના સામે આવે છે. ત્યારે એકાએક હડકંપ મચી જવા પામતું હોય છે. કારણ કે લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા કરનારને ક્યારેય પણ છોડી મૂકવામાં આવતા નથી..

આ ઉપરાંત સુમુલ ડેરી ના નામ ઉપર શહેરના દરેક નાગરિકોને ખૂબ જ વિશ્વાસ છે. અને તેઓ મન મૂકીને સુમુલ ડેરીની ચીજ વસ્તુઓ ખરીદી લેતા હોય છે. પરંતુ કેટલાક લોકો ખૂબ જ નામચીન કંપનીઓના નામનો ખોટો ઉપયોગ કરે છે. અને પોતાનો વેપાર ચલાવવા માટે ડુબલીકેટ ચીજ વસ્તુઓનું વેચાણ પણ કરતા હોય છે..

આવા લોકોથી હંમેશા ચેતીને રહેવું જોઈએ આ ઉપરાંત પ્રતિષ્ઠિત અને ઈમાનદાર દુકાનો તેમજ શોપિંગ મોલમાંથી જ નામચીન કંપનીની વસ્તુઓની ખરીદી કરવી જોઈએ, તેમજ તેની ગુણવત્તાનું પણ ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

શ્રાવણમાં દાન ઉઘરાવવા આવેલા 2 સાધુને જોઈ મહિલાને શંકા ગઈ, પીછો કરીને હકીકત જાણતા જ દેખાયું એવું કે જાણીને દરેકે ચેતવું જોઈએ..!

શ્રાવણ મહિનો સૌથી પવિત્ર મહિનો કહેવાય છે, આ મહિનાની અંદર દરેક ભક્તો અને શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *