Breaking News

માત્ર 17 વર્ષની દીકરીએ ગળાફાંસો ખાઈ લેતા લોકોના ટોળે ટોળા થયા એકઠા, સુસાઈડ નોટ વાંચીને ભલભલા ધ્રુજી ગયા..!

22 વર્ષ કરતાં મોટી વયના વ્યક્તિઓ કે જેવોને માથે ઘરની જવાબદારીઓની સાથે સાથે ભણતરનું પણ ખૂબ જ ટેન્શન રહેલું હોય છે. આવા લોકો કેટલીકવાર ઘરેલુ કંકાસને કારણે તેમજ આર્થિક સંકડામણને કારણે પણ આપઘાત જેવું પગલું ભરી લેતા હોય છે. પરંતુ છેલ્લા છ મહિનાની અંદર અંદર તરુણ વયના યુવતીઓ પણ આઘાતનું પગલું ભરવા લાગ્યા છે..

આવા કેટલાક કેસો નોંધાતા જ સૌ કોઈ વિચારમાં મુકાઇ ગયા છે કે, આટલી નાની ઉંમરમાં યુવક-યુવતીઓને એવું તો શું દુઃખ આવી પડ્યું હશે કે, જેના કારણે તેઓને આપઘાત જેવું પગલું ભરવું પડે છે અને અત્યારે રાજકોટ શહેરમાંથી ખૂબ જ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. રાજકોટ શહેરના ૧૫૦ ફૂટ રીંગ રોડ ઉપર કિશન પાર્ક સોસાયટી આવેલી છે..

આ સોસાયટીની અંદર મહેશભાઈ રાવલ રહે છે. મહેશભાઈ રાવલના તેમની પત્ની સાથે થોડા વર્ષો પહેલા છુટાછેડા થયા હતા. લગ્નજીવન દરમિયાન જન્મ થયેલી દીકરી આયુષીને છૂટાછેડા વખતે મહેશભાઈએ પોતાની સાથે રાખવાનો નિર્ણય કર્યો હતો. મહેશભાઈ પોતાની દીકરી આયુષી સાથે કિશન પાર્ક સોસાયટીમાં રહે છે.

17 વર્ષની દીકરી આયુષી એક દિવસ પોતાના ઘરે ગળાફાંસો ખાઈ લીધો હતો. જ્યારે આ બાબતની જાણ આસપાસના પડોશીઓને તેમજ મહેશભાઈને થઈ ત્યારે સૌ કોઈના પગ નીચેથી જમીન ખસકી ગઈ હતી. અને ધોળા દિવસે આંખે અંધારા પણ આવી ગયા હતા. કારણકે સૌ કોઈ લોકો એક જ વસ્તુની ચર્ચા કરી રહ્યા હતા કે, આખરે આ દીકરીએ શા માટે આપઘાત કર્યો હશે..

એને એવું તો શું દુઃખ આવી પડ્યું કે, જેના કારણે તે એણે જીવનની તમામ માયાજાળ સંકેલી લીધી હતી. આ બાબતની જાણ ત્યાંના સ્થાને પોલીસમાં પણ થઈ જતા સ્થાનિક પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને જરૂરી કાર્યવાહી પણ શરૂ કરી હતી. કાર્યવાહી પૂર્ણ થયા બાદ પોલીસે આ લાશને પોસ્ટમોર્ટમ માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે..

પોલીસએ જ્યારે તપાસ શરૂ કરી ત્યારે તેઓને જણાવ્યું કે 17 વર્ષની દીકરી આયુષી પાસેથી એક સુસાઇડ નોટ પણ મળી આવી છે. આ સોસાયટી નોટને પોલીસે કબજે કરી છે. અને તેના અંતર્ગત તપાસ કરતાં જણાવ્યું છે કે, આ દીકરીએ સુસાઇડ નોટની અંદર લખ્યું છે કે હું ઘણા સમયથી ખૂબ જ ડિપ્રેશનમાં હતી..

આ ઉપરાંત મારા આપઘાત પાછળ કોઈ વ્યક્તિનો વાંક નથી. પરંતુ હું જીવન જીવી નહીં શકું. આઈ એમ સોરી..!! 17 વર્ષની દીકરીના આ શબ્દો સાંભળતા જ મહેશભાઈ રડી રડીને બે હાલ થયા હતા. તો પરિવારજનો પણ ખૂબ જ દુઃખની લાગણીમાં ચાલ્યા ગયા છે. તરુણ ઉંમરની આ દીકરીના આપઘાતને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. તેમજ તે કયા કારણોસર ડિપ્રેશનમાં રહેતી હતી. આ તમામ બાબતને લઈને જરૂરી તપાસ ચલાવવામાં આવી રહી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

યુવકે પોલીસને કહ્યું કે, “17 વર્ષ પેલા મારા હાથેથી મરેલો વ્યક્તિ મારા સપનામાં ભૂત બનીને આવે છે” અને પછી તો જે થયું તે જાણીને પોલીસ ચોંકી ગઈ..!

અત્યારે એક વ્યક્તિને 17 વર્ષ પછી પોતાના કરેલા કામોના પાપ સપનામાં આવા લાગ્યા હતા અને …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *