Breaking News

સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં 3 જ દિવસમાં મોટા વધારા થતા ભાવ પહોચ્યા આટલા હાજરને પાર, જાણો ડબ્બાના નવા ભાવ..!

અત્યારની વાત કરીએ તો સીંગતેલ અને કપાસિયા તેલ સહિતના ખાદ્ય તેલોમાં ભાવમાં થોડા થોડા સમયે ભાવ વધારો કરવામાં આવતાની સાથે લોકો માટે મુશ્કેલીઓ વધી રહી છે. તેમાં પણ 2 દિવસ પહેલા જ કરેલા વધારાના મારને લોકો સહન કરી રહ્યા હતા એવામાં વધુ એક મોટો વધારો ઝીંકવામાં આવ્યો છે.

સીંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં થોડા થોડા સમયે ભાવ વધારો થતો રહે છે. સિંગ અને કપાસિયા નું ઉત્પાદન જોઈએ તેટલા પ્રમાણમાં થયું નથી.. આ ઉપરાંત સીંગતેલ અને કપાસીયા તેલની સંગ્રહખોરીઓ પણ કરવામાં આવી રહી છે. એટલા માટે બજારમાં સીંગતેલ અને કપાસિયા તેલમાં મોટી બોલી રહી છે.

જ્યારે માંગ સામે સંતોષી શકાય આટલી પ્રોડક્ટ દેખાઈ આવી નથી. એટલા માટે સીંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો. ફરી ચાર દિવસ પહેલાં સીંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં 40 અને  50 રૂપિયાનો વધારો નોંધવામાં આવ્યો હતો. અને હવે બંને તેલના ભાવમાં 60 થી 70 રૂપિયાનો વધારો કરી દેતાં ગૃહિણીઓ નું બજેટ ખોરવાઇ ગયું છે.

સીંગતેલના ભાવો વધવાને કારણે મધ્યમવર્ગીય લોકો માટે સિંગતેલ ખાવું ખૂબ જ મુશ્કેલ બની ગયું છે… એટલા માટે ઘણા લોકો પામોલીન તેમજ મકાઈ તેલ ખાવા માટે પણ મજબૂર બન્યા છે. હાલ સીંગતેલના નવા ભાવની વાત કરીએ તો એક સિંગતેલના ડબ્બાના ભાવ 2500 રૂપિયા હતા જે હવે નવા ભાવ વધારાની સાથે 2660 રૂપિયાને આસપાસ થઈ ગયા છે.

જ્યારે કપાસિયા તેલના ભાવ પણ 2480 હતા અને તેમાં 60 રૂપિયાનો વધારો નોંધાતા 2540 રૂપિયા નવા ભાવ થયા છે. સીંગતેલ અને કપાસિયા તેલમાં હવે મોટા મોટા વેપારીઓએ જણાવ્યું છે કે ઉત્તરપ્રદેશની ચૂંટણી પૂર્ણ થતાની સાથે જ સીંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં ખૂબ મોટો ભાવ વધારો દેખાશે.

આ ભાવ વધારાથી ડરીને ઘણા લોકો એકસાથે સીંગતેલ અને કપાસિયા તેલ ના ડબ્બા ખરીદવા લાગ્યા છે.. તેમજ પેટ્રોલ-ડીઝલના ભાવ અને રાંધણગેસના ભાવમાં પણ વધારો થતાં મધ્યમ વર્ગીય પરિવારનો જીવ પડીકે બંધાઈ ગયો છે. તેમજ બે દિવસ અગાઉ દૂધની બાટલી ના ભાવમાં પણ વધારો જીકતા સામાન્ય લોકો માટે જીવવું મુશ્કેલ બની ગયું છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *