મમ્મી, ‘હું ભણવા માટે હોસ્ટેલ જાઉં છું અને વેકેશનમાં પાછો આવી જઈશ’ કહીને ઘરેથી નીકળ્યો દીકરો, પરતું ઘરે દીકરાને બદલે તેની લાશ આવતા માં-બાપ માથે કાળ ફાટ્યો..!

અત્યારે એક એવો બનાવ સામે આવ્યો છે કે જેને જાણીને સૌ કોઈ લોકોના દિલ એકાએક ધ્રુજવા લાગ્યા છે. આ ઘટના રાજસ્થાનના ચિત્તોડગઢના મેવાડી યુનિવર્સિટીની છે. અહીં એક વિદ્યાર્થી ભણવા માટે આવ્યો હતો. દરેક માતા પિતાને એવી ઈચ્છા હોય છે કે, તેમના દીકરા અને દીકરીઓ ભણી ગણીને ખૂબ જ મોટા વ્યક્તિ બને તેમજ પરિવાર અને સમગ્ર દેશનું નામ રોશન કરે..

અમુક કોર્સ ભણવા માટે જે તે વિદ્યાર્થીઓને પોતાનું ઘર મૂકી દેવું પડતું હોય છે. કારણ કે દરેક કોર્સનું ભણતર પોતાના ઘર નજીકની શાળા કે કોલેજમાં ઉપલબ્ધ હોય તેવું જરૂરી નથી. ઘર મૂકીને બહારની શાળા કે કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં રહીને જીવન ગુજારતા હોય છે.

મૂળ જમ્મુ કાશ્મીરનો એક વિદ્યાર્થી મેવાડની યુનિવર્સિટીમાં રેડિયોલોજીનો અભ્યાસ કરતો હતો. તે ઘરેથી તેની માતાને કહીને નીકળ્યો હતો કે મમ્મી, હું ભણવા માટે હોસ્ટેલ જાવ છું. અને વેકેશન પડતાની સાથે જ હું પાછો આવી જઈશ. પરંતુ તેની માસુમ માતાને એવી તો શી ખબર હતી કે, વેકેશનમાં તેમનો દીકરો નહીં..

પરંતુ દીકરાની લાશ ઘરે આવશે જ્યારે આ ઘટના બની ત્યારે પરિવારના દરેક સભ્યોની આંખો આંસુથી સુકાતી નથી, તો માતા અને પિતા બંને તો હોશ ગુમાવી બેઠા હતા. તેમના માટે આ દુઃખને સહન કરવું ખૂબ જ મુશ્કેલ બની ગયું હતું. મૃતક વ્યક્તિની ઉંમર 21 વર્ષ હોવાનું સામે આવ્યું છે.

હોસ્ટેલમાં સવારનો નાસ્તો કર્યા બાદ વિદ્યાર્થીએ તેની માતાને ફોન કરીને જણાવ્યું હતું કે, તે છેલ્લા કેટલાક દિવસોથી ખૂબ જ હેરાન પરેશાન રહે છે. અને કોઈ પણ ચીજ વસ્તુમાં તેનું મન લાગતું નથી. તેની માતાએ તેને પૂછવાની કોશિશ કરી હતી કે, તે શા માટે ટેન્શનમાં રહે છે. પરંતુ તેને વાતને ટાળી દીધી અને ત્યારબાદ તેને ફોન પણ મૂકી દીધો હતો..

સવારનો નાસ્તો કર્યા બાદ સૌ કોઈ લોકો પોત પોતાની રૂમમાં અભ્યાસ માટે ચાલ્યા ગયા હતા. ત્યારે આ મૃતક વિદ્યાર્થી પણ પોતાની રૂમમાં ચાલ્યો ગયો. પરંતુ લાંબા સમય સુધી તેને હોસ્ટેલના રૂમનો દરવાજો ન ખોલતા તેના મિત્રોએ દરવાજો ખટખટ આવીને તેને બહાર લાવવાની કોશિશ કરી હતી..

પરંતુ અતિશય પ્રયત્ન બાદ પણ તે દરવાજોનો ખોલતા અંતે દરવાજાને તોડી નખાયો હતો અને દરવાજો તોડતાની સાથે જ તે આપઘાત કરેલી હાલતમાં મળી આવ્યો હતો. જ્યારે આ ઘટનાની જાણકારી તેના પરિવારજનોને આપવામાં આવી ત્યારે એ કાંઈ ઘડકમ મચી જવા પામ્યો હતો.

આ સાથે સાથે પોલીસને પણ જાણ કરી દેતા પોલીસની ટીમ ઘટના સ્થળે તપાસ માટે પહોંચી આવી હતી. તપાસ કરતા જણાવ્યું કે, આ વિદ્યાર્થીને અને તેના સાથી વિદ્યાર્થીઓ તરફથી ખૂબ જ હેરાનગતિ મળતી હતી. આ હેરાન ગતિથી કંટાળી જઈને તેને આપઘાત કરી લીધો છે. બિચારો દીકરો તેની માતાને કહીને ગયો હતો કે, તે હવે વેકેશનમાં ઘરે પરત આવશે..

અને પરિવારના સભ્યો સાથે જીવન તેમજ ખૂબ જ કિંમતી સમય વિતાવશે પરંતુ હોસ્ટેલે પહોંચતાની સાથે જ રોજબરોજ થતી હેરાનગતિને કારણે આજે તેણે જીવ ગુમાવી દીધો છે. હાલ આ બનાવને લઈને જુદા જુદા એન્ગલથી તપાસનો ઘમઘમાટ શરુ કરી દેવામાં આવ્યો છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

Leave a Comment