Breaking News

સૌરાષ્ટ્રના આ ગામમાં ભારે વરસાદને ડેમો તૂટતા નદીઓ બની ગાંડીતુર, નદી પરનો પુલ પણ પ્રવાહમાં તણાતા જ લોકોના જીવ પડીકે બંધાયા..!

હવામાન વિભાગની પાંચ દિવસની આગાહીને પગલે રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી છે. જેમાં સૌથી વધુ વરસાદ ગઈકાલે ગીર સોમનાથના સુત્રાપાડા, કોડીનાર અને માંગરોળમાં જોવા મળી હતી. અને હવે રાજકોટના જુદા જુદા તાલુકાઓને મેઘરાજા ધમરોળવા જઈ રહ્યા છે. ગઈકાલે જામકંડોરણામાં જ 5 ઇંચ વરસાદ થાકી ગયો હતો.

રાજકોટ જિલ્લાને ઓરેન્જ આપવામાં આવ્યું હતું. એ મુજબ સવારથી જ મેઘરાજાએ પધરામણી કરી દીધી હતી. અને ધીમી ધારે વરસાદ શરૂ થયા બાદ ખૂબ જ તે જ ગતિથી વરસાદ વરસવા લાગ્યો હતો. જેમાં કુલ પાંચ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. આ ભારે વરસાદને કારણે ફોફળ નદીમાં ધસમસતુ પૂર આવી ગયું છે.

નીચાણવાળા ગામોમાં ફોફળ નદીનું પાણી ઘૂસી આવ્યું છે. જેને કારણે લોકોના ઘરમાં પણ પાણી ઘૂસી ગયા છે. ગોંડલ અને જામકંડોળના સ્ટેટ હાઇવે રોડ ઉપર ફોફળ નદીનો પુલ આવેલો છે. અતિ ભારે વરસાદ આવવાને કારણે પુલના ત્રણ નાળાઓ વરસાદી પાણીમાં ધરાશાયી થઈ ગયા હતા.. જેને કારણે વાહન વ્યવહાર ઠપ થયો છે..

જામકંડોરણા તાલુકામાં પણ ભારે વરસાદને પગલે ઠેર ઠેર પાણી ફરી વળ્યા છે. પુલ ધારાશયી થવાની આ ઘટનાને પગલે ધોરાજી તાલુકાના નાયબ કલેકટર જામકંડોરણાના મામલતદાર, નાયબ મામલતદાર સહિતના મોટા મોટા અધિકારોની ટીમ પણ આ વિસ્તારમાં દોડતી થઈ હતી. રાજકોટના શહેરી વિસ્તારમાં વરસાદ નોંધાયો છે.

જ્યારે ઉપરવાસમાં વરસાદને કારણે ન્યારી-1 ડેમની સપાટી ખૂબ ઊંચી થઈ છે. જ્યારે ધોરાજીનો ભાદર-2 ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં છે. આ ડેમની અંદર 70% પાણી ભરાઈ ચૂક્યું છે. તેમજ તેમની અંદર પાણીની આવક સતત ચાલુ રહેતા જ તેના દરવાજાને ખોલી મૂકવામાં આવ્યા છે. ડેમના નીચેના વાસમાં આવેલા ભૂલગામડા, ઝાડાવાવદર, ભોળા, સુપેડી,,

ઉપલેટા, ડુમિયાણી, ચીખલીયા, સમઢીયાળા, ગણોદ, ભીમોરા, ગાંધા, ગંડોળ, ઈસરા, કુંઢેજ, નિલાખા, લાટ, હાડફોડી, તલગણા, ચિખલોદરા, ભીલડી, કુતિયાણા, ચિંતા, થેપડા, માંડવા, સહિતના ગામોમાં એલર્ટ આપી દેવામાં આવ્યું છે. અને નદીના પટ વિસ્તારમાં કોઇપણએ અવર જવર નહીં કરવા સૂચના આપી છે.

ફોફળ નદી ઉપર આ પુલ ધારાશાહી થવાને બદલે આસપાસના લોકો આ દ્રશ્ય જોવા માટે ઉમટી પડ્યા હતા. અને પોતાના મોબાઈલ ફોનમાં ફોફોળ નદીમાં વહેતા ધસમતતા પુરના તેમજ ધરાશાહી થયેલા પુલના ફોટોગ્રાફ અને વિડિયો એડ કરવા લાગ્યા હતા. રાજકોટના લોધિકા અને ઉપલેટામાં પણ સાડા ત્રણથી ચાર ઇંચ વરસાદ નોંધાયો છે. જેને કારણે રસ્તા ઉપર ત્રણથી ચાર ફૂટ જેટલાં પાણી ભરાયા છે…

જ્યારે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. દરેક નદીઓ ગાંડીતુર બની છે. નદીઓમાં આવેલા ઘોડાપૂરને જોવા માટે લોકો ઉમટી પડ્યા છે. ગોંડલ પંથકમાં પણ જળબંબાકારની સ્થિતિ સર્જાતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. લોધીકાની નાધૂ પીપળીયા નદીમાં પણ પુર આવી ગયું છે..

જ્યારે ફોફળ નદીમાં ઘોડાપૂર આવ્યું છે. કોડીનારથી દીવ તરફ જતી એસટી બસોને રસ્તાઓ બંધ હોવાને કારણે રોકી દેવામાં આવી છે. કારણકે ફોફળ નદી પર રહેલો પુલ ધારાશયી થયો છે. હાલ રાજ્યમાં ચારે કોર મેઘમહેર ચાલુ છે. એમાં પણ આવનારા 3 દિવસ તો ગુજરાતમાં એક સાથે 3 વરસાદી સીસ્ટમ સક્રિય થવાને પગલે ભારે રેહશે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

પડોશી મહિલાને કપડા સુકવતી જોઈને નરાધમ યુવકે યોગા કરવાના બહાને કપડા કાઢીને કરી એવી હરકતો કે જાણીને ભલભલાને પરસેવો છૂટી ગયો.. વાંચો..!

અત્યારે ખૂબ જ વિચિત્ર બનાવ સામે આવ્યો છે. જે દરેક વ્યક્તિઓએ જાણી લેવો જોઈએ અને …

Leave a Reply

Your email address will not be published.