મમ્મી, ‘હું સાયકલ લઈને મિત્રો સાથે ગાર્ડનમાં જાઉં છું’ કહીને ઘરેથી નીકળેલા દીકરાની લાશ 10 મિનીટમાં જ ચોંટેલી મળતા જ ચારે કોર છવાયો માતમ, માતાની હાલત જોઈ રડી પડશો..!

અત્યારે વારંવાર નાના બાળકો સાથે કોઈને કોઈ બનાવો બનતા હોય છે. છેલ્લા કેટલાક સમયથી તો નાના બાળકમાં સાથે ખૂબ જ માઠા બનાવો બનવાને કારણે તેમના મૃત્યુ થવાનો સિલસિલો પણ યથાવત ચાલતો આવ્યો છે. અત્યારે વધુ એક હચમચાવી દેતો બનાવો ભાખરા વિસ્તારના કમલા નગર વોર્ડ પાસે આવેલી સંતોષ સોસાયટીમાંથી સામે આવ્યો છે..

અહીં સાત વર્ષનો અજીત તેના પિતા સૂર્યકાંત અને તેની માતા રમીલા સાથે રહેતો હતો. અજીત અવારનવાર આસપાસના વિસ્તારમાં રહેતા તેના મિત્રો સાથે રમવા માટે ગાર્ડન જતો હતો. એવામાં અત્યારે દિવાળીનું વેકેશન પડી જવાથી તે પોતાના મિત્રો સાથે રમવા જવાની જીદે ચડ્યો હતો..

માતાએતેને કહ્યું કે, તું બપોરના સમયે જમીને પછી રમવા જજે. પરંતુ સાત વર્ષનો દીકરો અજીત માન્યો નહીં અને તે વારંવાર તેની માતાને સાયકલ લઈને રમવા જવાનું કહેતો હતો. અને તેની માતાએ કંટાળી જઈને તેના દીકરાને રમવા જવાની હા પાડી હતી. ત્યારબાદ તે થોડુંક જમ્યો અને પોતાની સાયકલ લઈને પોતાની માતાને કહ્યું કે..

‘મમ્મી હું રમવા માટે નજીકના ગાર્ડનમાં મિત્રો સાથે જાવ છું’ કહીને ઘરેથી નીકળ્યો હતો. પરંતુ માત્ર દસ જ મિનિટની અંદર અજીત સાથે એવું થયું છે કે, તેની માતાના રડી રડીને હાલ બેહાલ થઈ ગયા છે. અજીત તેના મિત્રો સાથે સાયકલ લઈને સોસાયટીની બહાર જતો હતો. ત્યાં તેઓ સોસાયટીના ગેટે ઊભા રહ્યા અને અન્ય એક મિત્રની રાહ જોઈને વાતચીતો કરતા હતા..

એવામાં રમત રમતમાં અજીત સોસાયટીના ગેટ પાસે રહેલા લાઈટ પોલને અડક્યો હતો અને લાઈટ પોલમાંથી કરંટ પસાર થતો હોવાથી ત્યાં અને ત્યાં ચોંટી ગયો. જ્યારે સોસાયટીના ગેટ વિસ્તાર પાસે રહેલા અન્ય લોકોએ આ દ્રશ્ય પોતાની નજર સામે જોયું ત્યારે તેમના ડોળા ફાટેલા અને ફાટેલા જ રહી ગયા હતા..

અજીત ખૂબ જ નાનો હતો અને તે કરંટ લાગતા સાથે ચોંટી ગયો હતો. કોઈ પણ વ્યક્તિ તેની નજીક આવ્યા નહીં, અને અંતે એક વ્યક્તિએ લાકડી વડે અજીતને વીજપોલથી છૂટો પડાવવાની કોશિશ કરી હતી. પરંતુ તેઓ છૂટો પડે એ પહેલા તો તેનું લગભગ મૃત્યુ થઈ ગયું હતું. એક વ્યક્તિ લાકડી લઈને તેને બચાવવા આવ્યો હતો..

તો એક વ્યક્તિ પોતાની હાથમાં રહેલી ડોલ વડે તેને વીજ પોલ થી છુટ્ટો પાડી રહ્યો હતો. પરંતુ આ બંને વ્યક્તિ નિષ્ફળ રહ્યા અને અજીત નું કરંટ લાગવાને કારણે મૃત્યુ થઈ ગયું હતું. જ્યારે આ બનાવ બન્યો ત્યારે લોકોમાં ભારે ગમગીનીનો માહોલ છવાઈ ગયો હતો. સોસાયટીનો ગેટ માત્ર તેના ઘરથી 100 ફૂટની દુરી ઉપર હતો..

10 જ મિનિટની અંદર ઘરેથી નીકળેલા દીકરાના મૃત્યુના સમાચાર સામે આવતા તેની માતા તેને ત્યાં ઢળી પડી હતી. કારણ કે તે તેના લાડકા દીકરાના મૃત્યુના સમાચાર સહન કરી શકી નહીં. આ સાથે સાથે સોસાયટીના રહીશો પણ ખૂબ જ રોશે ભરાયા અને તેઓ વીજળી વિભાગની ઓફિસે પહોંચી ગયા હતા..

અને તંત્ર શું કામગીરી કરી રહ્યું છે..? તેનું ઉપરાણું લઈ લીધું હતું. કારણ કે ગમે તે લાઈટ પોલને અંદર કરંટ ઉતરતો હોય તો વીજળી વિભાગની ફરજ બને છે કે, તેને તાત્કાલિક ધોરણે રીપેરીંગ કરવામાં આવે કારણકે ઘણા બધા વ્યક્તિના જીવ પણ જતા રહેતા હોય છે. જ્યારે અજીતની માતા રમીલાબેન ને જાણકારી મળી કે તેના બાળકનું મૃત્યુ થયું છે…

ત્યારે તેઓ દોડતા દોડતા ત્યાં આવી પહોંચ્યા હતા. અને રડતા રડતા બોલવા લાગ્યા કે, હું મારા દીકરાને રમવા માટે જવા દેવાની હતી નહીં. કદાચ મેં તેને ઠપકો આપ્યો હોત તો આજે તેનો જીવ બચી ગયો હોત. પરંતુ તે વારંવાર રમવાની બાબત કહેતો હતો. એટલા માટે મેં તને ઘરથી રમવા માટેની જવા હા પાડી હતી…

હું તેના માટે ઘણા બધા રમકડા પણ લાવી છું, પરંતુ હવે આ રમકડાને હું શું કરીશ.. મારો બાળક તો હવે આ દુનિયા મૂકીને જતો રહ્યો છે. માતાના આ શબ્દો સાંભળીને ત્યાં ઉભેલા સૌ કોઈ લોકોને રૂવાંટા એકાએક બેઠા થઈ ગયા હતા. પરંતુ હવે આ બાળકનું મૃત્યુ થઈ ગયું હતું. અને આવતીકાલે તેના અંતિમ સંસ્કારની કાર્યવાહી પણ શરૂ કરવાની છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

Leave a Comment