Breaking News

મમ્મી, “હું સાઈકલ ચલાવવા જાઉં છું” કહીને ઘરેથી નીકળેલા 4 બહેનોના એકના એક ભાઈ સાથે બન્યું એવું કે, પરિવારના કાળજા ચીરાઈ ગયા, હચમચાવતો કિસ્સો..!

નાના બાળકો જ્યાં સુધી સમજણ ન થાય ત્યાં સુધી તેના માતા પિતા હંમેશા દરેક સમયે તેમની સાથે રહેતા હોય છે, કારણ કે નાના બાળકો જાણયા અજાણ્યામાં અમુક વખતે એવી ઘટનાનો શિકાર બની જતા હોય છે કે, ઘટના બન્યા બાદ તેના માતા પિતાને હંમેશા માટે પછી તમારો વારો આવી જતો હોય છે..

આવા ઘણા બધા બનાવો પાછળના સમયમાં સામે આવી ચૂક્યા છે અને અત્યારે વધુ એક હચમચાવી દેતો બનાવો સામે આવતા જ ચારેકોર ચકચાર મચી જવા પામ્યો છે, આ બનાવ સુંદરવન આશ્રમની પાછળ આવેલી ગોકુળ પાર્ક સોસાયટીનો છે. આ સોસાયટીમાં આશુતોષભાઈ નામના વ્યક્તિ તેમના પરિવાર સાથે રહે છે..

આશુતોષભાઈ એક ખાનગી કંપનીમાં મેનેજર તરીકેનું કામકાજ કરે છે, જ્યારે તેમની પત્ની ગીતાબેન પણ એક કોમ્પ્યુટરની કંપનીની અંદર કામકાજ કરે છે, આશુતોષભાઈ અને ગીતાબેનનો લાડકવાયો દીકરો વિશ્વાસ એવી ઘટનાનો ભોગ બની ગયો હતો કે, વિશ્વાસની સગી બહેનો ભાઈ વગરની થઈ ગઈ હતી, તો બીજી બાજુ આશુતોષભાઈ અને ગીતાબેન માથે પણ આફતોના આભ ફાટી નીકળ્યા હતા..

આશુતોષભાઈ અને ગીતાબેનને સંતાનમાં કુલ ચાર દીકરીઓને ત્યારબાદ એક દીકરો હતો, તેમની ચાર દીકરી માંથી મોટી બે દીકરીઓ ધોરણ 11 માં અભ્યાસ કરે છે. જ્યારે ત્રીજા નંબરની દીકરી ધોરણ સાતનો અભ્યાસ કરે છે, તેમજ ચોથા નંબરની દીકરી ધોરણ ચારનો અભ્યાસ કરે છે..

આ સાથે સાથે તેમનો લાડકવાયો દીકરો વિશ્વાસ ધોરણ બે ની અંદર અભ્યાસ કરતો હતો, તે શાળાએથી ઘરે આવીને તેની માતા ગીતાબેન ને જણાવતો હતો કે, તે થોડા સમય માટે તેના મિત્રોની સાથે સાયકલ ચલાવવા માટે જઈ રહ્યો છે. ગીતાબેને રોજની જેમ તેના દીકરા વિશ્વાસ ને સાયકલ ચલાવવા માટેની મંજૂરી આપી દીધી હતી..

અને વિશ્વાસ સાયકલ લઈને પોતાના ઘરની બહાર નીકળી ગયો હતો. વિશ્વાસ રોજબરોજ સોસાયટીમાં રહેતા અન્ય મિત્રોની સાથે સોસાયટી ની અંદર સાયકલ ચલાવીને મસ્તી મજાક કરતો હતો. પરંતુ એ દિવસે વિશ્વાસ સાયકલ લઈને સોસાયટીના ગેટની બહારના વિસ્તારમાં ચાલ્યો ગયો હતો અને ત્યાં સોસાયટીના ગેટની બહાર નીકળતાની સાથે જ એક વધારે ઝડપે ડમ્પર ચાલક ક્યાંથી પસાર થયો..

અને વિશ્વાસની સાયકલને લઈ લીધી હતી. પરિણામે સાયકલ નો તો છુંદો બોલી ગયો, પરંતુ વિશ્વાસના શરીર ઉપરથી ડમ્પરનું ટાયર પસાર થઈ જવાને કારણે બિચારાના નાનકડા દીકરાનો ઘટના સ્થળે જ ફટાકડો ફૂટી ગયો હતો અને તેના પ્રાણ પંખેરુ ઉડી ગયા હતા. આ ઘટનાની જાણકારી જ્યારે સોસાયટીના ગેટ પાસે રહેલા કેટલાક લોકોને થઈ ત્યારે તેઓ તાબડતો ગીતાબેનના ઘર પાસે પહોંચ્યા..

અને તેમને આ સમાચાર આપ્યા હતા કે, તેમનો લાડકવાયો એકનો એક દીકરો અકસ્માતની અંદર મૃત્યુ પામ્યો છે. આ સમાચાર સાંભળતા જ ગીતાબેને રડવાનું શરૂ કરી દીધું હતું અને તેઓ તરત જ સોસાયટીના ગેટ પાસે પહોંચી ગયા આ ઉપરાંત આસપાસના પડોશીઓની ઘટનાના સમાચાર આશુતોષભાઈને પણ આપ્યા હતા..

તેઓ પણ તરત જ ઘટના સ્થળે પહોંચી અને વિશ્વાસને હોસ્પિટલે સારવાર માટે લઈ જવા માટે દોડાદોડી કરવા લાગ્યા હતા, પરંતુ ડોક્ટરે જણાવી દીધું કે વિશ્વાસનું મૃત્યુ થઈ ચૂક્યું છે. આ સમાચાર સાંભળતા જ આફતોના આભ ફાટી નીકળ્યા હતા, કારણ કે એક જ પરિવારની ચાર બહેનો ભાઈ વગરની થઈ ગઈ હતી..

તો બીજી બાજુ ગીતાબેનને પોતે સાયકલ ચલાવવાની મંજૂરી આપી હતી, એ નિર્ણય ઉપર ખૂબ જ પછતાવો થવા લાગ્યો અને તેઓ વિચારવા લાગ્યા કે, કદાચ તેઓએ વિશ્વાસને સાયકલ ચલાવવા માટે મનાઈ ફરમાવી દીધી હોત તો આજે તેમના દીકરાનો જીવ બચી ગયો હોત..

આ ઘટનાને લઇ ચારેકોર ચકચાર મચી જવા પામ્યો હતો, આસપાસના પડોશીઓએ પણ ગીતાબેનને આશ્વાસન પાઠવવાનું શરૂ કરી દીધું હતું. કારણકે ગીતાબેનની હાલત આ પરિસ્થિતિની અંદર ખૂબ જ દુઃખદાઈ બની ગઈ હતી. આ શોખના માહોલની અંદર સમગ્ર સોસાયટીના લોકો ડૂબી ગયા હતા..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

શ્રાવણમાં દાન ઉઘરાવવા આવેલા 2 સાધુને જોઈ મહિલાને શંકા ગઈ, પીછો કરીને હકીકત જાણતા જ દેખાયું એવું કે જાણીને દરેકે ચેતવું જોઈએ..!

શ્રાવણ મહિનો સૌથી પવિત્ર મહિનો કહેવાય છે, આ મહિનાની અંદર દરેક ભક્તો અને શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *