Breaking News

નામચીન હોટેલના માલિકે વહેલી સવારે પંખે લટકીએ ફાંસો ખાઈ લીધો, પરિવારજનો જોઈને જ હિબકે ચડ્યા.. કારણ છે માથા પકડાવે એવું..!

હવે તો આપઘાતના કિસ્સાઓએ માઝા મૂકી છે. સમાચાર છાપુ તેમજ ટીવી અને મોબાઈલ ખોલતાની સાથે જ કે કેટલાય આપઘાતના બનાવો આપણી નજર સામે આવે છે. જેમાં મોટાભાગના બનાવો શારીરિક તેમજ માનસિક ત્રાસને કારણે તેમજ પૈસાની તંગી અને વ્યાજખોરોની ઉઘરાણીને કારણે આ ઉપરાંત માનસિક સ્થિતિ સારી ન હોવાને કારણે અને પ્રેમ પ્રકરણને કારણે બને છે..

હાલ રાજકોટ શહેરમાં વધુ એક આપાઘાતનો વિચિત્ર બનાવ સામે આવી ચૂક્યો છે. રાજકોટ શહેરમાં પટેલ વિહાર રેસ્ટોરન્ટ નામની ખૂબ નામચીન રેસ્ટોરન્ટ આવેલી છે. આ રેસ્ટોરન્ટના માલિક હસમુખભાઈ પંચાણી રાજકોટ શહેરના માલવીયાનગર પોલીસ સ્ટેશન વિસ્તારની પાસે આવેલા અનંત બંગલા ચોકમાં આકાશ સ્ક્વેર નામના એપાર્ટમેન્ટમાં રહેતા હતા..

એક દિવસ તેઓએ પોતાના ફ્લેટના હોલની અંદર ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવી દેવાનો બનાવ બન્યો છે. તેઓ રોજની જેમ પોતાની પત્ની સાથે બેડરૂમમાં સુતા હતા. પરંતુ વહેલી સવારે જ્યારે હસમુખભાઈની પત્નીની ઊંઘ ઊડી ગઈ ત્યારે તેને જોયું તો તેમના પતિ બેડ ઉપર હાજર હતા નહીં. એટલા માટે તેઓએ ઘરના અન્ય રૂમો અને હોલમાં જોયું ત્યારે તેમને હોશ ઉડી ગયા હતા..

કારણકે હોલની અંદર તેમના પતિનું શરીર લટકતું હતું. આ જોતાજ તેઓએ પરિવારના અન્ય સભ્યોને હસમુખભાઈની આ સ્થિતિ વિશે જાણ કરી હતી. અને જણાવ્યું કે હસમુખભાઈ આપઘાત કરી લીધો છે. પરિવારના તમામ લોકો ત્યાં હાજર થઈ ગયા હતા અને હસમુખભાઈને ગળાફાંસો ખાધેલી હાલતમાં જોઈ તેઓ પણ સ્તબ્ધ થઈ ગયા હતા..

તાત્કાલિક તેમને ફાંસાના ફંદા પરથી નીચે ઉતારવામાં આવ્યા હતા. અને માલવીયા નગર પોલીસ સ્ટેશનને આ તમામ બાબતોની જાણ પણ કરી દેવામાં આવી હતી. પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને પંચનામાની કાર્યવાહી પૂર્ણ કરીને તાત્કાલિક લાશને પોસ્ટમોર્ટમ માટે ખસેડી દીધી હતી અને ત્યારબાદ તેમના પરિવારજનોને પણ સોંપી દેવામાં આવી છે..

તેઓએ શા માટે આપઘાત કર્યો હશે..? તે જાણવા માટે પરિવારના દરેક સભ્યો ખૂબ જ મથામણ કરી રહ્યા હતા. હસમુખભાઈને અન્ય બે ભાઈઓ અને બે બહેનો છે. આ તમામ ભાઈ બહેનોમાં તેઓ સૌથી વચેટ દીકરા હતા. હસમુખભાઈને પણ ત્રણ દીકરા છે. તેઓ છેલ્લા ઘણા સમયથી ભાઈઓને વહેંચાયેલી સંપત્તિ તેમજ આર્થિક સંકડામણને કારણે વારંવાર ચિંતામાં રહેતા હતા..

જેને કારણે તેઓએ આ પ્રકારનો પગલું ભર્યું છે. તેવી પ્રાથમિક તપાસમાં જાણ મળી છે. આ ઉપરાંત પોલીસ પણ પ્રાથમિક તપાસ કરી રહી છે. તેમાં કહ્યું તારણ સામે આવે છે. તેના પર સૌ કોઈ લોકોની નજર છે. આપઘાતના આ બનાવને લઈને આસપાસના રહીશોમાં પણ ભારે ફફળાટનો માહોલ સર્જાયો છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

પડોશી મહિલાને કપડા સુકવતી જોઈને નરાધમ યુવકે યોગા કરવાના બહાને કપડા કાઢીને કરી એવી હરકતો કે જાણીને ભલભલાને પરસેવો છૂટી ગયો.. વાંચો..!

અત્યારે ખૂબ જ વિચિત્ર બનાવ સામે આવ્યો છે. જે દરેક વ્યક્તિઓએ જાણી લેવો જોઈએ અને …

Leave a Reply

Your email address will not be published.