Breaking News

મમ્મી, “હું લસરપટ્ટી ખાવા જાઉં છું” કહીને ઘરેથી નીકળેલો મીઠુડા દીકરા સાથે થયો એવો કાંડ કે માં-બાપ મોઢું ફાડીને જોતા જ રહી ગયા..!

નાના બાળકોને જુદી-જુદી રમત રમવાનો ખૂબ જ શોખ હોય છે. નાનપણમાં દરેક બાળકો તેના અન્ય મિત્રો સાથે સોસાયટીમાં કે, એપાર્ટમેન્ટના કેમ્પસમાં રમવા માટે જોતા હોય છે. તેવી જ રીતે છ વર્ષનો જીયાન્સ નામનું એક મીઠુડો દીકરો તેની મમ્મીને હું લસરપટ્ટી ખાવા જાવ છું, કહીને ઘરેથી નીકળ્યો હતો..

પરંતુ માત્ર દસ મિનિટની અંદર જ એવો મોટો કાંડ થઈ ગયો કે, મા-બાપ મોઢું ફાડીને જોતા ને જોતા જ રહી ગયા હતા. આ ઉપરાંત સમગ્ર સોસાયટીમાં ફફડાટ સર્જાઈ ગયો હતો. ફાતિમા નગર માંથી એક હચમચાવી દેતી ઘટના સામે આવી છે, આ સોસાયટીમાં વિનોદભાઈ તેમની પત્ની મોનિકાબેન અને તેમનો છ વર્ષનો દીકરો જીયાંશ રાજી ખુશીથી જીવન જીવે છે..

વિનોદભાઈ એક ખાનગી કંપનીમાં મેનેજર તરીકે કામકાજ કરે છે, તો બીજી બાજુ મોનિકાબેન તેમના ઘરે જ નાના બાળકોને ટ્યુશન આપીને પરિવારનું ગુજરાન ચલાવવામાં મદદરૂપ થાય છે. તેમનો છ વર્ષનો દીકરો જીયાંશ બપોરના પાંચ વાગ્યે આસપાસ તેની મમ્મીને ઘરેથી કહીને નીકળ્યો હતો કે, તે લસરપટ્ટી ખાવા માટે સોસાયટીના ગાર્ડનમાં જઈ રહ્યો છે..

અને તેમનો દીકરો ઘરેથી તો નીકળી ગયો પરંતુ માત્ર 10 મિનિટની અંદર-અંદર તેના ઘરે સોસાયટીના કેટલાક લોકો આવી પહોંચયા અને કહ્યું કે, તમારો દીકરો ગાર્ડનમાં લસરપટ્ટી ઉપરથી નીચે ગબડીને પડી ગયો છે, અને માથાના ભાગે ઈજા થવાને કારણે હવે તે હલનચલન કરવાનું પણ બંધ કરી દીધું છે..

અને તેનો શ્વાસ પણ બંધ થઈ ગયો છે. તાબડતોબ તેને હોસ્પિટલે લઈ જવો પડશે, આ વાતો સાંભળતાની સાથે જ મોનિકાબેન તરત જ દોડતા થઈ ગયા હતા અને તેમના દીકરા જીયાંશને હોસ્પિટલે સારવાર માટે લઈ ગયા, પરંતુ ત્યાં ડોક્ટરે જણાવ્યું કે, માથાના ભાગે ગંભીર ઈજા થઈ ગઈ છે અને આ ઘા એટલો બધો ઊંડાણમાં વાગ્યો છે કે જીયાંશનું ઘટના સ્થળે જ મૃત્યુ થઈ ગયું હતું..

હવે ડોક્ટર પણ આ કેસની અંદર કશું કરી શકે તેમ નથી, ડોક્ટરના મોઢેથી આ માતમ ભર્યા સમાચાર સાંભળતા જ મોનિકાબેન નું હૈયુ બેસી ગયું અને તેઓ ત્યાં જ ઢળી પડ્યા હતા. આ બાબતના સમાચાર મોનિકાબેનના પડોશીઓએ વિનોદભાઈ સુધી પહોંચાડી દીધા કે જીયાંશનું મૃત્યુ થઈ ગયું છે..

તે સોસાયટીમાં લસરપટ્ટી ખાતી વખતે ઉપરથી તે નીચે ગબડીને પડ્યો હતો અને ત્યાં ખૂબ જ મોટા પથ્થર ઉપર તેનું માથું અથડાઈ જવાને કારણે તે ઇજાગ્રસ્ત થયો અને તેનું મૃત્યુ થઈ ગયું છે. આ સમાચાર સાંભળીને તાબડતો વિનોદભાઈ પણ તેમની નોકરી પડતી મૂકીને ઘરે આવી પહોંચ્યા પોતાના દીકરાને મૃત હાલતમાં જોઈને તેઓ પણ ચક્કર ખાઈને નીચે ઢળી પડ્યા હતા..

માત્ર 10 મિનિટની અંદર જ તેમનો હસતો ખેલતો દીકરો મૃત્યુ પામી જતા ચારે કોર ચકચાર મચી જવા પામ્યો હતો. બીજી બાજુ વિનોદભાઈના માતા પિતા અને વતનમાં જ્યારે ખબર પડી કે, વિનોદનો લાડકો દીકરો જીયાંશ ગાર્ડનમાં રમવા જતી વખતે મૃત્યુ પામી ગયો છે, ત્યારે તેમના પણ દુઃખના ઠેકાણા રહ્યા હતા નહીં..

નાના બાળકોનું ખૂબ જ ધ્યાન રાખવું પડે છે, જાણ્યામાં નાના બાળકો સાથે દુખ ભર્યા બનાવો બનવાની ઘટનાઓ છેલ્લા કેટલાક સમયથી ચાલી રહી છે. જેમાં વધુ એક કિસ્સો ઉમેરાઈ જતા અરેરાટીનો માહોલ સર્જાઈ ગયો છે. આ સોસાયટીમાં પણ સૌ કોઈ લોકો દુખની ઘડીમાં વહી રહ્યા છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *