વારંવાર ચોંકાવનારા મામલાઓ સામે આવતા હોય છે. એવામાં વધુ એક ચોંકાવનારો મામલો ઉત્તર પ્રદેશના ઈંટાવામાંથી સામે આવ્યો છે. આ એક એવી ઘટના બની છે જે સોશિયલ મીડિયામાં સામે આવતા જ એક બાજુ લોકો હસી રહ્યા છે. તો એક બાજુ લોકો એક દીકરીની ચિંતા કરી રહ્યા છે..
ઉત્તર પ્રદેશના મરૂવાના કુરાલી ગામમાં એક યુવતી રહે છે. તે બેચરલ આર્ટસના ત્રીજા વર્ષના અભ્યાસ કરી રહી છે. એક દિવસ તે બેંકમાં સ્કોલરશીપ ફોર્મ લેવા માટે ગઈ હતી. ત્યારે તેના જીજાજી અચાનક જ આવી પહોંચ્યા હતા. અને તેને પોતાની મીઠી મીઠી વાતોમાં ફોસલાવી લીધી હતી..
ત્યારબાદ તેઓએ જણાવ્યું હતું કે તેની સાથે જ જશે તો તેને ખૂબ જ સારા પૈસા અને સારી નોકરી તેમજ સુખ-સંપત્તિ મળશે. દીકરીને તેના જીજાજી સારી નોકરી અપાવી અને તેની જિંદગી સુધારી નાખે એ હેતુથી તે પોતાના જીજાજી સાથે ગઈ હતી. તેના જીજાજી એ તેને વેજલપુર વિસ્તારના એક મકાનમાં રહેવા માટે કહ્યું હતું..
મકાન ભાડે રાખીને આ દીકરીને એક રૂમમાં બંધ કરી દીધી હતી. બંધ કર્યા બાદ તેને ભૂખ, તરસ લાગે છતાં પણ બારણું બોલવામાં આવતું હતું નહીં. બીજા માળેથી આ દીકરી જોરજોરથી બચાવો-બચાવોની બૂમો પાડતી હતી. આ બૂમ જ્યારે રોડ પર અવરજવર કરતા લોકોને સંભળાઈ ત્યારે તેઓ પણ વિચારવા લાગ્યા કે આ બુમો ક્યાંથી આવે છે..?
અને શા માટે કોઈ બચાવો બચાવોની બુમો પાડી રહ્યુ છે. તેઓ તપાસ કરતા કરતા બીજા માળે પહોંચ્યા હતા. ત્યાં તેમને જણાવ્યું કે આ રૂમની અંદર એક દીકરી ભૂખી તરસી પોતાનો જીવ બચાવવા માંગે છે. અને જોર જોરથી બૂમ પાડી રહી છે. તેઓએ તાત્કાલિક પોલીસ સ્ટેશનમાં ફોન કરી દીધો હતો..
પોલીસે આ દીકરીને બચાવવા માટે ઈલેક્ટ્રીક થાંભલાઓ સરખા કરવાના ક્રેનથી તેને નીચે ઉતારવામાં આવી હતી. ત્યારબાદ તેને પૂછવામાં આવ્યું કે તેને આ રૂમમાં કોણે બંધ કરી દીધી છે. તો તેને જણાવ્યું કે તેના જીજાજી તેને પોતાની વાતોમાં ફોસલાવીને તેને આ રૂમમાં બંધ કરી દીધી છે.
તેના જીજાજી એક સિક્યુરિટી ગાર્ડની નોકરી કરે .છે તેમજ તે ચાર દિકરીઓના પિતા છે છતાં પણ તેણે મારી સાથે ન કરવાની હરકતો કરી છે. આ બનાવ સામે આવતા લોકો સૌ કોઈ લોકોએ મુર્ખ જીજાજી ઉપર હસી રહ્યા છે. તો બીજી બાજુ આ દીકરીએ થોડા દિવસની અંદર અંદર જે દુઃખ સહન કર્યું છે તેના વિશે વિચારીને એકાએક રુવાડા બેઠા થઈ જાય છે.
આ દીકરીના જીજાજીને એવું તો શું થયું હશે કે જેના કારણે તેણે પોતાની સાળીને નજર કેદ કરી લીધી હતી. હકીકતમાં આ મામલે હજી કોઈ પણ ખુલાસો થયો નથી. પરંતુ પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી છે. તેમજ નખરાળા જીજાજીની પણ શોધખોળ શરૂ કરી રહી છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]