નજીવી વાતોને લઈને સરકારી અધિકારીને વિડીયો બનાવી મહિલાએ ચીપટીમાં લઈ લીધો, હકીકત સામે આવી તો તંત્ર થયું દોડતું.. જાણો..!

સરકારી ખાતાના કામકાજ વિશે તો દરેક લોકો ખૂબ જ સારી રીતે જાણે છે. ઘણા બધા મામલાઓ સામે આવી ગયા છે કે, જેમાં સરકારી અધિકારીઓ કોઈપણ નાના અમથા કામ માટે પણ સામાન્ય વ્યક્તિ પાસેથી પૈસા પડાવતા હોય અને તેમની પોલ ખુલ્લી પડી હોય એ પ્રકારના મામલાઓ સામે આવ્યા હતા..

પરંતુ દરેક અધિકારીઓ આ પ્રકારની મનોવૃત્તિ ધરાવતા નથી. મોટાભાગના અધિકારી અને તંત્રમાં રહેલ કર્મીઓ ખૂબ ઈમાનદારી કર્મુનિષ્ઠ અને સાહસિકતાથી પોતાનું કામકાજ કરે છે. પરંતુ કેટલાક લોકો પોતાના કામકાજ કઢાવવા માટે એવા કિમીયાવો અપનાવે છે કે, જેને લઇ બિચારા કેટલાક અધિકારીઓની નોકરી પણ જતી રહેતી હોય છે.

અત્યારે મધ્યપ્રદેશના શાહદુલના પંચાયતમાં કામ કરતા અધિકારી કે જેમનું નામ કરણભાઈ હોવાનું સામે આવ્યું છે. તેઓ જ્યારે તેમની ઓફિસમાં કામ કરતા હતા. ત્યારે તેમને ઓફિસમાં એક મહિલા કુપોષણના ફંડનું આવેદન ફોર્મ માંગવા માટે આવી હતી. પરંતુ એ સમયે તેમની ઓફિસમાં આ ફોર્મની કોઈપણ કોપી હાજર ન હોવાથી આ અધિકારીએ તે મહિલા ને ₹100 ની નોટ આપી હતી..

અને જણાવ્યું કે, સામેના કાર્યાલયમાંથી તમે આ ફોર્મ ની કોપી કઢાવતા આવો. અધિકારીએ પોતે ₹100 આપ્યા હતા અને ફોર્મની કોપી લેવા માટે મહિલાને મોકલી હતી. તે મહિલા ફોર્મની કોપી લઈને તો આવી પરંતુ જ્યારે તે સો રૂપિયા માંથી બાકીના વધેલા 60 થી 70 રૂપિયા અધિકારીને પાછા આપતી હતી.

ત્યારે તેના સાથીદારે આ ઘટનાનો વિડીયો બનાવી લીધો હતો અને ત્યારબાદ ત્યાંથી ભાગી ગયા હતા. થોડા દિવસ પછી આ મહિલાએ અધિકારીને મેસેજ કરીને જણાવ્યું હતું કે, તેના ઘરમાં પીવાના પાણી માટે બોરવેલ નથી. આ સાથે સાથે તેને મકાનની પણ ખાસ જરૂર છે. જો તેની આ તમામ માંગણીઓ પૂરી કરવામાં નહીં આવે તો રિશ્વત માટેના પૈસા લેતો આ મામલાનો વિડીયો તે વાયરલ કરી દેશે..

આ વીડિયોની કોપી કલેક્ટર સુધી પહોંચી જશે અને તેની પણ થશે આ સાથે સાથે આ મામલાની અંદર તેમને હેરાન પરેશાન કરી નાખવામાં આવશે અને તેમની નોકરી પણ જતી રહેશે, એટલા માટે તમે અમારી માંગને પૂરી કરી દેજો. પરંતુ આ સરકારી અધિકારી હંમેશાં ઈમાનદારીની રાહ પર ચાલતા હતા..

એટલા માટે તેઓ ડર્યા વગર સામેથી પોલીસ સ્ટેશનને હાજર થયા અને આ અજાણી મહિલા સામે ફરિયાદ નોંધાવી દીધી હતી કે, તેણે તેમના ઉપર ખોટા આરોપણ નાખ્યા છે. અને ખોટી ધમકી આપી રહી છે. અત્યારે પોલીસે કમ્પ્લેન નોંધી છે. એને આ મહિલાને પકડવાની કામગીરી પણ શરૂ કરી.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

Leave a Comment